Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હબાકુક 3:3 - પવિત્ર બાઇબલ C.L.

3 ઈશ્વર તેમાનથી આવે છે; પવિત્ર ઈશ્વર પારાનના ડુંગરો પરથી આવે છે. (સેલાહ) તેમના પ્રકાશથી આકાશ છવાઈ જાય છે અને પૃથ્વી તેમની સ્તુતિથી ભરપૂર થઈ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 ઈશ્વર તેમાનથી [આવે છે] , પવિત્ર [ઈશ્વર] પારાન પર્વતથી આવે છે. (સેલાહ) તેમનો પ્રકાશ આકાશોમાં વ્યાપી રહે છે, ને પૃથ્વી તેમની સ્તુતિથી ભરપૂર થઈ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ઈશ્વર તેમાનથી આવે છે, પવિત્ર દેવ પારાન પર્વતથી આવે છે. સેલાહ તેમનો વૈભવ આકાશોને ઢાંકી દે છે અને પૃથ્વી તેમની સ્તુતિથી ભરપૂર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 દેવ તેમાનથી આવે છે, પવિત્ર દેવ પારાનના પર્વત પરથી આવે છે. તેનો પ્રકાશ આકાશમાં પથરાય છે; તેની કિતીર્ પૃથ્વી પર ફેલાય છે.

Faic an caibideil Dèan lethbhreac




હબાકુક 3:3
32 Iomraidhean Croise  

અને તેની માતાએ તેને ઇજિપ્તમાંથી પત્ની લાવી આપી.


એલિફાઝના પુત્રો: તેમાન, ઓમાર, સફો, ગાતામ, કનાઝ. એસાવના પુત્ર એલિફાઝની ઉપપત્ની તિમ્ના હતી. તેનો પુત્ર અમાલેક હતો. આ એસાવની પત્ની આદાના વંશજો છે.


તેઓ મિદ્યાન છોડીને પારાન ગયા, જ્યાં તેમની સાથે થોડાક માણસો જોડાયા હતા. પછી તેઓ મુસાફરી કરતાં કરતાં ઇજિપ્તમાં ફેરો પાસે ગયા. ફેરોએ તેમને થોડી જમીન રહેવાને મકાન અને ખોરાક આપ્યાં.


પ્રભુ સર્વ રાષ્ટ્રો પર સર્વોપરી શાસક છે; તેમનો મહિમા આકાશોથી ઊંચો છે.


એ સૌ યાહવેના નામની સ્તુતિ કરો; કારણ, માત્ર તેમનું જ નામ સૌથી બુલંદ છે; તેમની ભવ્યતા આકાશ અને પૃથ્વી કરતાં મહાન છે.


તેઓ મારે વિષે વાતો કરે છે કે, ‘ઈશ્વર તેને બચાવશે નહિ.’ (સેલાહ)


હું સહાય માટે પ્રભુને મોટેથી પોકારું છું, અને તે મને પોતાના પવિત્ર પર્વત પરથી ઉત્તર આપે છે. (સેલાહ)


ભયભીત થાઓ, પાપ કરતાં અટકો, તમારી પથારી પર શાંતિથી સુતા હો ત્યારે તમારા મનમાં ઊંડો વિચાર કરો. (સેલાહ)


હે ઈશ્વર, તમારા નામની જેમ જ તમારી સ્તુતિ પણ પૃથ્વીના છેડાઓ સુધી પ્રસરેલી છે; તમારો જમણો હાથ ઉદ્ધારક શક્તિથી ભરેલો છે.


પ્રચંડ રથોની સાથે, હજારો અને લાખો રથોની સાથે, પ્રભુ સિનાઈ પર્વત પરથી પોતાના પવિત્રસ્થાનમાં જાય છે.


અદલ ન્યાયશાસન દ્વારા પ્રભુએ પોતાનો પરિચય કરાવ્યો છે, અને દુષ્ટો પોતાની જ પ્રપંચી જાળમાં ફસાયા છે. (હિગ્ગાયોન, સેલાહ)


હે પ્રભુ, તમે તેમને ભયભીત કરો; જેથી તેઓ જાણે કે તેઓ તો ક્ષણભંગૂર છે (સેલાહ)


“જ્યારે લોકોએ ગર્જના તથા રણશિંગડાનો અવાજ સાંભળ્યો અને પર્વત પર વીજળી અને ધૂમાડો જોયાં ત્યારે તેઓ બીકથી ધ્રૂજી ઊઠયા અને પર્વતથી દૂર ઊભા રહ્યા.


ઇજિપ્તની મદદ માટે દોડી જનારાઓની કેવી દુર્દશા થવાની! તેઓ ઇજિપ્તના ઘોડાઓ પર આધાર રાખે છે અને તેમના પુષ્કળ રથો અને સમર્થ ઘોડેસ્વારો પર ભરોસો રાખે છે. પણ તેઓ ઇઝરાયલના પવિત્ર ઈશ્વર પ્રભુ તરફ મીટ માંડતા નથી, કે તેમની મદદ માગતા નથી.


તેઓ એકબીજાને પોકારીને કહી રહ્યા હતા: “પવિત્ર, પવિત્ર, પવિત્ર, છે સેનાધિપતિ પ્રભુ! તેમના ગૌરવથી આખી પૃથ્વી ભરપૂર છે.”


એકવાર તમે ઊતર્યા હતા અને અમારી કલ્પનામાં ન આવે એવાં ભયપ્રેરક કાર્યો કર્યાં હતાં અને ત્યારે પર્વતો તમને જોઈને કંપી ઊઠયા હતા.


અદોમ વિષે સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: “શું તેમના પ્રદેશમાં કોઈની પાસે જ્ઞાન રહ્યું નથી? શું તેમનું જ્ઞાન અદશ્ય થયું છે?


એવામાં ત્યાં પૂર્વ દિશામાંથી ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ આવતું દેખાયું. ઈશ્વરના આગમનનો અવાજ મહાસાગરનાં મોજાંની ગર્જના જેવો હતો અને પૃથ્વી તેમના ગૌરવથી પ્રકાશિત થઈ રહી.


એ માટે હું તેમાન નગર પર અગ્નિ વરસાવીશ અને બોસ્રાહના કિલ્લા ભસ્મ કરી નાખીશ.”


તેમાનના ભડવીરો ભયભીત થશે અને એસાવના પર્વત પરનો પ્રત્યેક લડવૈયો ક્તલમાં માર્યો જશે.


પણ સમુદ્ર જેમ પાણીથી ભરપૂર છે તેમ પ્રભુના ગૌરવના જ્ઞાનથી પૃથ્વી ભરપૂર થશે.


અને ઇઝરાયલીઓએ સિનાઈના રણપ્રદેશમાંથી પોતાની કૂચ શરૂ કરી. તે પછી પારાનના રણમાં વાદળ પાછું સ્થિર થઈ ગયું.


તેણે કહ્યું, “પ્રભુ સિનાઈ પર્વતથી આવ્યા, સૂર્ય ઊગે તેમ અદોમથી તેમના પર પ્રગટયા, પારાન પર્વતથી પોતાના લોક પર પ્રકાશ્યા, દશ હજાર દૂતો પાસેથી આવ્યા, તેમના જમણા હાથમાં તેમને માટે અગ્નિરૂપ નિયમ હતો.


‘આપણા ઈશ્વર પ્રભુએ અમને પોતાનાં ગૌરવ અને મહત્તા દર્શાવ્યાં છે અને અમે અગ્નિજ્વાળા મધ્યેથી તેમની વાણી સાંભળી છે; ઈશ્વર કોઈ માણસની સાથે બોલે તે પછી પણ તે માણસ જીવતો રહે એ અમે આજે જોયું છે.


શમુએલ મરણ પામ્યો. સર્વ ઇઝરાયલીઓએ એકઠા થઈને તેને માટે શોક કર્યો. પછી તેમણે શમુએલને તેના વતન રામામાં દફનાવ્યો. દાવિદ અને અબિગાઇલ એ પછી દાવિદ પારાનના વેરાનપ્રદેશમાં ગયો.


Lean sinn:

Sanasan


Sanasan