Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હબાકુક 3:16 - પવિત્ર બાઇબલ C.L.

16 એ બધું સાંભળીને હું ધ્રૂજી ઊઠું છું. મારા હોઠ ભયથી થરથરે છે. મારા શરીરના સ્નાયુઓ ઢીલા થઈ જાય છે અને મારા પગ લથડાય છે. અમારા પર આક્રમણ કરનારાઓને ઈશ્વર શિક્ષા કરે તે સમયની હું ધીરજપૂર્વક વાટ જોઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 એ સાંભળીને મારા પેટમાં ધ્રાસકો પડયો, એ અવાજથી મારા હોઠ થથર્યા. મારાં હાડકાંમાં સડો લાગ્યો, ને મારી જગાએ હું કાંપ્યો. જેથી જ્યારે લોકો પર હુમલો કરવાને તેઓ જથાબંધ આવી પડે, ત્યારે હું એ સંકટસમયે પણ ધીરજ રાખું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 એ સાંભળીને મારા પેટમાં ધ્રાસકો પડ્યો. અવાજથી મારા હોઠ થથર્યા. મારા હાડકાંમાં સડો લાગ્યો છે અને મારી જગાએ હું કાંપ્યો છું. જ્યારે લોકો પર હુમલો કરવાને લશ્કર ચઢી આવે ત્યારે હું એ સંકટના સમયે પણ ધીરજ રાખું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 એ સાંભળીને તો હું ધ્રુજી ઊઠું છું; મારા હોઠ અને મારા પગતળેથી ધરતી ખસી જાય છે, મારાઁ હાડકાં સડી જાય છે, મારું આખું શરીર ધ્રુજે છે, પણ હું ધીરજપૂર્વક આફતના દિવસની રાહ જોઉં છું જ્યારે તે લોકોનું લશ્કર અમારી સામે ચઢી આવશે.

Faic an caibideil Dèan lethbhreac




હબાકુક 3:16
29 Iomraidhean Croise  

રાત્રે મારાં બધાં હાડકાં કળે છે, અને મારા સણકા થાક ખાતા નથી.


મારી ત્વચા કાળી થઈ ખરી પડે છે, અને મારાં અસ્થિ તાવથી ધગધગે છે.


તમારી ધાકધમકીથી મારું શરીર થરથરે છે, અને તમારા ચુકાદાથી હું ડરું છું.


તે મને પોકારશે ત્યારે હું તેને ઉત્તર આપીશ, સંકટમાં હું તેની સાથે રહીશ; હું તેને મુક્ત કરીને સફળતાથી સન્માનિત કરીશ.


ચારિયશીલ પત્ની તેના પતિ માટે ગૌરવના મુગટ સમાન છે, પણ નિર્લજ્જ પત્ની તેનાં હાડકાંના સડા સમાન છે.


ચિત્તની શાંતિ શરીરને સ્વસ્થ રાખે છે, પણ ઈર્ષા હાડકાંના સડા સમાન છે.


એ દર્શન જોઈને મારી કમર કળતરથી તૂટે છે. પ્રસૂતાની વેદના જેવું કષ્ટ મને ઘેરી વળ્યું છે.


સંદેશવાહકો વિષે સંદેશ: મારું હૃદય તદ્દન ભાંગી પડયું છે, અને મારા બધાં હાડકાં ધ્રૂજી ઊઠયાં છે. પ્રભુ અને તેમના પવિત્ર સંદેશ પ્રત્યેની નિષ્ઠાને લીધે હું નશામાં ચકચૂર થયેલા માણસના જેવો અને પુષ્કળ દ્રાક્ષાસવ પીધેલા માણસની જેમ વિવશ થઇ ગયો છું.


અરેરે, એક એવો ભયાનક દિવસ આવે છે કે જેને બીજા કોઈ દિવસ સાથે સરખાવી શકાય નહિ; તે તો યાકોબના વંશજો માટે સંકટનો સમય હશે; છતાં તેઓ તેમાંથી ઊગરી જશે.


મારી આંતરડી ઉકળી ઊઠી છે, તે કકળી ઊઠી છે. મારા હૃદયમાં ભારે વેદના છે. મારું હૈયું વલોવાઈ રહ્યું છે, અને મને જરાય જંપ નથી. હે મારા જીવ, તેં રણશિંગડાનો નાદ-યુદ્ધનો પોકાર સાંભળ્યો છે.


હે ઇઝરાયલના લોકો, પ્રભુ કહે છે, “હું તમારા પર આક્રમણ કરવા દૂરથી એક રાષ્ટ્રને લાવું છું. તે પ્રાચીન અને બળવાન પ્રજા છે અને તેની ભાષા તમે જાણતા નથી અને તેના લોકોની બોલી તમે સમજી શક્તા નથી.


“તેમણે ઉપરથી અગ્નિ મોકલ્યો, અને એ અગ્નિ મારામાં સળગ્યા કરે છે. તેમણે મારે માટે ફાંદો ગોઠવ્યો અને મને જમીન પર પાડી નાખી. તે પછી તેમણે મને તજીને સતત દુ:ખમાં ધકેલી દીધી.


“હે પ્રભુ, મારા મનની પીડા અને આત્માનું દુ:ખ જુઓ; મારા પાપને લીધે શોકમાં મારું હૃદય ભાંગી પડયું છે. રસ્તાઓ પર ખૂન થાય છે અને ઘરમાં મરણ થાય છે.


પછી આત્માએ મને ઊંચકી લીધો અને પ્રભુના પરાક્રમી પ્રભાવે મારો સજ્જડ કબજો લીધો. તેથી હું કચવાતે મને ધૂંધવાઈને ગયો.


તેથી એ અદ્‍ભુત દર્શન જોતો હું એકલો જ ત્યાં રહી ગયો. મારામાં કંઈ શક્તિ રહી નહિ અને મારો ચહેરો એવો બદલાઈ ગયો કે મને કોઈ ઓળખી પણ ન શકે.


તેનો અવાજ સાંભળીને હું બેભાન બની જમીન પર ઊંધે મુખે પટકાઈ પડયો.


હું હતાશ થઈ ગયો અને ઘણા દિવસો સુધી બીમાર રહ્યો. તે પછી હું ઊઠીને રાજાએ સોંપેલું કામ કરવા લાગ્યો, પણ દર્શનથી હું વિમાસણમાં પડી ગયો હતો અને હું તેને સમજી શકયો નહિ.


હે પ્રભુ, તમારાં કામો વિષે મેં તમારી કીર્તિ સાંભળી છે અને તેથી હું વિસ્મય પામું છું. હે પ્રભુ, અમારા સમયમાં પણ એવાં અજાયબ ક્મ ફરી કરી બતાવો. તમે કોપાયમાન થયા હોય, તોપણ દયા દર્શાઓ.


મક્કમ રહેજો, કારણ, એથી જ તમે તમારી જાતને બચાવી શકશો.


Lean sinn:

Sanasan


Sanasan