Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હબાકુક 3:11 - પવિત્ર બાઇબલ C.L.

11 તમારા તેજીલાં બાણોના ઝબકારાથી અને ચમક્તા ભાલાના ચળક્ટથી સૂર્ય અને ચંદ્ર થંભી ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તમારાં છૂટતાં બાણોના પ્રકાશથી, તમારા ચળકતા ભાલાના ઝળકાટથી, સૂર્ય તથા ચંદ્ર પોતપોતાના સ્થાનમાં થંભી ગયા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તમારા છૂટતાં બાણોના પ્રકાશથી અને તમારા ચકચકતા ભાલાના ચળકાટથી, સૂર્ય તથા ચંદ્ર પોતપોતાના સ્થાનમાં થંભી ગયા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 રા વેગીલા બાણોના ઝબકારથી, અને તારા ચકચકતા ભાલાના ચળકાટથી; સૂર્ય અને ચંદ્ર પોતપોતાના સ્થાનમાં થંભી ગયા છે.

Faic an caibideil Dèan lethbhreac




હબાકુક 3:11
11 Iomraidhean Croise  

છતાં તેમનો સંદેશ સમસ્ત સૃષ્ટિમાં ફેલાઈ જાય છે, અને ધરતીની સઘળી સીમાઓ સુધી તેનો રણકાર સંભળાય છે. ઈશ્વરે સૂર્ય માટે આકાશનો ચંદરવો બાંધ્યો છે;


પ્રભુ જેમ પરાશીમ પર્વત પર અને ગિબ્યોનની ખીણમાં ઝઝૂમવા તૈયાર થઈ ગયા તેમ તે પોતાનું ધારેલું અદ્‍ભુત અને અનોખું કામ પૂરું પાડવા ખડા થઈ જશે.


આહાબ રાજાએ બંધાવેલી સમયદર્શક સીડીમાં પડછાયો દસ પગથિયાં પાછો પડશે.” તેથી સમયદર્શક સીડીમાં પડછાયો દસ પગથિયાં પાછો ગયો.


તેમણે મારા મુખની વાણી તાતી તલવાર જેવી કરી છે, મને તેમના હાથને ઓથે સંતાડયો છે. અને મને તીક્ષ્ણ તીર જેવો બનાવીને પોતાના ભાથામાં છુપાવી રાખ્યો છે.


ઘોડેસવારો ધસી જાય છે. તલવારો ઝગારા મારે છે, ભાલાઓ ચમકે છે. અસંખ્ય માનવી માર્યા જાય છે, મુડદાંના ઢગ ખડક્ય છે. માણસો તેમાં ઠોકર ખાય છે.


તમે તમારું ધનુષ્ય ઉપાડેલું છે, અને તમારું અચૂક બાણ તાકેલું છે. (સેલાહ) તમે તમારા વીજબાણથી પૃથ્વીને ચીરી નાખો છો.


પ્રભુ પોતાના સર્વ લોકો ઉપર પ્રગટ થશે. તે વીજળીની માફક બાણ મારશે. પ્રભુ પરમેશ્વર રણશિંગડું વગાડશે. દક્ષિણના તોફાનમાં તે કૂચ કરશે.


Lean sinn:

Sanasan


Sanasan