Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હબાકુક 2:7 - પવિત્ર બાઇબલ C.L.

7 પણ બીજાઓને જીતી લેનારા તમે પોતે જ અચાનક દેવાદાર બની જશો અને તમને જ વ્યાજ ભરી દેવાની ફરજ પાડવામાં આવશે. દુશ્મનો આવીને તમને ધ્રુજાવી દેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 શું એકાએક એવા માણસો ઊભા નહિ થાય કે જેઓ તને કરડી ખાશે, ને શું એવા નહિ જાગે કે જેઓ તને હેરાન કરશે, ને તું તેઓની લૂંટ થઈ પડશે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 શું એકાએક એવા માણસો ઊભા નહિ થાય કે જેઓ તમને કરડી ખાશે? શું એવા નહિ જાગે કે જેઓ તને હેરાન કરશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 “શું એકાએક એવા માણસો ઊભા નહિ થાય કે જેઓ તમને કરડી ખાશે, શું એવા નહિ જાગે કે જેઓ તને હેરાન કરશે, ને તું લાચાર ધ્રુજતો ઊભો રહીશ અને તમારા લેણદારો અચાનક તમારું સર્વસ્વ લૂંટી લેશે.

Faic an caibideil Dèan lethbhreac




હબાકુક 2:7
19 Iomraidhean Croise  

વારંવાર ઠપકો પામ્યા છતાં પોતાની જિદને વળગી રહેનાર એકાએક નાશ પામશે અને બચવાનો ઉપાય રહેશે નહિ.


ખાડો ખોદનાર જ તેમાં પડે છે અને દીવાલ તોડનારને જ સાપ કરડે છે.


એફ્રાઈમમાંથી ઈર્ષા નાબૂદ થશે અને યહૂદિયાના દુશ્મનો નષ્ટ થઈ જશે. એફ્રાઈમ યહૂદિયાની અદેખાઈ કરશે નહિ અને યહૂદિયા એફ્રાઈમ પ્રત્યે વેરભાવ રાખશે નહિ.


“મેં પૂર્વમાંથી એકને ઊભો કર્યો છે, તે તમારા પર ઉત્તર તરફથી આક્રમણ કરશે. કોઈ ગારો ગૂંદે અથવા કુંભાર માટીને ગૂંદે તેમ તે રાજાઓને કચડી નાખશે.


હું પૂર્વમાંથી તરાપ મારતા શિકારી બાજને એટલે, દૂર દેશથી મારા સંકલ્પને સિદ્ધ કરનાર માણસને બોલાવું છું. હું તે બોલ્યો છું, અને તે જ હું પાર પાડીશ.”


તેથી તારા પર એવી આફત આવી પડશે કે જેને તું નિવારી શકીશ નહિ; એવી વિપત્તિ આવી પડશે કે જેને તારો કોઈ જાદુમંત્ર રોકી શકશે નહિ. તેં ધાર્યું ન હોય એવી રીતે વિનાશ તારા પર અચાનક આવી પડશે.


પ્રભુએ બેબિલોનનો વિનાશ કરવાનું નક્કી કર્યું છે. તેથી તેમણે માદીઓના રાજાઓને ઉશ્કેર્યા છે. પ્રભુના મંદિરનો વિનાશ કર્યાને લીધે પ્રભુ આ રીતે પોતાનું વેર વાળી રહ્યા છે. સેનાનાયકો હુકમ કરે છે: તમારાં તીરોને તીક્ષ્ણ બનાવો અને ઢાલો ધારણ કરો.


હું તેના શાસકોને, જ્ઞાનીઓને, રાજ્યપાલોને, અધિકારીઓને તથા સૈનિકોને પીવડાવીને ચકચૂર બનાવીશ. તેઓ ચિરનિદ્રામાં પોઢી જશે અને ફરી કદી જાગશે નહિ.” આ તો રાજાની, હા, જેમનું નામ સેનાધિપતિ યાહવે છે તે ઈશ્વરની વાણી છે.


ધ્યાનમાં લો કે હું તમારી વચમાં મંત્રથી પણ વશ ન થાય એવા ઝેરી સાપ અને નાગ મોકલું છું અને તે તમને કરડશે. હું પ્રભુ પોતે આ કહું છું.”


જ્યારે લોકો “શાંતિ છે; શાંતિ છે” એમ કહેતા હશે, ત્યારે જેમ પ્રસૂતિની વેદના અચાનક ઊપડે છે તેમ તેમના પર એકાએક વિનાશ આવી પડશે અને બચાવનો કોઈ ઉપાય રહેશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan