Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હબાકુક 2:15 - પવિત્ર બાઇબલ C.L.

15 તમારું આવી બન્યું છે! તમે તમારા ઝનૂનમાં તમારા પડોશીઓની બદનામી કરી છે અને તેમને હલકા પાડયા છે. પીને ચકચૂર થઈને લથડિયાં ખાનારાની જેમ તેમને લથડિયાં ખાતા કર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તું પોતાના પડોશીને [મદ્ય] પાય છે અને તેની નગ્નતા જોવા માટે ઝેર ઉમેરીને તેને છાકટો પણ બનાવે છે તે તને અફસોસ!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તું તારા પડોશીને મદ્યપાન કરાવે છે, ઝેર ઉમેરીને તેને નશાથી ચૂર બનાવે છે કે જેથી તું તેની વસ્ત્રહીન અવસ્થા જોઈ શકે, તને અફસોસ!’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 તમે તમારા પાડોશીને દારૂડીયો બનાવ્યો તમે તમારો કોપ તેના પર વરસાવ્યો જેથી તમે તેને નગ્ન જોઇ શકો, તમને શ્રાપ મળે!

Faic an caibideil Dèan lethbhreac




હબાકુક 2:15
16 Iomraidhean Croise  

કનાનના પિતા હામે પોતાના પિતા નૂહને નગ્નાવસ્થામાં જોયો અને પછી બહાર જઈને તેણે પોતાના બે ભાઈઓને એ સંબંધી જણાવ્યું.


દાવિદે તેને સાંજના ભોજન માટે આમંત્રણ આપ્યું. ઉરિયાએ દાવિદ સાથે ખાધુંપીધું. દાવિદે તેને ખૂબ દારૂ પીવડાવીને ચકચૂર બનાવ્યો. છતાં તે રાત્રે પણ ઉરિયા ઘેર ગયો નહિ. એને બદલે, મહેલના રક્ષકદળની ઓરડીમાં તેની પથારીમાં સૂઈ ગયો.


મોશેએ જોયું કે આરોને લોકોને છકી જવા દઈને દુશ્મનોની નજરમાં તેમને હાંસીપાત્ર બનાવ્યા હતા.


દ્રાક્ષાસવ પીને લથડિયાં ખાનારા અને શરાબ પીને ગોથાં ખાનારા આ લોકો પણ છે. સંદેશવાહકો અને યજ્ઞકારો દારૂમાં ચકચૂર થઈને લથડિયાં ખાય છે અને શરાબ પીને ગોથાં ખાય છે. સંદેશવાહકો સંદર્શન સમજી ના શકે તેટલા ચકચૂર છે અને યજ્ઞકારો ન્યાય કરી ન શકે તેટલા પીધેલા છે.


તેમની મેજો ગંદી ઊલટીથી તરબોળ છે અને ક્યાંયે સ્વચ્છ જગ્યા રહેવા પામી નથી.


તમારી કેવી દુર્દશા થશે! તમે દ્રાક્ષાસવ પીવામાં શૂરા અને દારૂ ગાળવામાં બહાદુર છો.


ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ મને આ પ્રમાણે કહ્યું, “મારા કોપરૂપી દ્રાક્ષાસવનો પ્યાલો મારા હાથમાંથી લે અને જે જે પ્રજાઓની પાસે હું તને મોકલું તેમને તે પીવડાવ.


બેબિલોન તો મારા હાથમાં સોનેરી પ્યાલા જેવું હતું, જેમાંથી પીને આખી દુનિયા ચકચૂર થઈ. પ્રજાઓ તેમાંથી દ્રાક્ષાસવ પીને ભાન ભૂલી છે.


રાજાના ઉત્સવને દિવસે રાજાને અને અધિકારીઓને તેમણે ખૂબ દારૂ પીવડાવ્યો, એટલે સુધી કે તેમને ભાન ન રહ્યું.


પણ સમુદ્ર જેમ પાણીથી ભરપૂર છે તેમ પ્રભુના ગૌરવના જ્ઞાનથી પૃથ્વી ભરપૂર થશે.


સન્માનને બદલે લજ્જિત થવાનો તમારો પણ વારો આવશે. તમે પીને લથડિયાં ખાશો; હા, પ્રભુ તરફથી તમારે તમારી સજાનો પ્યાલો પીવો પડશે અને તમારી કીર્તિ રગદોળાઈ જશે.


પૃથ્વીના રાજાઓએ તે નામચીન વેશ્યા સાથે વ્યભિચાર કર્યો છે અને પૃથ્વીના લોકો તેના વ્યભિચારનો દારૂ પીને ચકચૂર બની ગયા છે.


મેં જોયું કે તે સ્ત્રી ઈશ્વરના લોકોનું અને ઈસુને વફાદાર રહેવાને લીધે શહીદ થયેલા લોકોનું લોહી પીને ચકચૂર બનેલી હતી. તેને જોઈને હું આશ્ર્વર્યચકિત થઈ ગયો.


કારણ, તેણે તેના વ્યભિચારરૂપી જલદ દારૂનો પ્યાલો બધી પ્રજાઓને પીવડાવ્યો છે. પૃથ્વીના રાજાઓએ તેની સાથે વ્યભિચાર કર્યો છે અને દુનિયાના વેપારીઓ તેની લાલસાથી ભોગવિલાસની આવકમાંથી ધનવાન બન્યા છે.”


Lean sinn:

Sanasan


Sanasan