Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હબાકુક 1:3 - પવિત્ર બાઇબલ C.L.

3 શા માટે તમે મને અન્યાય જોવા દો છો? તમે કેવી રીતે ખોટું સાંખી લો છો? મારી આસપાસ મારફાડ અને હિંસા છે. સર્વત્ર લડાઈ અને ઝઘડા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 શા માટે તમે અન્યાય મારી નજરે પાડો છો, ને ભ્રષ્ટાચાર બતાવો છો? કેમ કે મારી આગળ લૂંટફાટ ને જોરજુલમ થઈ રહ્યો છે. કજિયા થાય છે, ને ટાંટા ઊઠે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 શા માટે તમે અન્યાયને મારી નજરમાં લાવો છો અને ખરાબ કાર્યો બતાવો છો? વિનાશ અને હિંસા મારી આગળ છે; ઝઘડા અને તકરારો ચાલે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તું શા માટે મને આવા અન્યાયનો સાક્ષી બનાવે છે, અને શા માટે આવાં દુષ્કૃત્યો સહી લે છે? મારી આંખ સામે જ વિનાશ અને હિંસા ઝઘડા અને ટંટા થઇ રહ્યાં છે;

Faic an caibideil Dèan lethbhreac




હબાકુક 1:3
16 Iomraidhean Croise  

પછી મેં પૃથ્વી પર થતા જુલમો જોયા. મેં જુલમ વેઠનારાઓનાં આંસુ નિહાળ્યાં, પરંતુ તેમને દિલાસો દેનાર કોઈ નહોતું. તેમના પર અત્યાચાર ગુજારનારાઓના પક્ષમાં બળ હતું, પરંતુ પીડિતોને સહાય કરનાર કોઈ નહોતું.


જો તું કોઈ રાજ્યમાં ગરીબો પર જુલમ થતો જુએ અને તેમના ન્યાય અને હક્ક ઊંધા વળાતા જુએ તો તેથી તું આશ્ર્વર્ય પામીશ નહિ; કારણ, ત્યાં દરેક અધિકારીને તેના ઉપરી અધિકારીનું રક્ષણ હોય છે અને તે બન્‍નેને તેમના સૌથી મોટા અધિકારીનું રક્ષણ હોય છે.


“હે હઠાગ્રહી લોકો, વિજય તો વેગળો છે એવું માનનારા, તમે મારું સાંભળો.


ઇઝરાયલ તો સર્વસમર્થ પ્રભુની દ્રાક્ષવાડી છે; યહૂદિયાના લોક તેમના મનોરંજક દ્રાક્ષવેલાના રોપાઓ છે. તેમણે તેમની પાસેથી ન્યાયની અપેક્ષા રાખેલી, પણ તેમને તેમનામાં રક્તપાત જોવા મળ્યો. તે નેકીની અપેક્ષા રાખતા હતા, પણ એને બદલે તેમને પીડિતોનો પોકાર સાંભળવા મળ્યો.


અરે, હું કેવો દુર્ભાગી માણસ છું! મારી માતાએ મને કેમ જન્મ આપ્યો? આખા દેશમાં સૌને માટે હું ફરિયાદ કરનાર અને દાવો માંડનાર બન્યો છું. મેં કોઈના પૈસા ઉછીના લીધા નથી કે કોઈને ઉછીના દીધા નથી, છતાં બધા મને શાપ દે છે!


માત્ર કષ્ટ અને વેદના ભોગવવા તથા લજ્જિત થઈને મારા દિવસો પસાર કરવા માટે જ હું ગર્ભસ્થાનમાંથી બહાર કેમ આવ્યો?


હું જ્યારે જ્યારે બોલું છું ત્યારે ત્યારે બૂમો પાડું છું; હું આવી બૂમો પાડું છું: ‘હિંસા! લૂંટ!!’ પણ પ્રભુનો સંદેશ પ્રગટ કરવાને લીધે મારે સતત નિંદા અને નાલેશી વહોરવી પડે છે.


પણ હે મનુષ્યપુત્ર, તારે તેમનાથી ડરવું નહિ, કે તેમના શબ્દોથી ગભરાઈ જવું નહિ. તેઓ તારી સામા થશે અને તારો તિરસ્કાર કરશે. જો કે તારે એ કાંટાઝાંખરા ને વીંછીઓ વચ્ચે રહેવું પડે તોપણ તેમનાથી કે તેમના શબ્દોથી ડરીશ નહિ ને તેમના ચહેરાથી ગભરાઈશ નહિ. તેઓ તો બંડખોર પ્રજા છે.


જુઓ, હું તમને વરૂઓની મધ્યે ઘેટાંના જેવા મોકલું છું. તમે સાપના જેવા ચાલાક ને કબૂતરના જેવા સાલસ બનો.


એ સારો માણસ તેમની મયે વસતો હતો


Lean sinn:

Sanasan


Sanasan