Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હબાકુક 1:15 - પવિત્ર બાઇબલ C.L.

15 બેબિલોનીઓ તો જાણે ગલથી માછલાં પકડતા હોય તેમ લોકોને પકડે છે. તેઓ તેમને જાળથી ખેંચી કાઢે છે અને તેમને આ રીતે પકડવાનો આનંદ અનુભવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તેઓ સર્વને તે ગલથી ઊંચકી લે છે, તે તોને પોતાની જાળમાં પકડીને મોટી જાળમાં ભેગાં કરે છે; તેથી તે હરખાય છે ને આનંદ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 વિશ્વાસઘાતી માણસો તેઓને ગલથી ઉપર લાવે છે, તેઓ માણસોને જોરથી ખેંચીને જાળમાં ભેગા કરે છે તેથી તેઓ આનંદ કરે છે અને ખુશીથી પોકાર કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 તે લોકોને તે ગલથી ઊંચકી લે છે, તેઓ પોતાની જાળમાં પકડીને તેઓને મોટી જાળમાં ભેગાં કરે છે તેથી તેઓ ખુશી ને આનંદીત થાય છે.

Faic an caibideil Dèan lethbhreac




હબાકુક 1:15
18 Iomraidhean Croise  

તે ઝાડીમાં લપાયેલા સિંહની જેમ પોતાની છૂપી જગ્યામાં લપાય છે, તે સંતાઈને નિરાધારો માટે ટાંપી રહે છે, તે તેમને પોતાના ફાંદામાં ફસાવીને ઘસડી જાય છે.


માછીમારો ડૂસકાં ભરશે, ગલ નાખનારાઓ વિલાપ કરશે, અને પાણીમાં જાળ નાખનારાઓ ઝૂરશે.


પ્રભુ કહે છે, “આ લોકોને પકડવા હું ઘણા માછીમારોને બોલાવીશ. પછી હું ઘણા શિકારીઓને બોલાવીશ અને તેઓ દરેક પર્વત, ટેકરા કે ખડકનાં પોલાણોમાંથી તેમનો શિકાર કરશે.


મારા લોકો મધ્યે દુષ્ટો વસે છે. પક્ષીઓ પકડનાર શિકારીની માફક તેઓ જાળ ફેલાવે છે પણ આ લોકો તો માણસોને પકડવા ટાંપી રહે છે.


પ્રભુ કહે છે, “હે બેબિલોનના લોકો, તમે મારી વારસાસમ પ્રજાને લૂંટી લીધી છે. તમે આનંદ ભલે કરો અને હરખાઓ; ભલે તમે ગોચરમાં રમણે ચડેલી વાછરડીની જેમ કૂદાકૂદ કરો અને ઘોડાઓની જેમ હણહણો;


પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “તમને ઇઝરાયલ દેશ પ્રત્યે ભારોભાર ઇર્ષ્યા હોવાથી તેની દુર્દશા જોઈને તમારા મનમાં આનંદ થયો છે અને તેથી તમે તાળીઓ પાડીને આનંદથી નાચ્યા છો.


“હે મનુષ્યપુત્ર, તૂર નગરના લોકો આનંદમાં આવી જઈને યરુશાલેમ નગર વિષે બોલી ઊઠયા છે કે ‘આહાહા, પ્રજાઓના પ્રવેશદ્વાર સમું યરુશાલેમ ભાંગી પડયું છે! એનો વેપારધંધો પડી ભાગ્યો છે. તે હવે કદી અમારું હરીફ બની શકશે નહિ.’


મારી અંગત મિલક્ત સમાન ઇઝરાયલને ખેદાનમેદાન થયેલો જોઇને જેમ તું આનંદ કરતો હતો તેમ સેઇરનો પર્વતીય પ્રદેશ, સમસ્ત અદોમ પ્રદેશ પણ વેરાન થઇ જશે ત્યારે સૌ જાણશે કે હું પ્રભુ છું.”


પ્રભુ પરમેશ્વરે પોતાની પવિત્રતાના સમ ખાધા છે કે એવા દિવસો આવશે જ્યારે તેઓ તમને કડી ઘાલીને ઘસડી જશે અને તમારામાંની પ્રત્યેક ગલે ભરાયેલી માછલીની જેમ ખેંચી કઢાશે.


તમે લોકોને, જેમનો કોઈ માર્ગદર્શક નથી એવા સમુદ્રનાં માછલાં જેવા અને જીવજંતુના ટોળાં જેવા કેમ ગણો છો?


સંપત્તિ ઠગારી છે. લોભીઓ, ઘમંડી અને બેચેન હોય છે. મૃત્યુલોક શેઓલના જેવી તેમની લાલસા હોય છે અને મોતની માફક તેઓ ક્યારેય સંતોષ પામતા નથી. તેઓ એક પછી બીજી પ્રજાઓને જીતી લે છે.


ઈશ્વરના રાજનો સંદેશો સાંભળીને તેને જેઓ સમજી શક્તા નથી તેઓ માર્ગની બાજુમાં પડેલાં બી જેવા છે. શેતાન આવે છે અને જે વાવવામાં આવેલું છે તે છીનવીને લઈ જાય છે.


પણ આપણે આ લોકોની લાગણી દુભવવી નથી. તેથી સરોવર કિનારે જા, ગલ નાખ, ને જે પહેલી માછલી પકડાય તેના મુખમાંથી રૂપાનો સિક્કો મળશે. તેનું મૂલ્ય મારા અને તારા બંને માટે મંદિરનો કર ભરવા જેટલું છે. તે લઈને આપણો કર ભરી દે.


પૃથ્વીના લોકો આ બન્‍નેના મૃત્યુથી આનંદ કરશે. તેઓ એકબીજાને ભેટ મોકલીને ઉજવણી કરશે, કારણ, એ બન્‍ને સંદેશવાહકોએ પૃથ્વીના લોકોને ઘણું દુ:ખ દીધું હતું.”


Lean sinn:

Sanasan


Sanasan