Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હબાકુક 1:13 - પવિત્ર બાઇબલ C.L.

13 તમારી આંખો એવી પવિત્ર છે કે તમે દુષ્ટતા જોઈ શક્તા નથી, તેમ જ ભ્રષ્ટતા પર નજર કરી શક્તા નથી. તો પછી તમે આ કપટી અને દુષ્ટ લોકોને કેમ સાંખી લો છો? તેમનાં કરતાં વધારે નેક એવા લોકોનો તેઓ સંહાર કરે છે, ત્યારે તમે કેમ ચૂપ બેસી રહો છો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તમારી આંખો એવી પવિત્ર છે કે તમે દુષ્ટતાને જોઈ શકતા નથી, ને ભ્રષ્ટતા પર નજર કરી શકતા નથી. તમે એવા છતાં કપટીઓને કેમ જોઈ ખમો છો, ને જ્યારે દુષ્ટ માણસો પોતાના કરતાં વધારે નેક પુરુષોને ગળી જાય છે, ત્યારે તમે કેમ છાના રહો છો?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તમારી આંખો એટલી શુદ્ધ છે કે તમે અશુદ્ધતા જોઈ શકતા નથી, અન્યાય જોવા તમે ઊભા રહી શકતા નથી. તો પછી જેઓ વિશ્વાસઘાતી છે તેઓના પક્ષમાં તમે શા માટે જુઓ છો? દુષ્ટ માણસ પોતાના કરતાં ન્યાયી માણસને ગળી જાય છે, ત્યારે તમે શા માટે ચૂપ રહો છો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 તમારી આંખો એટલી પવિત્ર છે કે તમે દુષ્ટતા જોઇ શકતા નથી, અન્યાય જોવા તમે ઊભા રહી શકતા નથી. તો પછી શા માટે તમે એ અપ્રામાણિક લોકોને જોઇ રહ્યાં છો. અને દુષ્ટ માણસ પોતાના કરતાં સારા માણસને ગળી જાય છે, ત્યારે તમે શા માટે મૂંગા રહો છો?

Faic an caibideil Dèan lethbhreac




હબાકુક 1:13
37 Iomraidhean Croise  

તો પછી પોતાના ઘરમાં ઊંઘતા નિર્દોષ માણસને મારી નાખનાર દુષ્ટોની કેવી ભૂંડી દશા થવી જોઈએ. એના ખૂનનો બદલો હું હવે તમારી પાસે લઈશ, અને પૃથ્વીના પટ પરથી તમને નષ્ટ કરી દઈશ.”


મારા પિતા દાવિદની જાણ બહાર યોઆબે કરેલાં ખૂનને લીધે પ્રભુ તેને શિક્ષા કરો. યોઆબે પોતાના કરતાં બે ન્યાયી અને સારા માણસોને, એટલે, ઇઝરાયલના સેનાપતિ, એટલે નેરના પુત્ર આબ્નેરને અને યહૂદિયાના સેનાપતિ એટલે યેથેરના પુત્ર અમાસાને મારી નાખ્યા હતા.


જો આ પ્રસંગે તું મૌન રાખી બિલકુલ બેસી જ રહીશ તો યહૂદીઓ માટે તો મદદ અને બચાવ બીજી જગ્યાએથી આવશે, પણ તારો તથા તારા પિતાના કુટુંબનો નાશ થઈ જશે. કોણ જાણે આવે પ્રસંગે મદદરૂપ થવા માટે જ તને રાણીપદ મળ્યું નહિ હોય!”


જો ઈશ્વર પોતાના સ્વર્ગદૂતોનો ય ભરોસો રાખતા નથી અને તેમની દષ્ટિમાં આકાશવાસીઓ પણ વિશુદ્ધ નથી.


શા માટે દુષ્ટો લાંબું જીવે છે, અને વૃદ્ધાવસ્થાએ પહોંચે તેમ શક્તિશાળી બનતા જાય છે?


ઈશ્વરે જ તેમને સલામત રાખ્યા અને સદ્ધર કર્યા; પણ ઈશ્વરની આંખો સતત તેમની ચાલચલગત પર હોય છે.


હે પ્રભુ, તમે દુષ્ટ અને દુરાચારીઓની શક્તિ તોડી પાડો, તેમનાં દુષ્ટ કૃત્યો માટે તેમને એવી સજા કરો કે તેઓ દુષ્ટતા આચરતા અટકી જાય!


શુદ્ધની સાથે શુદ્ધ, પરંતુ કપટી લોકોની સાથે કુનેહબાજ છો!


તમારા પર આશા રાખનારાઓ લજવાશે નહિ. પરંતુ, તમારો વિનાકારણ વિશ્વાસઘાત કરનારા લજવાશે.


હે પ્રભુ, તમે ક્યાં સુધી આ બધું જોયા કરશો? તેમના હિંસક હુમલાથી મારા પ્રાણને અને સિંહોથી મારા જીવને બચાવો.


હે પ્રભુ, તમે આ જુઓ છો; તમે મૌન રહેશો નહિ. હે પ્રભુ, મારાથી દૂર થશો નહિ.


તેઓ પોતાના મનમાં એમ ન કહે કે, “આહા, અમારી ઇચ્છા ફળી છે,” અને તેઓ એમ ન કહે કે, “અમે તેને ગળી ગયા છીએ.”


તમે આવાં કામો કર્યાં છે, અને છતાં શું હું ચૂપ રહું? તો તમે મને પણ તમારા જેવો ધારી લો. પરંતુ હું તમને ઠપકો આપું છું અને તમારી સમક્ષ તમારી સામે દાવો રજૂ કરું છું.


આપણા ઈશ્વર પધારે છે, પણ ચૂપકીદીથી નહિ; તેમની સમક્ષ ભસ્મીભૂત કરનાર અગ્નિ ધસે છે અને તેમની ચારે તરફ પ્રચંડ આંધી છે.


કારણ, મેં દુષ્ટ લોકોની આબાદી નિહાળી અને તે ઘમંડી લોકો પર મને ઈર્ષા થઈ આવી.


હે ઈશ્વર, તમે મૌન ન રહો. હે ઈશ્વર, તમે શાંત ન રહો; તમે ચૂપ ન રહો.


મેં સંદર્શનમાં ઘાતકી બનાવોનાં દશ્ય જોયાં છે. દગાબાજ દગો કરે છે, લૂંટારો લૂંટે છે. હે એલામના સૈન્ય, આક્રમણ કર! હે માદીઓના લશ્કર, ઘેરો ઘાલ! બેબિલોને નંખાવેલા તમામ નિસાસાનો ઈશ્વર અંત લાવશે.


દુનિયાના દૂરદૂરના દેશોમાંથી આપણે ગીતો સાંભળીશું. “ન્યાયી ઈશ્વરનો મહિમા હો!” પણ મેં કહ્યું કે, “મારે માટે કોઈ આશા નથી. હું ક્ષીણ થતો જઉં છું!” દગાખોર દગો કરે છે, તેઓ કપટથી દગો કર્યે જાય છે.


હે વિનાશક, તારી કેવી દુર્દશા થશે! તારો પોતાનો વિનાશ થયો નથી. હે દગાખોર, હજી તને દગો દેખાયો નથી. તું વિનાશ કરી રહે એટલે તારો વિનાશ કરાશે. તારી દગાખોરી પૂરી થાય એટલે તને દગો દેવાશે.


હે પ્રભુ, આવું બધું બન્યા પછી પણ તમે અમને સહાય કરવાથી પોતાને પાછા રાખશો? તમે સ્વસ્થ ચિત્તે અમને અતિશય શિક્ષા કરશો?


અદાલતમાં આપણને ક્યારે ન્યાયથી વંચિત રાખવામાં આવે છે તે ય પ્રભુ જાણે છે.


તમે લોકોને, જેમનો કોઈ માર્ગદર્શક નથી એવા સમુદ્રનાં માછલાં જેવા અને જીવજંતુના ટોળાં જેવા કેમ ગણો છો?


એકબીજાને નુક્સાન પહોંચાડવાની યોજના ઘડશો નહિ. સોગંદ ખાઈને જૂઠી સાક્ષી પૂરશો નહિ. જૂઠ, અન્યાય અને હિંસાને હું ધિક્કારું છું.”


ઈશ્વરની નિયત યોજના અને પૂર્વજ્ઞાન પ્રમાણે ઈસુને તમારા હાથમાં સોંપી દેવાયા હતા; તમે તેમને દુષ્ટ માણસોને હાથે ક્રૂસે જડીને મારી નંખાવ્યા.


“જો કોઈ ગુલામ તેના માલિક પાસેથી નાસી છૂટીને તમારે શરણે આવે તો તમારે તેને તેના માલિકને પાછો સોંપવો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan