Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હબાકુક 1:10 - પવિત્ર બાઇબલ C.L.

10 તેઓ રાજાઓનો તિરસ્કાર કરે છે અને સેનાનાયકોની મજાક ઉડાવે છે. કોઈ કિલ્લેબંધી તેમને રોકી શક્તી નથી. કારણ, તેઓ તેની સમાન્તર સપાટીનો ઢોળાવ બનાવી તેને સર કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 હા, તે રાજાઓની મશ્કરી કરે છે, ને અમલદારો તો તેની નજરમાં હાસ્યરૂપ છે. દરેક કિલ્લાની તે હાંસી કરે છે. કેમ કે ધૂળના ઢગલા કરીને તે તેને લઈ લે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તેઓ રાજાઓની મશ્કરી કરે છે, સરદારો તો તેમની નજરમાં હાસ્યરૂપ છે. તે દરેક કિલ્લાઓની હાંસી ઉડાવે છે, કેમ કે તેઓ પૃથ્વી પરથી ધૂળના ઢગલા કરી તેને લઈ લે છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 “અને તેઓ રાજાઓની મશ્કરી કરે છે, ને સરદારો તો તેની નજરમાં હાસ્યરૂપ છે. તેથી તેઓના કિલ્લાઓની તે હાંસી ઉડાવે છે. કિલ્લાઓના કોટ આગળ ધૂળના ઢગલા કરી બહુ આસાનીથી તેઓને જીતી લે છે.

Faic an caibideil Dèan lethbhreac




હબાકુક 1:10
14 Iomraidhean Croise  

યહોયાખીન રાજા તેમ જ તેની માતા, તેના પુત્રો, તેના દરબારીઓ, તેના રાજમહેલના અધિકારીઓ બેબિલોનના રાજાને શરણે ગયા. નબૂખાદનેસ્સારે પોતાના અમલના આઠમા વર્ષમાં યહોયાખીનને કેદ કરી લીધો.


વસંતસંપાતને સમયે નબૂખાદનેસ્સાર રાજા યહોયાખીનને કેદ કરી બેબિલોન લઈ ગયો અને પ્રભુના મંદિરનો કીમતી ખજાનો પણ ઉપાડી ગયો. પછી નબૂખાદનેસ્સારે યહોયાખીનના ક્ક્ સિદકિયાને યહૂદિયા અને યરુશાલેમનો રાજા બનાવ્યો.


બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે યહૂદિયા પર હુમલો કરી યહોયાકીમને પકડયો અને તેને સાંકળે બાંધી બેબિલોન લઈ ગયો.


શું મેં જેમ કાલ્નો પર તેમ ર્ક્કમીશ પર, જેમ હમાથ પર તેમ આર્પાદ પર અને જેમ સમરૂન પર તેમ દમાસ્ક્સ પર જીત મેળવી નથી?


તને જોનારા તારી સામે તાકી રહેશે અને તારી દશા વિષે વિચારશે, ‘પૃથ્વીને કંપાવનાર અને રાજ્યોને ધ્રૂજાવનાર શું આ જ માણસ છે?


હમાથ, આર્પાદ, સફાર્વાઇમ, હેના અને ઇવ્વા નગરોના રાજાઓ કયાં છે?’


“મેં એક ભયાનક ચીસ સાંભળી, તેમાં શાંતિનો નહિ, પણ આતંકનો પોકાર હતો,


પ્રભુએ કહ્યું, “જો બેબિલોનના લશ્કરે યરુશાલેમ નગરને જીતી લેવા માટે મોરચા ઊભા કર્યા છે; ખાલદીઓએ તે પર રહીને હલ્લો ચલાવ્યો છે અને યુદ્ધ, દુકાળ અને રોગચાળાને લીધે નગર તેમના હાથમાં પડયું છે. તારો સંદેશ સાચો પડયો છે અને તે તું તારી નજરે જુએ છે.”


કારણ, હું ઇઝરાયલનો ઈશ્વર પ્રભુ આ પ્રમાણે કહું છું: યરુશાલેમનાં મકાનો અને યહૂદિયાના રાજાઓના મહેલોને ખાલદીઓનાં લશ્કર ઘેરા આક્રમણથી તોડી પાડી ખંડેર બનાવશે.


હું તમારા પર મારો કોપ રેડીશ અને મારો ક્રોધાગ્નિ વરસાવીશ. હિંસાખોર અને ક્રૂર માણસોના હાથમાં હું તમને સોંપી દઇશ.


તળપ્રદેશનાં ઉપનગરોમાં રહેતા લોકો લડાઈમાં માર્યા જશે. શત્રુ તારી વિરુદ્ધ ખાઈઓ ખોદશે, માટીના ઢોળાવ બાંધશે, ને તારી સામે મોટી આડશો ઊભી કરશે.


સંહારના એ દિવસે રાજપુરુષો, રાજકુમારો અને વિદેશી રીતરિવાજોનું અનુકરણ કરનારા સૌનો હું નાશ કરીશ.


Lean sinn:

Sanasan


Sanasan