Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 9:6 - પવિત્ર બાઇબલ C.L.

6 મેં ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માનવજાતને સર્જી હોઈ જો કોઈ અન્ય માણસનો જીવ લે તો તેનો જીવ પણ લેવાશે. હું પ્રત્યેક માણસ પાસેથી તેના સાથીમાનવના જીવનો બદલો માગીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 માણસનું રક્ત જે કોઈ વહેવડાવે, તેનું રક્ત માણસથી વહેવડાવવામાં આવશે, કેમ કે ઈશ્વરે પોતાની પ્રતિમા પ્રમાણે માણસને ઉત્પન્‍ન કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 જે કોઈ માણસનું લોહી વહેવડાવે, તેનું લોહી પણ માણસથી વહેવડાવાશે, કેમ કે ઈશ્વરે પોતાની પ્રતિમા પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 “દેવે મનુષ્યને પોતાના સ્વરૂપમાં બનાવ્યો છે તેથી જો કોઈ માંણસનું લોહી રેડશે, તો તેનું લોહી માંણસ રેડશે.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 9:6
32 Iomraidhean Croise  

આજે તમે મને તમારી સંમુખથી આ પ્રદેશમાંથી કાઢી મૂકો છો, એટલે હું પૃથ્વી પર ભટક્તો ફરીશ; અને જે કોઈ મને જોશે તે મને મારી નાખશે.”


રૂબેને કહ્યું, “મેં તમને નહોતું કહ્યું કે એ છોકરા સંબંધી અપરાધ ન કરો? પણ તમે મારું સાંભળ્યું જ નહિ. હવે આપણી પાસેથી તેના રક્તનો બદલો લેવાઈ રહ્યો છે.”


આદમની વંશાવળી આ પ્રમાણે છે. ઈશ્વરે માનવજાતને ઉત્પન્‍ન કરી ત્યારે તેમણે તેમને પોતાના સ્વરૂપ પ્રમાણે બનાવ્યાં.


તો પછી પોતાના ઘરમાં ઊંઘતા નિર્દોષ માણસને મારી નાખનાર દુષ્ટોની કેવી ભૂંડી દશા થવી જોઈએ. એના ખૂનનો બદલો હું હવે તમારી પાસે લઈશ, અને પૃથ્વીના પટ પરથી તમને નષ્ટ કરી દઈશ.”


તું તેને નિર્દોષ ઠરાવીશ નહિ; પણ તેને સજા કરજે. તારે શું કરવું તેની સમજ તારામાં છે. તે માર્યો જાય તે જોજે.”


અહાઝયા રાજાની માતા અથાલ્યાએ તેના પુત્રના ખૂનના સમાચાર સાંભળ્યા કે તેણે રાજકુટુંબના બધા વંશજોને મારી નાખવાનો હુકમ કર્યો.


આમ તેઓ તેને માટે રસ્તો કરીને તેને પકડીને રાજમહેલે લઈ ગયા અને ત્યાં અશ્વદરવાજે તેને મારી નાખી.


બધા લોકો ખુશખુશાલ થઈ ગયા અને રાજમહેલમાં અથાલ્યાને મારી નાખવામાં આવી હતી તેથી શહેરમાં શાંતિ પ્રવર્તતી હતી.


આમોનના અમલદારોએ તેની વિરુદ્ધ કાવતરું કરીને તેને તેના મહેલમાં જ મારી નાખ્યો.


તમારી વિરુદ્ધ, હા તમારી જ વિરુદ્ધ મેં પાપ કર્યું છે, અને તમારી દષ્ટિમાં જે ભૂંડું છે તે મેં કર્યું છે. તેથી મને દોષિત જાહેર કરવામાં તમે સાચા છો અને મને ગુનેગાર ઠરાવતા તમારા ન્યાયચુકાદામાં તમે વાજબી છો.


“તમે ખૂન ન કરો.


ખૂનના આરોપી ધરપકડથી બચવા કૂવામાં ય કૂદી પડશે.


ઘા કરવાનો સમય અને સાજા કરવાનો સમય, તોડવાનો સમય અને બાંધવાનો સમય,


“જો કોઈ ખૂન કરે તો તેને મોતની સજા ફટકારવામાં આવે.


“પણ જો કોઈ માણસ કોઈને લોખંડ, પથ્થર કે લાકડાના હથિયારથી મારે તો તેણે ખૂન કર્યું છે. ખૂનીને મોતની સજા થવી જ જોઈએ. ખૂનીને મારી નાખવાની જવાબદારી મરનારના સૌથી નિકટના સગાની છે. જ્યારે તે તેને શોધી કાઢે ત્યારે તેણે તેને મારી નાખવો.


સમાજે એ ખૂનીનું મરનારના સૌથી નિકટના સગાથી રક્ષણ કરવું અને જે આશ્રય નગરમાં તે નાસી છૂટયો હોય ત્યાં તેને પાછો પહોંચાડવો. પવિત્ર તેલથી અભિષિક્ત થયેલા પ્રમુખ યજ્ઞકારના મૃત્યુ સુધી તેણે તે આશ્રયનગરમાં જ રહેવું.


તેમ કરવાથી જે દેશમાં તમે વસો છો તે અપવિત્ર થાય છે. ખૂન દેશને ભ્રષ્ટ કરે છે. ખૂનીના ખૂન સિવાય ભ્રષ્ટ થયેલી ભૂમિના શુદ્ધિકરણ માટે બીજું કોઈ પ્રાયશ્ર્વિત નથી.


ત્યારે ઈસુએ તેને કહ્યું, તારી તલવાર તેના મ્યાનમાં પાછી મૂક. કારણ, જે તલવાર ચલાવે છે તે તલવારથી જ માર્યો જશે.


તે તો તમારા ભલા માટે ઈશ્વર તરફથી નિમાયેલો સેવક છે. જો તમે ભૂંડું કરો, તો જ તમને તેની બીક લાગે. કારણ, તેની પાસે સજા કરવાની ખરેખરી સત્તા છે. તે તો ભૂંડાં ક્મ કરનારને સજા કરવા ઈશ્વરથી નિમાયેલો સેવક છે.


પુરુષે પોતાનું માથું ઢાંકવાની કોઈ જરૂર નથી. કારણ, તે ઈશ્વરના સ્વરૂપ અને મહિમાનું પ્રતિબિંબ છે. પણ સ્ત્રી તો પુરુષનો મહિમા પ્રગટ કરે છે.


“પરંતુ જો કોઈ માણસ બીજા માણસ પર વૈરભાવ હોવાથી અને સંતાઈ રહીને લાગ મળતાં એ માણસ પર હુમલો કરી તેની હત્યા કરે અને પછી આશ્રય માટેના કોઈ નગરમાં નાસી છૂટે,


‘તમે ખૂન ન કરો.


આપણે આપણા પ્રભુ અને ઈશ્વરપિતાની સ્તુતિ કરવા તેનો ઉપયોગ કરીએ છીએ અને સાથે સાથે ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે સર્જવામાં આવેલા આપણા સાથી માનવોને તે જ જીભથી શાપ આપીએ છીએ.


જે બંદીવાસમાં જવાના હોય તે બંદીવાસમાં જશે; જે તલવારથી માર્યા જવાના હોય, તે તલવારથી જ માર્યા જશે. આ બધું તો ઈશ્વરના લોકોમાં સહનશક્તિ અને વિશ્વાસ માંગી લે છે.


પોતાના સિત્તેર ભાઈઓનો સંહાર કરીને અબિમેલેખે પોતાના પિતા વિરુદ્ધ કરેલા ગુના માટે ઈશ્વરે તેને એવો બદલો આપ્યો.


શમુએલે કહ્યું, “તારી તલવારે ઘણી માતાઓને પુત્રહીન કરી છે. તેમ હવે તારી માતા પણ પુત્રહીન બનશે.” એમ તેણે ગિલ્ગાલમાં પ્રભુની વેદીની આગળ અગાગના કાપીને ટુકડા કર્યા.


Lean sinn:

Sanasan


Sanasan