Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 9:16 - પવિત્ર બાઇબલ C.L.

16 વાદળોમાં મેઘધનુષ્ય દેખાશે ત્યારે તે જોઈને મારી અને પૃથ્વીના સર્વ જાતનાં સજીવ પ્રાણીઓ વચ્ચેનો એ સાર્વકાલિક કરાર હું યાદ કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને ધનુષ્ય વાદળમાં થશે; અને ઈશ્વર તથા પૃથ્વીનાં સર્વ દેહધારીમાંના હરેક સજીવ પ્રાણીની વચ્‍ચે, જે સર્વકાળનો કરાર છે તે સંભારવાને હું ધનુષ્યની સામે જોઈશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 મેઘધનુષ્ય વાદળમાં દેખાશે અને ઈશ્વર પૃથ્વીનાં સર્વ સજીવ પ્રાણીની વચ્ચે, જે સર્વકાળનો કરાર છે તે યાદ રાખવાને હું ધનુષ્યની સામે જોઈશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 જયારે હું ધ્યાનથી વાદળોમાં મેઘધનુષ્યને જોઈશ ત્યારે મને માંરી અને પૃથ્વી પરના બધા જીવો વચ્ચેનો કાયમનો કરાર યાદ આવશે.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 9:16
14 Iomraidhean Croise  

તમારે તમારા ઘરમાં જન્મેલા ગુલામની અથવા પૈસાથી ખરીદેલા ગુલામની પણ સુન્‍નત કરાવવી. તમારા શરીરમાંની એ નિશાની તમારી સાથેનો મારો સાર્વકાલિક કરાર સૂચવશે.


ત્યારે ઈશ્વરે કહ્યું, “તારી પત્ની સારાને તારાથી એક પુત્ર જનમશે; તારે તેનું નામ ઈસ્હાક [અર્થાત્ તે હસે છે] પાડવું. હું તેની સાથે કરાર કરીશ. એ કરાર તેના વંશજોને માટે કાયમનો કરાર થશે.


હું તારામાંથી પ્રજાઓનું નિર્માણ કરીશ અને તારા વંશમાંથી રાજાઓ ઊભા થશે. તારો તેમ જ તારા બધા વંશજોનો ઈશ્વર થવાને હું મારી અને તારી સાથે અને પેઢી દર પેઢીના તારા વંશજો સાથે સાર્વકાલિક કરાર કરીશ.


ઈશ્વરે નૂહને કહ્યું, “પૃથ્વીનાં સર્વ સજીવ પ્રાણીઓ સાથે કરેલા મારા કરારનું એ ચિહ્ન છે.”


તેથી ઈશ્વર સમક્ષ મારો રાજવંશ અચળ છે; કારણ, તેમણે મારી સાથે સનાતન કરાર કર્યો છે. એ કરાર સચોટ અને બાંયધરીવાળો છે; તો પછી પ્રભુ પૂરેપૂરી સહાય નહિ કરે? તે મારી ઇચ્છા ફળીભૂત નહિ કરે?


કાન દઈને મારું સાંભળો અને મારી પાસે આવો. મારી પાસે આવો એટલે તમને જીવન પ્રાપ્ત થશે. હું તમારી સાથે સનાતન કરાર કરીશ અને દાવિદને વચનપૂર્વક આપેલી આશિષો તમને આપીશ.


હું તેમની સાથે સાર્વકાલિક કરાર કરીશ. હું તેમનું કલ્યાણ કરવામાં ખચકાઈશ નહિ અને તેઓ ફરી કદી મારો ત્યાગ ન કરે માટે હું તેમના હૃદયમાં મારા પ્રત્યે પૂજ્યભાવયુક્ત ડર મૂકીશ.


હું તેમને આશિષ આપીશ અને મારા પર્વતની આસપાસનાં સ્થળોને આશીર્વાદિત કરીશ. હું ઋતુ અનુસાર વરસાદ વરસાવીશ. તે તેમને માટે આશિષની વૃષ્ટિ બની રહેશે.


હું તેમની સાથે તેમને કાયમની સલામતીની બાંયધરી આપતો શાંતિનો કરાર કરીશ. હું તેમનું સંસ્થાપન કરીશ, તેમના વંશવેલાની વૃધિ કરીશ અને તેમની મધ્યે સદાને માટે મારા મંદિરને સ્થાપીશ.


હવે શાંતિદાતા ઈશ્વર જેમણે ઘેટાંઓના મહાન પાલક આપણા પ્રભુ ઈસુને, સનાતન કરાર પાકો કરવા માટે પોતાનું રક્ત રેડવાને કારણે સજીવન કર્યા,


Lean sinn:

Sanasan


Sanasan