Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 8:2 - પવિત્ર બાઇબલ C.L.

2 ભૂગર્ભજળનાં ઝરણાં અને આકાશની બારીઓ બંધ થયાં અને આકાશમાંથી વરસાદ વરસતો અટકી ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 વળી જળનિધિના ઝરા, તથા આકાશનાં દ્વારો બંધ થયાં, ને આકાશમાંથી [પડતો] વરસાદ રહી ગયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 જળનિધિના ઝરા, આકાશના દ્વારો બંધ થયાં અને વરસાદ વરસતો અટકી ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 આકાશમાંથી વરસતો વરસાદ બંધ થઈ ગયો. અને જમીનમાંથી નીચેથી વહેતાં પાણી પણ બંધ થઈ ગયાં.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 8:2
10 Iomraidhean Croise  

નૂહના આયુષ્યના છસોમા વર્ષના બીજા માસના સત્તરમા દિવસે આમ થયું: ભૂગર્ભજળનાં ઝરણાં ફૂટી નીકળ્યાં અને આકાશની બારીઓ ખૂલી ગઈ.


અને ચાલીસ દિવસ અને ચાલીસ રાત સુધી પૃથ્વી પર વરસાદ પડયો.


સાત દિવસ પછી હું પૃથ્વી પર ચાળીસ દિવસ અને ચાળીસ રાત વરસાદ વરસાવીશ અને મેં સર્જેલા બધા સજીવો પૃથ્વી પરથી નાશ પામશે.”


શું તું સમુદ્રના ઊંડાણમાં આવેલા ઝરાઓના ઉદ્ગમસ્થાનમાં પ્રવેશ્યો છે? અને તું અધોલોકના તળિયા પર ફરી વળ્યો છે?


પોતાના ડહાપણથી કોઈ વાદળાંની ગણતરી કરી શકે? અથવા વરસાદ માટે આકાશી મશકો નમાવી શકે?


જ્યારે તેમણે આકાશમાં વાદળો જમાવ્યાં, અને જળનિધિનાં ઝરણાં વહાવ્યાં ત્યારે હું ત્યાં હાજર હતું.


તમે મને પાતાળમાં, દરિયાના છેક તળિયે ફેંકી દીધો. ત્યાં મારી ચારેબાજુ પાણી હતાં અને તમારાં જોરદાર મોજાં મારા પર ફરી વળ્યાં હતાં.


મારા ઉપર પણ ઉપરી અધિકારીઓની સત્તા છે, અને મારા હાથ નીચે સૈનિકો છે. એકને હું હુકમ કરુ છું, ’જા’, એટલે તે જાય છે. બીજાને કહું છું, ’આવ’, એટલે તે આવે છે અને મારા નોકરને કહું છું, ’આ પ્રમાણે કર’ એટલે તે તે પ્રમાણે કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan