Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 7:4 - પવિત્ર બાઇબલ C.L.

4 સાત દિવસ પછી હું પૃથ્વી પર ચાળીસ દિવસ અને ચાળીસ રાત વરસાદ વરસાવીશ અને મેં સર્જેલા બધા સજીવો પૃથ્વી પરથી નાશ પામશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 કેમ કે સાત દિવસ પછી હું પૃથ્વી પર ચાળીસ દિવસ તથા ચાળીસ રાત સુધી વરસાદ વરસાવીશ; અને જે સર્વ પ્રાણીઓ મેં ઉત્પન્‍ન કર્યાં છે, તેઓનો નાશ હું પૃથ્વી પર કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 સાત દિવસ પછી હું પૃથ્વી પર ચાળીસ દિવસ અને ચાળીસ રાત સુધી વરસાદ વરસાવીશ. મેં ઉત્પન્ન કર્યાં છે એ સર્વ સજીવોનો હું પૃથ્વી પરથી નાશ કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 હવે હું સાત દિવસ પછી 40 દિવસ અને 40 રાત પૃથ્વી પર વરસાદ વરસાવીશ. અને મેં ઉત્પન્ન કરેલ એક એક જીવને હું પૃથ્વી પરથી ભૂંસી નાખીશ.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 7:4
23 Iomraidhean Croise  

ત્યારે પૃથ્વી પર ખેતરનો કોઈ છોડ કે કોઈ શાકભાજી ઊગ્યાં નહોતાં. કારણ, ઈશ્વરે પૃથ્વી પર વરસાદ વરસાવ્યો નહોતો અને જમીન ખેડનાર પણ કોઈ નહોતું.


ઈશ્વરે નૂહને કહ્યું, “મેં બધા લોકોનો અંત લાવી દેવાનો નિશ્ર્વય કર્યો છે. હું લોકોનો પૃથ્વી પરથી સંપૂર્ણ સંહાર કરીશ. કારણ, પૃથ્વી હિંસાખોરીથી ભરાઈ ગઈ છે.


આકાશ નીચેની તમામ જીવસૃષ્ટિનો નાશ કરવા માટે હું જળપ્રલય મોકલવાનો છું. તેનાથી જીવનનો શ્વાસ ધરાવનાર પ્રત્યેક પ્રાણીનો નાશ થશે.


ત્યારે પ્રભુએ કહ્યું, “મારો આત્મા માણસમાં સદા વાસો કરશે નહિ, કારણ, માણસ આખરે મર્ત્ય છે. હવે પછી માણસની આયુમર્યાદા માત્ર 120 વર્ષની રહેશે.”


તેથી તેમણે કહ્યું, “મેં ઉત્પન્‍ન કરેલ પૃથ્વી પરના સર્વ માણસોનો, પશુઓનો, પેટે ચાલનારાં પ્રાણીઓનો તેમ જ પક્ષીઓનો હું વિનાશ કરીશ; તેમનું સર્જન કરવા બદલ મને દિલગીરી થાય છે.”


સાત દિવસ પછી જળપ્રલય થયો.


અને ચાલીસ દિવસ અને ચાલીસ રાત સુધી પૃથ્વી પર વરસાદ પડયો.


પૃથ્વી પર ચાલીસ દિવસ સુધી જળપ્રલય ચાલુ રહ્યો અને પાણી વધવાં લાગ્યાં એટલે વહાણ જમીન પરથી ઊંચકાયું.


વળી, સર્વ જાતનાં પક્ષીઓની નરમાદાની સાત સાત જોડ લે. એ રીતે પૃથ્વી પર બધા સજીવોનો વંશવેલો ચાલુ રહેશે અને તેઓ પૃથ્વી પર ફરી વૃદ્ધિ પામશે.


સાત દિવસ રાહ જોયા પછી નૂહે ફરીથી કબૂતરને બહાર મોકલ્યું.


બીજા સાત દિવસ રાહ જોયા પછી નૂહે ફરીથી કબૂતરને બહાર મોકલ્યું. પરંતુ આ વખતે તે તેની પાસે પાછું આવ્યું નહિ.


ભૂગર્ભજળનાં ઝરણાં અને આકાશની બારીઓ બંધ થયાં અને આકાશમાંથી વરસાદ વરસતો અટકી ગયો.


તેઓ તો તેમનો નિયત સમય પૂરો થાય તે પહેલાં ઝડપી લેવાયા, અને ધરમૂળથી પૂરમાં તણાઈ ગયા.


જ્યારે ઈશ્વરે વાયુને વજન બક્ષ્યું, અને સાગરોની સીમા ઠરાવી;


જીવનના પુસ્તકમાંથી તેમનાં નામ ભૂંસી નાખો; સદાચારીઓમાં એમની નોંધ ન રાખો.


તેથી પ્રભુ તારે વિષે આ પ્રમાણે કહે છે. હું તને પૃથ્વીના પડ પરથી ફેંકી દઈશ. તેં લોકોને પ્રભુની વિરુદ્ધ બંડ કરવા માટે ઉશ્કેર્યા છે. તેથી તું આ વર્ષે જ મૃત્યુ પામશે.”


કાપણીના હજી તો ત્રણ માસ બાકી હતા ત્યારે ખરી જરૂરના સમયે મેં વરસાદ અટકાવ્યો. મેં એક શહેર પર વરસાદ વરસાવ્યો, તો બીજા શહેર પર નહિ. એક ખેતર પર વરસાદ વરસાવ્યો, પણ બીજા ખેતર પર નહિ. જે ખેતરમાં વરસાદ ન પડયો તે સુકાઈ ગયું.


વિજયધ્વંતો એવી જ રીતે વસ્ત્રો પહેરશે અને ફરશે. વળી, જીવનના પુસ્તકમાંથી હું તેમનાં નામ ભૂંસી નાખીશ નહિ. મારા પિતાની અને તેમના દૂતોની સન્મુખ હું જાહેરમાં કબૂલ કરીશ કે તેઓ મારા છે.


Lean sinn:

Sanasan


Sanasan