Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 7:1 - પવિત્ર બાઇબલ C.L.

1 પ્રભુએ નૂહને કહ્યું, “તું અને તારું આખું કુટુંબ વહાણમાં જાઓ, કારણ, આ જમાનામાં મને માત્ર તું એકલો જ યથાયોગ્ય રીતે વર્તનાર જણાયો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને યહોવાએ નૂહને કહ્યું, “તું ને તારા ઘરનાં બધાં માણસો વહાણમઆં આવો; કેમ કે આ પેઢીમાં મેં તને જ મારી સમક્ષ ન્યાયી જોયો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ઈશ્વરે નૂહને કહ્યું, “તું, તારા કુટુંબ સાથે, વહાણમાં આવ, કેમ કે આ પેઢીમાં મારી સમક્ષ તું એકલો જ ન્યાયી માલૂમ પડ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 પછી યહોવાએ નૂહને કહ્યું, “મેં જોયું છે કે, આ સમયે પાપી લોકોમાં તું જ એક ન્યાયી વ્યકિત છે એટલે તું તારા પરિવારને ભેગો કર. અને તમે બધા વહાણમાં જાઓ.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 7:1
26 Iomraidhean Croise  

પરંતુ હું તારી સાથે મારો કરાર સ્થાપીશ. તું, તારી પત્ની, તારા પુત્રો તથા તેમની પત્નીઓએ વહાણમાં જવાનું છે.


આ નૂહની વાત છે: તે ઈશ્વરપરાયણ અને પોતાના જમાનામાં એકમાત્ર નિર્દોષ માણસ હતો.


તે જ દિવસે નૂહ, તેના ત્રણ પુત્રો એટલે શેમ, હામ અને યાફેથ, નૂહની પત્ની તથા તેની પુત્રવધૂઓ વહાણમાં ગયાં.


તે, તેની પત્ની, તેના પુત્રો અને તેની પુત્રવધૂઓ જળપ્રલયથી બચવા વહાણમાં ગયાં.


હું નિર્દોષ છું અને અન્યાય કરવાથી મેં પોતાને સાચવ્યો છે.


સદાચારી સલામતી અનુભવે છે, પણ દુરાચારી પકડાઈ જાય છે.


પ્રભુ પ્રત્યેનો આદરયુક્ત ડર માણસને દૃઢ વિશ્વાસ અને તેના કુટુંબને સલામતી બક્ષે છે.


યાહવેનું નામ મજબૂત કિલ્લો છે; નેકજન તેમાં શરણું લઈ સલામત રહે છે.


એ સમયે એ દેશમાં નૂહ, દાનિયેલ અને યોબ એ ત્રણ માણસો હોય તો પણ પોતાના સદાચરણથી ફક્ત પોતાની જ જિંદગી બચાવી શકશે. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું.


હે દેશના નમ્રજનો, તથા તેમનો નિયમ પાળનાર લોકો, પ્રભુ તરફ પાછા ફરો. સદાચાર કરો અને પ્રભુ સમક્ષ પોતાને દીન કરો; પ્રભુ પોતાનો રોષ ઠાલવે તે દિવસે તમને કદાચ સંતાવાને આશ્રયસ્થાન મળી રહે.


તેઓ બન્‍ને ઈશ્વરપરાયણ જીવન જીવતાં હતાં અને તેમની બધી આજ્ઞાઓ તથા નીતિનિયમો પાળતાં હતાં.


“નૂહના સમયમાં જેમ બન્યું તેમ માનવપુત્રના સમયમાં પણ બનશે.


કારણ, ઈશ્વરનું વરદાન તમારે માટે, તમારાં બાળકો માટે, અને જેઓ દૂર છે, કે જેમને આપણા ઈશ્વરપિતા પોતાની તરફ બોલાવશે તે બધાંને માટે છે.”


વિશ્વાસને લીધે હજી નજરે જોઈ નથી તેવી આવી પડનાર બાબતો અંગે ઈશ્વર તરફથી મળેલી ચેતવણીઓ નૂહે સાંભળી. તે ઈશ્વરને આધીન થયો, અને તેણે એક મોટું વહાણ બનાવ્યું. આથી તેનો તથા તેના કુટુંબનો બચાવ થયો. આ રીતે તેણે દુનિયાને દોષિત ઠરાવી અને વિશ્વાસ દ્વારા જ તે ઈશ્વર સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકૃત ઠર્યો.


નૂહ વહાણ બનાવતો હતો ત્યારે જેમને માટે ઈશ્વરે ધીરજથી રાહ જોઈ અને જેઓ તેમને આધીન થયા નહોતા એવા લોકોના એ આત્માઓ હતા. વહાણમાંથી બહુ ઓછા, એટલે બધા મળીને આઠ માણસો પાણીથી બચી ગયાં.


Lean sinn:

Sanasan


Sanasan