Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 6:16 - પવિત્ર બાઇબલ C.L.

16 વહાણની ઉપર છાપરું બનાવ, અને છાપરા તથા દીવાલો વચ્ચે આશરે 44 સેન્ટીમીટર જેટલી જગ્યા રાખ. વળી, વહાણ ત્રણ માળનું બનાવ, અને એક તરફ દરવાજો મૂક.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 વહાણમાં તું બારી કર, ને ઉપરથી એક હાથ છોડીને તું તેને પૂરી કર. અને વહાણનું દ્વાર તેના એક પાસામાં મૂક. અને વહાણનો નીચલો તથા બીજો તથા ત્રીજો એવાં ત્રણ મજલા તું કર.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 વહાણમાં છતથી એક હાથ નીચે બારી બનાવ. અને તું તેમાં નીચેનો, વચ્ચેનો તથા ઉપરનો એવા ત્રણ ખંડો બનાવ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 વહાણમાંથી 18 ઇંચ નીચે એક બારી રાખજે, અને વહાણની એક બાજુએ બારણું રાખજે. વહાણમાં ત્રણ માંળ રાખજે: નીચલો, વચલો અને ઉપલો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 6:16
9 Iomraidhean Croise  

વહાણ આશરે 140 મીટર લાંબું, 23 મીટર પહોળું અને 13.5 મીટર ઊંચું બનાવ.


આકાશ નીચેની તમામ જીવસૃષ્ટિનો નાશ કરવા માટે હું જળપ્રલય મોકલવાનો છું. તેનાથી જીવનનો શ્વાસ ધરાવનાર પ્રત્યેક પ્રાણીનો નાશ થશે.


ચાલીસ દિવસ પછી નૂહે પોતે બનાવેલી વહાણની બારી ઉઘાડીને એક કાગડાને બહાર મોકલ્યો. પણ પાણી સૂકાયાં ત્યાં સુધી કાગડો આમતેમ ઊડતો ફર્યો.


પ્રભુની કરારપેટી શહેરમાં લાવવામાં આવી રહી હતી ત્યારે શાઉલની પુત્રી મીખાલે બારીમાંથી ડોકિયું કર્યું અને તેણે રાજા દાવિદને પ્રભુની સમક્ષ નાચતો કૂદતો જોયો અને તેને તેના પ્રત્યે નફરત થઈ આવી.


યેહૂ યિઝ્રએલ આવી પહોંચ્યો. જે બન્યું હતું તેની ખબર પડતાં ઇઝબેલે આંખોમાં ક્જળ આંજયું. વાળ ઓળ્યા અને મહેલની બારીમાંથી નીચે જોઈ રહી હતી.


પરમપવિત્ર સ્થાન, ચોકના ખંડો, બંધ કરવાના દરવાજાની બારસાખો અને બારીઓ, તથા બારસાખોની સામે ત્રણે બાજુની ઓસરીઓ એ બધાં ભોંયતળિયાથી બારીઓ સુધી લાકડાથી મઢેલાં હતાં; બારીઓ તો બારીક જાળીવાળી હતી.


અંદરના ચોકમાં મંદિરને ફરતે આવેલી ખુલ્લી જગ્યાની દસ મીટરવાળી બાજુને અડીને બહારના ચોકની ફરસબંદીની સામે આવેલા ત્રણ માળમાં ઓરડીઓને એક ઉપર બીજો એમ ઝરુખા હતા.


ઘરનો માલિક ઊભો થઈને બારણું બંધ કરશે; પછી જ્યારે તમે બહાર ઊભા રહીને બારણું ખટખટાવશો અને કહેશો, ‘સાહેબ અમારે માટે બારણું ખોલો,’ ત્યારે તે જવાબ આપશે, ‘તમે ક્યાંના છો તે હું જાણતો નથી!’


Lean sinn:

Sanasan


Sanasan