Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 50:15 - પવિત્ર બાઇબલ C.L.

15 પોતાના પિતાના મૃત્યુ પછી યોસેફના ભાઈઓને થયું કે કદાચ યોસેફ આપણો દ્વેષ કરે અને આપણે તેનું જે ભૂંડું કર્યું હતું તે બધાંનો તે પૂરો બદલો વાળે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અને યૂસફના ભાઈઓએ જોયું કે અમારો પિતા મરી ગયો છે ને તેઓએ કહ્યું, “કદાચ યૂસફ અમારા પર દ્વેષ કરશે, ને અમે તેનું જે ભૂંડું કર્યું હતું તે સર્વનું વેર તે નકકી વાળશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 પિતાના મૃત્યુને લીધે યૂસફના ભાઈઓ ગભરાઈ ગયા. તેઓને મનમાં થયું કે, “જો યૂસફ આપણો દ્વેષ કરશે અને આપણે તેની સાથે જે દુર્વ્યવહાર કર્યો હતો તેનું વેર વાળવાનું તે ઇચ્છશે તો આપણું શું થશે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 પોતાના પિતાના મૃત્યુ પછી યૂસફના ભાઈઓને થયું કે, કદાચ યૂસફ અમાંરા પર દ્વેષ કરશે, અને આપણે એના ઉપર જે જે અપકાર્ય કર્યા છે તે બધાનો પૂરો બદલો લે તો?

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 50:15
13 Iomraidhean Croise  

તેમણે તેને દૂરથી જોયો અને તે તેમની નજીક પહોંચ્યો તે અગાઉ તેમણે તેને મારી નાખવાનું કાવતરું ઘડયું.


એ મિદ્યાની વેપારીઓ પાસે આવ્યા એટલે યોસેફના ભાઈઓએ તેને ખાડામાંથી બહાર કાઢયો. તેમણે ચાંદીના વીસ સિક્કામાં તેને ઇશ્માએલીઓને વેચી દીધો. તેઓ તેને ઇજિપ્તમાં લઈ ગયા.


એમ કહીને તેણે તેમને ત્રણ દિવસ સુધી જેલમાં નાખ્યા.


પોતાના પિતાને દફનાવ્યા પછી યોસેફ પોતાના ભાઈઓ અને તેની સાથે જેઓ તેના પિતાને દફનાવવા ગયેલા તે સૌને લઈને ઇજિપ્તમાં પાછો આવ્યો.


એટલે તેમણે યોસેફને સંદેશો મોકલ્યો, “તમારા પિતાએ મૃત્યુ પહેલાં આવી આજ્ઞા આપી હતી:


પરંતુ જુઓ, તેઓ મહાભયથી કંપી ઊઠશે; કારણ, ઈશ્વર તેમના ભક્તજનોના પક્ષમાં છે.


ભૂતકાળમાં ક્યારેય ન થયા હોય એવા આતંક્તિ તેઓ થશે. કારણ, ઈશ્વર પોતાના લોકના દુશ્મનોનાં હાડકાં વિખેરી નાખશે. ઈશ્વરે તેમનો ત્યાગ કર્યો છે, તેથી તેઓ પરાજયથી લજ્જિત થશે.


કોઈ પીછો કરતું ન હોય તો પણ દુષ્ટ નાસે છે, પરંતુ નેકજનો સિંહ જેવા હિમ્મતવાન હોય છે.


“તમારામાંથી દેશનિકાલ થયેલાઓને હું એવા ભયભીત કરીશ કે પવનથી પાંદડું હાલવાના અવાજથી જ તેઓ નાસવા લાગશે. યુદ્ધમાં જાણે કોઈ પાછળ પડયું હોય એ રીતે તેઓ નાસશે અને દુશ્મન નજીક ન હોવા છતાં તેઓ ઢળી પડશે.


તેમનું વર્તન બતાવી આપે છે કે તેમનાં હૃદયોમાં નિયમ કોતરાયેલો છે. એ વાતની સાક્ષી તેમનાં અંત:કરણો પણ આપે છે; કારણ, તેમના વિચારો તેમને કોઈવાર દોષિત ઠરાવે છે, તો કોઈવાર નિર્દોષ ઠરાવે છે.


Lean sinn:

Sanasan


Sanasan