Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 5:24 - પવિત્ર બાઇબલ C.L.

24 તેણે પોતાનું આખું જીવન ઈશ્વરની સંગતમાં ગાળ્યું. પછી તે અલોપ થઈ ગયો. કારણ, ઈશ્વરે તેને પોતાની પાસે ઉપાડી લીધો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 અને હનોખ ઈશ્વરની સંઘાતે‍ ચાલ્યો, અને તે અલોપ થયો; કેમ કે ઈશ્વરે તેને લઈ લીધો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 હનોખ ઈશ્વરની સંઘાતે ચાલતો હતો. પછી તે અદ્રશ્ય થઈ ગયો, કેમ કે ઈશ્વરે તેને લઈ લીધો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 એક દિવસ હનોખ દેવની સાથે ચાલી રહ્યો હતો, ત્યારે તે એકદમ અદ્રશ્ય થઈ ગયો; કેમ કે, દેવે તેને લઇ લીધો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 5:24
19 Iomraidhean Croise  

ત્યારે મારા માલિકે કહ્યું, ‘જે પ્રભુની સમક્ષ હું ચાલુ છું તે પોતાના દૂતને તારી સાથે મોકલશે અને તારા પ્રવાસને સફળ બનાવશે. તારે મારાં કુટુંબીજનોમાંથી અને મારા પિતાના ઘરમાંથી મારા પુત્ર માટે પત્ની લાવવી.


તેણે તેના ભાઈઓની પાસે પાછા આવીને કહ્યું, “છોકરો તો નથી, હવે હું ક્યાં જાઉં?”


તેમના પિતા યાકોબે તેમને કહ્યું, “તમે મને છોકરા વિનાનો કરી મૂકવાના છો. યોસેફ નથી, શિમયોન પણ નથી અને હવે તમે બિન્યામીનને લઈ જવા માંગો છો! એ બધાનું દુ:ખ તો મારે વેઠવું પડે છે.”


મથૂશેલાના જન્મ પછી હનોખ બીજાં ત્રણસો વર્ષ ઈશ્વરની સાથે ચાલ્યો અને તેને બીજાં પુત્રોપુત્રીઓ પણ થયાં.


હનોખ 365 વર્ષ સુધી જીવ્યો.


મથૂશેલા 187 વર્ષનો થયો ત્યારે તેને લામેખ નામે પુત્ર થયો.


આ નૂહની વાત છે: તે ઈશ્વરપરાયણ અને પોતાના જમાનામાં એકમાત્ર નિર્દોષ માણસ હતો.


એલિયાને વંટોળિયા મારફત આકાશમાં ઊંચકી લેવાનો પ્રભુનો સમય આવી પહોંચ્યો. એલિયા અને એલિશા ગિલ્ગાલથી ઉપડયા.


એલિયાએ કહ્યું, “આ માગણી અત્યંત અઘરી છે. પણ જો તું મને ઊંચકાઈ જતો જોશે તો તું તે જરૂર પામીશ; પણ જો તું મને જતો નહિ જુએ તો નહિ મળે.”


ચાલતાં ચાલતાં તેઓ વાતો કરતા હતા તેવામાં અગ્નિઘોડાઓથી ચાલતો એક અગ્નિરથ એકાએક તે બન્‍નેની વચમાં આવી ગયો અને એલિયા વંટોળિયામાં આકાશમાં ઉંચકાઈ ગયો.


એ દૃશ્ય જોઈને, એલિશા બૂમ પાડી ઊઠયો, “બાપ રે બાપ, ઇઝરાયલના રથો અને તેમના સવારો!” પછી તેણે એલિયાને કદી જોયો નહિ. એલિશાએ દુ:ખમાં ને દુ:ખમાં પોતાનો ઝભ્ભો ફાડીને તેના બે ભાગ કરી નાખ્યા.


પરંતુ ઈશ્વર મારા પ્રાણને ઉગારશે, શેઓલના પંજામાંથી તે મને ઝૂંટવી લેશે. (સેલાહ)


તમારા બોધ દ્વારા તમે મને દોરશો; અને આખરે તમારા મહિમામાં મારો અંગીકાર કરશો.


પ્રભુ આ પ્રમાણે કહે છે, “રામા પ્રદેશમાં રુદનનાં ડૂસકાં સંભળાય છે; એ અતિ કરુણ વિલાપ છે. રાહેલ પોતાનાં સંતાનો માટે રડે છે; અને તેના પુત્રો માટે સાંત્વન સ્વીકારવાની ના પાડે છે. કારણ, તેઓ તેની પાસે રહ્યાં નથી.


રામામાં રોકકળ અને વિલા પ સંભળાય છે. રાહેલ પોતાનાં બાળકો માટે રડે છે; તે આક્રંદ કરે છે અને દિલાસો પામવા માગતી નથી. કારણ, તે બધાં મરણ પામ્યાં છે.


ઈસુએ તેને કહ્યું, “હું તને સાચે જ કહું છું: તું આજે મારી સાથે પારાદૈસમાં હોઈશ.”


પણ જેમ તે પ્રકાશમાં છે તેમ આપણે પ્રકાશમાં જીવીએ તો આપણે એકબીજા સાથેની સંગતમાં રહીએ છીએ અને તેમના પુત્ર ઈસુનું રક્ત આપણને સર્વ પાપથી શુદ્ધ કરે છે.


આદમથી સાતમી પેઢીના હનોખે ઘણા સમય અગાઉ તેમને માટે આવું ભવિષ્યકથન કહ્યું હતું: “જુઓ, પ્રભુ પોતાના હજારોહજાર સંતો સાથે આવશે,


Lean sinn:

Sanasan


Sanasan