Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 49:8 - પવિત્ર બાઇબલ C.L.

8 “યહૂદા, તારા ભાઈઓ તારી પ્રશંસા કરશે, તારો હાથ તારા દુશ્મનોની ગરદન પકડશે. તારા પિતાના પુત્રો તારી આગળ નમશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 યહૂદા, તારા ભાઈઓ તારાં વખાણ કરશે; તારો હાથ તારા શત્રુઓની ગરદન પર રહેશે. તારા પિતાના પુત્રો તારી આગળ પ્રણામ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 યહૂદા, તારા ભાઈઓ તારી પ્રશંસા કરશે. તારો હાથ તારા શત્રુઓનો નાશ કરશે. તારા ભાઈના પુત્રો તને નમન કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 “યહૂદા, તારા ભાઈઓ તારી પ્રશંસા કરશે. તારો હાથ તારા શત્રુઓની ગરદન પર રહેશે; તારા પિતાના પુત્રો તારી આગળ પ્રણામ કરશે.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 49:8
38 Iomraidhean Croise  

લોકો તારી સેવા કરો, પ્રજાઓ તારી આગળ નમો. તું તારા ભાઈઓનો માલિક થા, અને તારી માતાના પુત્રો તારી આગળ નમો. તને શાપ દેનાર પર શાપ ઊતરો, અને તને આશિષ દેનાર આશિષ પામો.”


તેને ફરી ગર્ભ રહ્યો અને તેણે પુત્રને જન્મ આપ્યો અને તે બોલી, “હવે હું પ્રભુની સ્તુતિ કરીશ.” તેથી તેણે તેનું નામ યહૂદા (સ્તુતિ) પાડયું. એ પછી તેને સંતાન થતાં બંધ થયાં.


યોસેફ ઇજિપ્ત દેશનો અધિપતિ હતો અને તે જ દુનિયાના સર્વ લોકોને અનાજ વેચાતું આપતો હતો. તેથી યોસેફના ભાઈઓ આવ્યા અને ભૂમિ સુધી પોતાનાં માથાં નમાવીને તેને પ્રણામ કર્યા.


યહૂદાના પુત્રો: એર, ઓનાન, શેલા પેરેસ અને ઝેરા. પણ એર અને ઓનાન તો કનાનમાં જ મૃત્યુ પામ્યા હતા. પેરેસના પુત્રો: હેસરોન અને હામૂલ.


તમે મારા શત્રુઓને મારી આગળથી નસાડો છો, મારો તિરસ્કાર કરનારાઓનો હું વિનાશ કરું છું.


યુદ્ધમાં ભાગ લઈ શકે તેવા પુરુષોની કુલ સંખ્યાનો તેમણે રાજાને અહેવાલ આપ્યો. તેમની સંખ્યા ઇઝરાયલમાં આઠ લાખ અને યહૂદિયામાં પાંચ લાખની થઈ.


એમ ઇઝરાયલના સર્વ આગેવાનો દાવિદ રાજા પાસે હેબ્રોનમાં આવ્યા. દાવિદે તેમની સાથે પ્રભુની સમક્ષ કરાર કર્યો. તેમણે તેનો ઇઝરાયલના રાજા તરીકે અભિષેક કર્યો.


ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ મને અને મારા વંશજોને ઇઝરાયલ પર સદા રાજ કરવાને પસંદ કર્યા છે. તેમણે રાજસત્તા આપવા માટે યહૂદાના કુળને પસંદ કર્યું, અને યહૂદાના કુળમાંથી તેમણે મારા પિતાના કુટુંબને પસંદ કર્યું. એ આખા કુટુંબમાંથી મને પસંદ કરીને સમગ્ર ઇઝરાયલ પર રાજા બનાવવાનું તેમને પસંદ પડયું.


આમ તો યહૂદાનું કુળ સૌથી બળવાન બન્યું અને બધાં કુળોનો શાસક તેમાંથી ઊભો થયો, પણ જયેષ્ઠપુત્ર તરીકેનો હક્ક તો યોસેફનો જ રહ્યો.)


આસા રાજા પાસે ભાલા અને ઢાલ ધારણ કરતા યહૂદિયાના ત્રણ લાખ પુરુષો અને ભાલા ધનુષ્ય ધારણ કરતા બિન્યામીનના બે લાખ એંસી હજાર પુરુષોનું સૈન્ય હતું. તેઓ સૌ શૂરવીર અને તાલીમબદ્ધ યોદ્ધાઓ હતા.


એફ્રાઈમ, મનાશ્શા, અને શિમયોન કુળના ઘણા લોકો આસાના પક્ષમાં આવી ગયા હતા અને તેના રાજ્યમાં રહેતા હતા, કારણ, તેમણે જોયું કે તેના ઈશ્વર પ્રભુ તેની સાથે છે. આસાએ તેમને અને યહૂદિયા તથા બિન્યામીનના લોકોને બોલાવડાવ્યા.


તેણે યહૂદિયાનાં કિલ્લેબંધીવાળાં નગરોમાં, યહૂદિયાના ગ્રામ્ય વિસ્તારોમાં અને એફ્રાઈમના પ્રદેશમાં તેના પિતાએ જીતેલાં નગરોમાં લશ્કરી દળો ગોઠવ્યાં.


છતાં આશેર, મનાશ્શા અને ઝબુલૂનના કુળના કેટલાક લોકો યરુશાલેમ જવા તત્પર થયા.


ઈશ્વર યહૂદિયાના પ્રદેશમાં વિખ્યાત છે, ઇઝરાયલમાં તેમનું નામ મહાન છે


તેના રાજ્યની સતત વૃદ્ધિ થયા કરશે અને તેમાં અપરંપાર શાંતિ રહેશે. તે દાવિદ રાજાના અનુગામી તરીકે રાજ કરશે. હમણાંથી અનંતાનંત તેમનું રાજ્ય સચ્ચાઈ અને ન્યાયને આધારે સ્થપાશે અને ટકી રહેશે. સર્વસમર્થ પ્રભુના ઉમળકા પ્રમાણે એ સઘળું સિદ્ધ થશે.


તમારાં સંદર્શન જૂઠાં છે, તમારી આગાહી ખોટી છે; તમે દુષ્ટ અને અધમ છો, તમારો અંત આવી પહોંચ્યો છે. તમારી આખરી શિક્ષાના દિવસ આવી પહોંચ્યા છે, તમારી ગરદન પર તલવાર વીંઝાનાર છે.


દરેક વખતે એક જ ક્રમમાં તેઓ કૂચ કરતા. યહૂદા કુળના સૈન્યના વજવાળા લોકો તેમની ટુકડીઓ પ્રમાણે પ્રથમ ચાલી નીકળ્યા.


યહૂદાના કુળનાં આટલાં કુટુંબો હતાં. તેમની કુલ સંખ્યા 76,500 ની હતી.


તેણે યહૂદાના કૂળ વિષે કહ્યું: “હે પ્રભુ યહૂદાનો પોકાર સાંભળો, તેમને બીજાં કુળો સાથે જોડી દો: તે પોતાને માટે યુધ કરે, ત્યારે તેમના શત્રુઓ વિરુધ તેમને સહાય કરો.”


ત્યાં હવે તે પોતાના શત્રુઓને ઈશ્વર તેમના પગ મૂકવાનું આસન બનાવે તેની રાહ જુએ છે.


એ તો જાણીતી વાત છે કે તે તો યહૂદાના કુળમાં જન્મ્યા હતા; અને યજ્ઞકારો સંબંધી બોલતાં મોશેએ આ કુળનો ઉલ્લેખ કર્યો ન હતો.


તેમને યહોશુઆ પાસે લઈ ગયા એટલે યહોશુઆએ ઇઝરાયલના સર્વ માણસોને એકત્ર કર્યા અને તેની સાથે લડાઈમાં ગયેલા લશ્કરી અમલદારોને આવો આદેશ આપ્યો, “આગળ આવો, અને આ રાજાઓની ગરદન પર તમારા પગ મૂકો!” તેથી તેઓ આગળ આવ્યા અને પોતાના પગ તેમની ગરદન પર મૂકયા.


યહૂદાના કુળના વંશજોને તેમનાં ગોત્ર પ્રમાણે મળેલો પ્રદેશ આ છે.


પછી સાતમા દૂતે પોતાનું રણશિંગડું વગાડયું અને સ્વર્ગમાં મોટા અવાજો બોલતા સંભળાયા, “પૃથ્વી પર રાજ કરવાની સત્તા હવે આપણા પ્રભુની અને તેમના ખ્રિસ્તની છે અને તે સદાસર્વકાળ રાજ કરશે!”


ત્યારે એક વડીલે મને કહ્યું, “રડીશ નહિ, જો યહૂદાના કુળના સિંહે, એટલે દાવિદના કુળના વંશજે વિજય પ્રાપ્ત કર્યો છે અને તે સાત મુદ્રાઓ તોડીને એ પુસ્તક ઉઘાડવાને સમર્થ છે.”


ઇઝરાયલીઓએ બેથેલના ભક્તિ- સ્થાનમાં જઈને ઈશ્વરને પૂછયું, “બિન્યામીનીઓ સામે પ્રથમ હુમલો કોણ કરે?” પ્રભુએ જવાબ આપ્યો, “યહૂદાનું કુળ પ્રથમ જાય.”


Lean sinn:

Sanasan


Sanasan