Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 49:33 - પવિત્ર બાઇબલ C.L.

33 યાકોબે પોતાના પુત્રોને એ આજ્ઞા આપી પછી તે પથારીમાં પગ લંબાવીને સૂઈ ગયો અને અવસાન પામ્યો અને પોતાના પિતૃઓ સાથે મળી ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 અને યાકૂબ પોતાના દિકરાઓને આજ્ઞા આપી રહ્યો, ત્યાર પછી તેણે પોતાના પગ પલંગ પર લાંબા કરીને પ્રાણ છોડયો, ને તે પોતાના પૂર્વજોની સાથે મળી ગયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 જયારે યાકૂબે તેના દીકરાઓને સૂચનો તથા અંતિમ વાતો કહેવાનું પૂરું કર્યું ત્યારે તેણે પોતાના પલંગ પર લંબાવીને પ્રાણ છોડ્યો અને પોતાના પૂર્વજોની સાથે ભળી ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

33 યાકૂબે પોતાના પુત્રોને સૂચના આપ્યા પછી પોતાના પગ પથારીમાં લઈ સૂઈ ગયો અને પ્રાણ છોડયો, અને તે પોતાના પૂર્વજોની સાથે ભળી ગયો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 49:33
22 Iomraidhean Croise  

પ્રભુએ બહાર લઈ જઈને તેને કહ્યું, “આકાશ તરફ જો અને તારાથી ગણી શકાય તો તારાઓની ગણતરી કર; એટલાં તારાં સંતાન થશે.”


ઇશ્માએલ એક્સો સાડત્રીસ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો અને પોતાના પૂર્વજો સાથે મળી ગયો.


તે પોતાની વૃદ્ધાવસ્થામાં ઘણી મોટી ઉંમરે મરણ પામ્યો અને પોતાના પૂર્વજો સાથે મળી ગયો.


પછી તે વયોવૃદ્ધ થઈ મૃત્યુ પામ્યો અને પોતાના પૂર્વજોમાં મેળવાયો અને તેના પુત્રો એસાવ અને યાકોબે તેને દફનાવ્યો.


પછી યાકોબે પોતાના પુત્રોને બોલાવીને કહ્યું, “તમે બધા એકત્ર થાઓ એટલે તમારા પર ભવિષ્યમાં શું શું વીતશે તે હું તમને જાહેર કરું:


પછી તેણે તેમને આ આજ્ઞા આપી: “હું મારા પૂર્વજો સાથે મળી જવાનો છું. મને મારા પિતૃઓ સાથે એફ્રોન હિત્તીના ખેતરમાં આવેલી ગુફામાં દફનાવજો.


મેં એ ખેતર ગુફા સાથે હિત્તીઓ પાસેથી ખરીદ્યું હતું.”


ત્યારે યોસેફ પોતાના પિતાના મુખ પર પડીને રડવા તથા ચુંબન કરવા લાગ્યો.


સંદેશવાહક એલિશા મરણતોલ માંદો પડયો, અને તે મરવા પડયો હતો ત્યારે ઇઝરાયલનો રાજા યોઆશ તેની મુલાકાતે ગયો. તે રડતાં રડતાં બોલી ઊઠયો, “મારા પિતા, મારા પિતા, તમે તો રથો અને ઘોડેસ્વારોની સમાન ઇઝરાયલનું રક્ષણ કરનાર છો!”


એલિશા મરણ પામ્યો અને તેમણે તેને દફનાવ્યો. દર વર્ષે મોઆબીઓનાં ધાડાં ઇઝરાયલ પર ચઢી આવતાં.


પરંતુ માણસ મૃત્યુ પામે છે અને તેને પોઢાડી દેવાય છે. તે અંતિમ શ્વાસ પૂરો કરે પછી તે ક્યાં છે?


મને ખબર છે કે તમે મને મૃત્યુલોકમાં, એટલે સઘળા સજીવોના અંતિમસ્થાન તરફ લઈ જાઓ છો.


પાકેલ ધાન્યનો પૂળો મોસમે ખળામાં લવાય છે તેમ પાકટ વયે તું મૃત્યુ પામશે.


ત્યારે આપણું શરીર માટીમાં મળી જશે અને ઈશ્વરે આપેલો આત્મા તેની પાસે પાછો જશે.


“હે પ્રભુ, હવે તમારા સેવકને તમારા વચન પ્રમાણે શાંતિથી જવા દો;


પછી યાકોબ ઈજિપ્તમાં ગયો, અને ત્યાં તે તથા આપણા પૂર્વજો મરી ગયા.


પોતે મરવાની અણી પર હતો ત્યારે વિશ્વાસ દ્વારા જ યોસેફે “ઇઝરાયલીઓ ઇજિપ્તમાંથી બહાર નીકળી જશે.” તેમ કહ્યું હતું, અને પોતાના મૃતદેહ સંબંધી સૂચનાઓ આપી હતી.


જેમનાં નામ સ્વર્ગમાં લખાયાં છે તેવા ઈશ્વરના પ્રથમ પુત્રોના આનંદમય સમુદાયમાં તમે આવ્યા છો. તમે બધાનો ન્યાય કરનાર ઈશ્વર પાસે તથા સંપૂર્ણ કરવામાં આવેલા નેકજનોના આત્માઓ પાસે આવ્યા છો.


Lean sinn:

Sanasan


Sanasan