Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 49:24 - પવિત્ર બાઇબલ C.L.

24-25 પણ યાકોબના સમર્થ ઈશ્વરની સહાયથી અને ઇઝરાયલના ખડક્સમા ઘેટાંપાળકના નામથી યોસેફનું ધનુષ્ય અડગ રહ્યું, અને તેના હાથ ચપળ કરાયા. તને સહાય કરનાર તો તારા પિતાના ઈશ્વર છે. સર્વસમર્થ ઈશ્વર તને ઉપરના આકાશની વૃષ્ટિની, પૃથ્વીના પેટાળના પાણીની, ઢોરઢાંકની અને સંતાનની આશિષો આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 પણ તેનું ધનુષ્ય બળભેર રહ્યું, ને યાકૂબના સમર્થ પ્રભુના હાથથી તેના ભુજ બળવાન કરાયા. (ત્યાંથી ઘેટાંપાળક, એટલે ઇઝરાયલનો ખડક, થયો).

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 પણ તેનું ધનુષ્ય સ્થિર રહેશે, પણ યાકૂબના સામર્થ્યવાન ઈશ્વરના હાથે એ તીરો નાકામયાબ કર્યા. અને તે ઘેટાંપાળક તથા ઇઝરાયલનો ખડક થયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 પણ તેમનાં ધનુષ્ય થંભી ગયાં, તેમના બાહુ ધ્રુજી ઊઠયા, યાકૂબના સમર્થ દેવના પ્રતાપે આ બધું બન્યું.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 49:24
53 Iomraidhean Croise  

એમ તમે, તમારું કુટુંબ તથા તમારાં ઢોરઢાંકને ભૂખમરો વેઠવાનો વારો આવે નહિ, કારણ, દુકાળનાં હજી બીજાં પાંચ વર્ષ બાકી છે.


વળી, તમે મને અહીં વેચી દીધો તે માટે મનમાં દુ:ખી થશો નહિ, કે પોતાને દોષિત ઠરાવશો નહિ. એ તો ઈશ્વરે જ મને બધા લોકના જીવ બચાવવા તમારી પહેલાં અહીં મોકલ્યો.


તમારો વંશવેલો ચાલુ રહે એટલા જ માટે ઈશ્વરે મને તમારી પહેલાં મોકલ્યો. ઘણાને બચાવી લેવા અને જીવતા રાખવા મને મોકલવામાં આવ્યો હતો.


યોસેફે પોતાના પિતાને અને ભાઈઓને અને પોતાના પિતાના સમગ્ર પરિવારને સભ્યોની સંખ્યાના પ્રમાણમાં અન્‍ન પૂરું પાડયું.


તેણે યોસેફને આશિષ આપતા કહ્યું, “જે ઈશ્વરની સમક્ષતામાં મારા પિતૃઓ અબ્રાહામ અને ઇસ્હાક ચાલતા હતા, જે ઈશ્વરે મને આજ સુધી જીવનભર સંભાળ્યો છે, જે દૂતે મને બધા અનિષ્ટોમાંથી ઉગાર્યો છે,


તીરંદાજોએ તેના પર ઉગ્ર હુમલો કર્યો, તેમણે તેને તીર માર્યાં, અને તેની ભારે સતાવણી કરી.


માટે ડરશો નહિ, હું તમારું અને તમારાં બાળકોનું ભરણપોષણ કરતો રહીશ.” એ રીતે તેણે તેમની સાથે પ્રેમથી વાત કરી અને તેમને ખાતરી આપી.


ભૂતકાળમાં શાઉલ જ્યારે રાજા હતો ત્યારે પણ ઇઝરાયલીઓને યુદ્ધમાં આગેવાની આપનાર તમે જ હતા અને પ્રભુએ તમને વરદાન આપ્યું હતું કે તમે તેમના ઇઝરાયલી લોકના પાળક અને રાજા બનશો.


પછી એલિશાએ તેને કહ્યું “પણછ પર બાણ ચઢાવ.” રાજાએ એમ કર્યું, અને એલિશાએ પોતાના હાથ રાજાના હાથ પર મૂક્યા.


અમે કામ પડતું મૂકીએ તે માટે તેઓ અમને ડરાવવા માગતા હતા. મેં પ્રાર્થના કરી, “હે ઈશ્વર, તમે મને બળ આપો!”


મારી પ્રતિભા હમેશા તાજી રહેતી, અને મારા હાથમાંનું ધનુષ્ય બળવત્તર થતું હતું.


‘જે પથ્થરને બાંધકામ કરનારાઓએ રદબાતલ ગણ્યો હતો તે જ પથ્થર ખૂણાનો મુખ્ય પથ્થર બન્યો!’


હે પ્રભુ, દાવિદને અને તેણે વેઠેલ દુ:ખોને તેના હિતમાં તમે સંભારો.


તેણે તો પ્રભુ સમક્ષ શપથ લીધા તથા આપણા પૂર્વજ યાકોબના સમર્થ ઈશ્વરની આગળ આવી માનતા માની:


હે પ્રભુ, મારા સમર્થક, હું તમને ચાહું છું.


ઈશ્વરનો માર્ગ પરિપૂર્ણ છે. પ્રભુનો સંદેશ પરખેલો છે. તે તેમનું શરણ લેનાર માટેની ઢાલ છે.


યાહવે મારા પાલક છે; તેથી મને કશી અછત પડશે નહિ.


પ્રભુની રાહ જો; બળવાન બન, હિમ્મતવાન થા; હવે પ્રભુની જ રાહ જો.


પ્રભુ પોતાના લોકનું સામર્થ્ય છે, અને પોતાના અભિષિક્ત રાજા માટે શરણગઢ છે.


તમે જ અમારા શત્રુઓથી અમને બચાવો છો, અને તમે જ અમારા દ્વેષકોને લજ્જિત કરો છો.


છતાં હું નિરંતર તમારી નિકટ છું; તમે મારો જમણો હાથ પકડયો છે.


હે ઇઝરાયલના પાલક, અમારું સાંભળો; યોસેફના કુળને ઘેટાંના ટોળાની પેઠે દોરનાર, કાન ધરો. હે પાંખાવાળાં પ્રાણી કરૂબ પર બિરાજનાર, તમારો પ્રકાશ પાડો.


હે પ્રભુ, હું સદા તમારા પ્રેમ વિશે ગાઈશ; મારે મુખે પેઢી દર પેઢી તમારું વિશ્વાસુપણું પ્રગટ કરીશ.


વળી, તેમણે કહ્યું, “હું તારા પૂર્વજોનો ઈશ્વર છું. હું અબ્રાહામનો, ઇસ્હાકનો અને યાકોબનો ઈશ્વર છું.” તેથી મોશેએ પોતાનું મુખ સંતાડયું; કારણ, ઈશ્વરની સામે જોતાં તેને બીક લાગી.


એ માટે પ્રભુ, સર્વસમર્થ પ્રભુ, ઇઝરાયલના પરમપવિત્ર કહે છે, “હું મારા દુશ્મનો પર બદલો વાળીશ અને તેઓ મને ફરી કદી હેરાન કરશે નહિ.


તેથી સર્વસમર્થ પ્રભુ પરમેશ્વર કહે છે, “હું સિયોનમાં નક્કર પાયો નાખું છું અને તેમાં ચક્સી જોયેલો અને મૂલ્યવાન એવો મુખ્ય પથ્થર મૂકું છું. તેના પર વિશ્વાસ કરનાર કદી હતાશ થશે નહિ.


હઠીલા મનના લોકો સમજશે અને કચકચ કરનારા શિખામણનો સ્વીકાર કરશે.”


તેથી બીશ નહિ, હું તારી સાથે છું. હું તારો ઈશ્વર છું; તું કશાથી ગભરાઈશ નહિ. હું તને બળવાન કરીશ અને તારી મદદ કરીશ. હું તને મારા વિજયવંત જમણા હાથના બાહુબળથી ધરી રાખીશ.


હું તારા જુલમગારોને તેમનું પોતાનું જ માંસ ફાડી ખાતા કરી દઈશ. તેઓ દારૂની જેમ પોતાના જ રક્તપાતથી છાકટા બનશે. તે વખતે સમગ્ર માનવજાત જાણશે કે હું પ્રભુ, તારો ઉદ્ધારક અને તારો મુક્તિદાતા તથા યાકોબનો સમર્થ ઈશ્વર છું.”


માતા બાળકને સ્તનપાન કરાવે તેમ પ્રજાઓ અને રાજાઓ તારું પાલનપોષણ કરશે ત્યારે તને ખબર પડશે કે મેં પ્રભુએ તારો ઉદ્ધાર કર્યો છે અને હું, ઇઝરાયલનો સમર્થ ઈશ્વર, તારો મુક્તિદાતા છું.


હું મારા લોકને બળવાન બનાવીશ; તેઓ મારી ભક્તિ કરશે અને મને આધીન રહેશે.” પ્રભુ પોતે એ બોલ્યા છે.


હું યહોશુઆની સમક્ષ સાત પાસાવાળો એક પથ્થર મૂકું છું. હું તેના પર એક લેખ કોતરીશ અને એક જ દિવસમાં હું આ દેશનો અપરાધ દૂર કરીશ.


ઈસુએ તેમને કહ્યું, શાસ્ત્રમાં જે લખેલું છે તે તમે નથી વાંચ્યું? ’બાંધકામ કરનારાઓએ જે પથ્થરને નકામો માની ફેંકી દીધો હતો તે જ આધારશિલા બન્યો છે. એ તો પ્રભુનું કાર્ય છે અને આપણી દૃષ્ટિમાં એ કેવું અદ્‌ભૂત છે!’


તમે આ શાસ્ત્રભાગ તો વાંચ્યો જ હશે: ‘મકાન બાંધનારાઓએ જે પથ્થરને નકામો ગણીને ફેંકી દીધો હતો, તે જ આધારશિલા બન્યો છે.


ઈસુએ તેમની તરફ તાકીને પૂછયું, “તો પછી આ શાસ્ત્રવચનનો શો અર્થ થાય છે? ‘બાંધક્મ કરનારાઓએ જે પથ્થરને નકામો ગણીને ફેંકી દીધો હતો તે જ મથાળાની આધારશિલા બન્યો છે.


ઈસુ વિષે તો ધર્મશાસ્ત્ર આમ કહે છે: ‘તમે બાંધક્મ કરનારાઓએ જે પથ્થરનો નકાર કર્યો, તે જ મથાળાની આધારશિલા બન્યો છે.’


કોઈના નોકરનો ન્યાય કરવાનો તને શો અધિકાર છે? તેને ચાલુ રાખવો કે તેને કાઢી મૂકવો એ બાબત તેના શેઠે જોવાની છે. પ્રભુ તેમ કરવાને શક્તિમાન છે, માટે તે ટકી રહેશે.


પ્રેષિતો અને સંદેશવાહકોએ નાખેલા પાયા પર તમારું ચણતર થયું છે. ઈસુ ખ્રિસ્ત તો આધારશિલા છે.


તે તો ખડક જેવા છે; તેમનું કાર્ય સંપૂર્ણ છે. તેમના સર્વ માર્ગો ન્યાયપૂર્ણ છે. તે વિશ્વાસુ છે અને કદી દગો દેતા નથી. તે સાચા અને ન્યાયી છે.


સાર્વકાલિક ઈશ્વર તમારું નિવાસસ્થાન છે અને તમારી નીચે તમને ધરી રાખનાર સનાતન ભૂજો છે. તમે જેમ જેમ આગેકૂચ કરી તેમ તેમ તેમણે તમારા શત્રુઓને નસાડયા, અને તમને તેમનો નાશ કરવાનું કહ્યું.


નૂનનો પુત્ર યહોશુઆ ઈશ્વરીય જ્ઞાનથી ભરપૂર હતો; કારણ, મોશેએ તેને શિરે હાથ મૂકી તેને પોતાના અનુગામી તરીકે નીમ્યો હતો. ઇઝરાયલી લોકો તેને આધીન થયા અને એમ પ્રભુએ મોશે દ્વારા તેમને આપેલી આજ્ઞાઓનું પાલન કર્યું.


ઈશ્વરના મહિમાવંત સામર્થ્યથી મળતી સર્વ તાક્ત વડે તમે બળવાન થાઓ કે જેથી તમે સર્વ બાબતો આનંદપૂર્વક ધીરજથી સહન કરી શકો.


પણ પ્રભુ મારી સાથે રહ્યા અને મને બળ આપ્યું; જેથી સંદેશો સાંભળનાર બિનયહૂદીઓને મેં સંદેશાની સંપૂર્ણ વાતો જણાવી.


પહાડી પ્રદેશ તમારો થશે. જો કે તેમાં જંગલ છે તો પણ તમે તેનાં વૃક્ષો કાપીને એક છેડાથી બીજા છેડા સુધી તેનો કબજો મેળવશો. વળી, કનાનીઓ પાસે લોખંડના રથો છે અને તેઓ બળવાન છે તોપણ તમે તેમને ત્યાંથી હાંકી કાઢી શકશો.”


યોસેફના વંશજોએ બેથેલ પર હુમલો કર્યો. તેમને પ્રભુનો સાથ હતો.


Lean sinn:

Sanasan


Sanasan