Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 49:11 - પવિત્ર બાઇબલ C.L.

11 તે પોતાના ગધેડાને દ્રાક્ષવેલા સાથે બાંધે છે; પોતાની ગધેડીના વછેરાને ઉત્તમ દ્રાક્ષવેલા સાથે બાંધે છે. તે પોતાનાં વસ્ત્ર દ્રાક્ષાસવમાં ધૂએ છે અને પોતાનો પોશાક દ્રાક્ષના રસરૂપી રક્તમાં ધૂએ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તેણે પોતાનો વછેરો દ્રાક્ષાવેલે બાંધીને, પોતાની ગધેડીનું બચ્ચું ઉત્તમ દ્રાક્ષાવેલે બાંધીને, પોતનાં વસ્‍ત્ર દ્રાક્ષારસમાં ધોયાં છે; અને પોતાનો પોષાક દ્રાક્ષોના [રસરૂપી] રક્તમાં ધોયો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તેણે તેના વછેરાને દ્રાક્ષવેલાએ બાંધ્યો છે, અને તેના ગધેડાને શ્રેષ્ઠ દ્રાક્ષવેલાઓમાં બાંધ્યા છે. તેણે તેના વસ્ત્ર દ્રાક્ષારસમાં ધોયાં છે અને તેનો ઝભ્ભો દ્રાક્ષોના રસરૂપી રક્તમાં ધોયો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તે પોતાના ગધેડાને દ્રાક્ષના વેલા સાથે બાંધે છે, પોતાના ખોલકાને સૌથી ઉત્તમ દ્રાક્ષના વેલા સાથે બાંધે છે. વળી પોતાનાં વસ્રો દ્રાક્ષારસમાં ધૂએ છે, અને પોતાનો પોષાક દ્રાક્ષના રકતમાં ધૂએ છે.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 49:11
15 Iomraidhean Croise  

દ્રાક્ષાસવથી તેની આંખો લાલ થઈ છે, દૂધથી તેના દાંત સફેદ થયા છે.


યહૂદિયા અને ઇઝરાયલના લોકો સમુદ્રકિનારાની રેતી જેટલા અગણિત હતા; તેઓ ખાઈપીને આનંદ કરતા.


તે જીવ્યો ત્યાં સુધી દાનથી બેરશેબા સુધી સમગ્ર યહૂદિયા અને ઇઝરાયલમાં લોકો સલામતીમાં જીવતા. પ્રત્યેક કુટુંબને પોતાની દ્રાક્ષવાડી અને અંજીરીઓ હતી.


ત્યાં સુધી કે સમ્રાટ તમારા દેશ જેવા જ દેશમાં એટલે કે, જ્યાં દ્રાક્ષાસવ માટે દ્રાક્ષવાડીઓ છે અને રોટલી માટે ધાન્ય છે ત્યાં તમારો પુનર્વસવાટ કરાવે; એ તો ઓલિવવૃક્ષો, ઓલિવ તેલ અને મધનો દેશ છે. તમે તેમની આજ્ઞાને આધીન થાઓ તો તમે માર્યા જશો નહિ, પણ જીવતા રહેશો. પ્રભુ તમને છોડાવી લેશે એવી ભ્રમણામાં નાખી હિઝકિયા તમને મૂર્ખ ન બનાવે.


તે સમયે પર્વતો દ્રાક્ષવાડીઓથી છવાઈ જશે અને પ્રત્યેક ટેકરી પર ઢોરઢાંક હશે, સમગ્ર યહૂદિયા માટે પુષ્કળ પાણી ઉપલબ્ધ હશે. પ્રભુના મંદિરમાંથી એક ઝરણું વહેતું થશે અને અખાયા ખીણને પાણી પાશે.


પ્રભુ કહે છે, “એવા દિવસો આવી રહ્યા છે કે જ્યારે કાપણી કરનારનું કામ છેક ખેડનારનું કામ આવી જાય ત્યાં સુધી ચાલે એટલું બધું ધાન્ય પાકશે. દ્રાક્ષ પીલનારાનું કામ છેક બી વાવનારનું કામ આવી જાય ત્યાં સુધી ચાલે એટલી બધી દ્રાક્ષો પાકશે. પર્વતો મીઠા દ્રાક્ષાસવથી ટપકશે અને તેનાથી ટેકરીઓ છલકાઈ જશે.


પ્રત્યેક જણ પોતાની દ્રાક્ષવાડીમાં અને અંજીરવૃક્ષો વચ્ચે શાંતિમાં જીવશે, અને તેમને કોઈ ડરાવશે નહિ. એ તો સર્વસમર્થ પ્રભુના મુખની વાણી છે.


વળી, ગાયોનું માખણ, ઘેટાંબકરાંનું દૂધ, ઘેટાંબકરાંની ચરબી, બાશાન પ્રદેશના આખલા અને બકરાં અને ઉત્તમ પ્રકારના ઘઉં અને શ્રેષ્ઠ દ્રાક્ષાસવથી તેમનું પોષણ કર્યું.


“તમારા ઈશ્વર પ્રભુ તમને જે ઉત્તમ દેશમાં લઈ જાય છે તે આવો છે: ત્યાં નદીનાળાં તથા ખીણો અને પહાડોમાં ફૂટી નીકળતા ભૂગર્ભ ઝરાઓ છે.


ત્યાં ઘઉં અને જવ પાકે છે, ત્યાં દ્રાક્ષ, અંજીર અને દાડમ થાય છે, ત્યાં ઓલિવ તેલ અને મધ ઉપજે છે.


શહેર બહાર આવેલા દ્રાક્ષકુંડમાં તે દ્રાક્ષોને પીલીને તેમનો રસ કાઢવામાં આવ્યો અને તેમાંથી આશરે ત્રણસો કિલોમીટર લાંબી અને આશરે બે મીટર ઊંડી રક્તની નદી વહેવા લાગી.


પૃથ્વીના રાજાઓ, સેનાપતિઓ, સૈનિકો, ઘોડા અને તેમના સવાર, ગુલામ કે સ્વતંત્ર, નાનાં કે મોટાં, સઘળાં માણસોનું માંસ ખાઓ!”


મેં જવાબ આપ્યો, “મહાશય, તમે તે જાણો છો.” તેણે મને કહ્યું, “એ લોકો તો ભારે સતાવણીમાં પસાર થઈને આવેલા છે અને તેમણે પોતાનાં વસ્ત્રો હલવાનના રક્તમાં ધોઈને ઊજળાં કર્યાં છે.


Lean sinn:

Sanasan


Sanasan