Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 49:10 - પવિત્ર બાઇબલ C.L.

10 શિલોહ ન આવે ત્યાં સુધી યહૂદા પાસેથી રાજદંડ હટી જશે નહિ. તેમ જ તેના વંશજો પાસેથી રાજ્યાધિકાર જતો રહેશે નહિ; અને બધી પ્રજાઓ તેને આધીન રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 શીલોહ નહિ આવે ત્યાં સુધી યહૂદામાંથી રાજદંડ ખસશે નહિ. ને તેના પગ મધ્યેથી અધિકારીની છડી જતી રહેશે નહિ; અને લોકો તેને આધીન રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 જ્યાં સુધી શીલો આવશે નહિ ત્યાં સુધી યહૂદાથી રાજદંડ અલગ થશે નહિ, લોકો તેની આધીનતામાં રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 યહૂદા પરિવારના (પુરુષ) માંણસો રાજા થશે. તેના પરિવારનો રાજદંડ જ્યાં સુધી વાસ્તવિક રાજા ન આવે ત્યાં સુધી જશે નહિ. પછી અનેક લોકો તેનું પાલન કરશે અને તેની સેવા કરશે.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 49:10
58 Iomraidhean Croise  

તે જ મારા નામના સન્માર્થે મંદિર બાંધશે અને હું તેનું રાજ્યાસન અચલ કરીશ.


તારા વારસદારોને અને તારા રાજ્યને તારી સમક્ષ હું સંસ્થાપિત કરીશ અને તારું રાજ્યાસન સદાકાળને માટે સ્થિર રાખીશ.”


તેઓ દાવિદ સાથે ત્રણ દિવસ રહ્યા અને ખાઈપીને ઉત્સવ કર્યો.


ગિલ્યાદનો પ્રદેશ મારો શિરતાજ છે, અને યહૂદિયાનો પ્રદેશ મારો રાજદંડ છે.


ગિલ્યાદનો પ્રદેશ મારો છે અને મનાશ્શાનો પ્રદેશ પણ મારો છે. એફ્રાઈમનો પ્રદેશ મારો શિરતાજ છે, અને યહૂદિયાનો પ્રદેશ મારો રાજદંડ છે.


હે ઈશ્વર, મને કિલ્લેબંધ નગરમાં કોણ લઈ જશે? અદોમ સુધી મને કોણ પહોંચાડશે?


તેને બદલે તેમણે યહૂદાના કુળને અને પોતાના પ્રિય સિયોન પર્વતને પસંદ કર્યો.


તે દિવસે યિશાઈનું મૂળ પ્રજાઓ માટે સંકેતની વજા બની રહેશે. તેઓ તેની પાસે એકત્ર થશે અને તેના નિવાસસ્થાનનું ગૌરવ વધશે.


આખરી દિવસોમાં પ્રભુના મંદિરનો પર્વત બધા પર્વતોમાં મુખ્ય બની રહેશે, અને તેને બધા ડુંગરો કરતાં ઊંચો કરવામાં આવશે. બધી પ્રજાઓ ત્યાં પ્રવાહની જેમ ચાલી આવશે.


એ વહાણોનાં દોરડાં એવાં તો ઢીલાં થઈ જશે કે તેઓ ડોલક્ઠીને જકડી રાખી શકશે નહિ અને સઢ પ્રસારી શકશે નહિ. (પ્રભુ આપણા ન્યાયાધીશ અને નિયમદાતા છે; તે આપણા રાજા અને ઉદ્ધારક છે.) તેથી આપણે લૂંટ વહેંચી લઈશું. લૂંટ એટલી અઢળક હશે કે લંગડાને પણ તેનો ભાગ મળશે.


પ્રભુ કહે છે, “આ મારો સેવક છે; હું તેને ધરી રાખું છું. મેં તેને પસંદ કર્યો છે; હું તેના પર પ્રસન્‍ન છું. મેં તેને મારા આત્માથી ભરપૂર કર્યો છે અને તે બધા દેશોમાં ન્યાય પ્રવર્તે તેવું કરશે.


કાન દઈને મારું સાંભળો અને મારી પાસે આવો. મારી પાસે આવો એટલે તમને જીવન પ્રાપ્ત થશે. હું તમારી સાથે સનાતન કરાર કરીશ અને દાવિદને વચનપૂર્વક આપેલી આશિષો તમને આપીશ.


હે યરુશાલેમ, ઊઠ, પ્રકાશિત થા કારણ, તારા પર પ્રકાશ પડયો છે. તારા પર પ્રભુના મહિમાનો ઉદય થયો છે.


પ્રભુ સમસ્ત પૃથ્વીમાં જાહેરાત કરે છે: “સિયોનના લોકને કહો કે તમારો ઉદ્ધારક આવે છે! તેમનું પ્રતિદાન તેમની સાથે છે અને તેમની સિદ્ધિ તેમની મોખરે છે.”


આપણે માટે છોકરો જન્મ્યો છે; આપણને પુત્ર આપવામાં આવ્યો છે. તે રાજ્યાધિકાર ધારણ કરશે. તેને અદ્‍ભુત સલાહકાર, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા અને શાંતિનો રાજકુમાર એ નામ આપવામાં આવશે.


તેમનો શાસક તેમના પોતાનામાંનો જ હશે, અને તેમની મધ્યેથી જ તેમનો અધિકારી થશે; હું તેને આમંત્રણ આપીશ, એટલે તે મારી પાસે આવશે. કારણ, મારા આમંત્રણ વગર મારી પાસે આવીને, પોતાનો જીવને જોખમમાં નાખવાની હિંમત કોણ કરે?


તો જ હું યાકોબના વંશજોનો અને મારા સેવક દાવિદના વંશજોનો ત્યાગ કરીશ અને અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબના વંશજો માટે દાવિદના વંશમાંથી ઉત્તરાધિકારી પસંદ નહિ કરું. ના, ના, હું તો મારા લોક પર દયા રાખીશ અને તેમને ફરીથી આબાદ કરીશ.


તેની ડાળીઓ શાસકોના રાજદંડના જેવી મજબૂત હતી. તેની ગીચ ડાળીઓ અને ઊંચાઇ સૌને વિસ્મિત કરતી હતી.


તેના થડને આગ લાગી અને તેની ડાળીઓને અને ફળોને ભસ્મ કર્યાં છે. શાસકોનો રાજદંડ બને એવી એકેય મજબૂત ડાળી તેમાં રહી નથી.” આ વિલાપ ગીત છે. તે વારંવાર ગવાતું આવ્યું છે.


‘ખંડેર,’ ‘ખંડેર’, નિ:સંદેહ હું આ નગરને ખંડેર બનાવી દઇશ. પણ આનો હક્કદાર શાસક આવે નહિ ત્યાં સુધી આ બનવાનું નથી; પછી હું તેને તે આપીશ.


તમે અગ્નિમાં બળતણરૂપ થઈ જશો. તમારા જ દેશમાં તમારું રક્ત રેડાશે. તમને હવે પછી કોઈ યાદ પણ કરશે નહિ. હું પ્રભુ એ બોલ્યો છું.”


તેથી આની નોંધ કરી લે અને સમજ: યરુશાલેમને ફરીથી બાંધવાનો હુકમ થાય ત્યારથી ઈશ્વરનો અભિષિક્ત આગેવાન આવે ત્યાં સુધી સાતગણા સાત વર્ષ લાગશે. યરુશાલેમ તેના રસ્તાઓ અને મજબૂત કિલ્લાઓ સહિત ફરીથી બંધાશે અને તે સાતગણા બાસઠ વર્ષ સુધી તે ટકી રહેશે. પણ એ તો સંકટનો સમય હશે.


પ્રભુ કહે છે, “ઇઝરાયલના લોકોએ મને જુઠાણાથી અને એફ્રાઈમના લોકોએ મને ઠગાઇથી ઘેરી લીધો છે. યહૂદિયાના લોકો મારી એટલે તેમના વિશ્વાસુ અને પવિત્ર ઈશ્વર વિરુદ્ધ બળવો કરે છે.”


હે યરુશાલેમના લોકો, તમારાં લશ્કરીદળો એકત્ર કરો. શત્રુઓએ આપણને ઘેરી લીધા છે. તેઓ ઇઝરાયલના રાજ્યર્ક્તાના મોં પર સોટી મારશે.


હું સર્વ પ્રજાઓને ઉથલાવી પાડીશ. તેમનો સઘળો ખજાનો અહીં લાવવામાં આવશે અને મંદિર વૈભવથી ભરાઈ જશે.


તેઓ તેમનો સંકટનો સમુદ્ર ઓળંગતા હોય ત્યારે હું પ્રભુ મોજાંઓ પર પ્રહાર કરીશ અને નાઈલ નદીનાં ઊંડાણ સુકાઈ જશે. ઘમંડી આશ્શૂર નીચો નમાવાશે, અને બળવાન ઇજિપ્ત શક્તિહીન થઇ જશે.


તે સમયે ઘણી પ્રજાઓ પ્રભુ પાસે આવશે અને તેમના લોક બનશે. તે તમારી મધ્યે વસશે અને તમે જાણશો કે તેમણે મને તમારી પાસે મોકલ્યો છે.


આ કૂવો તો રાજકુમારોએ અને લોકોના આગેવાનોએ ખોદ્યો છે. એ તો રાજદંડ અને તેમની લાકડીઓથી ખોદવામાં આવ્યો છે.”


હું તેને જોઉં છું પણ તે અત્યારને માટે નથી, હું તેને નિહાળું છું પણ નજીકના સમય માટે નહિ. યાકોબના વંશમાંથી એક સિતારો ઝળકી ઊઠશે, એટલે ઇઝરાયલી પ્રજામાંથી એક રાજા ઉદ્ભવશે. તે મોઆબના આગેવાનોને વીંધી નાખશે અને શેથના લોકોનો સંહાર કરશે.


તે અદોમીઓને પગ તળે કચડી નાખશે અને નગરના બચી ગયેલાઓનો પણ વિનાશ કરશે.”


તે પુત્રને જન્મ આપશે અને તું તેનું નામ ઈસુ પાડશે; કારણ, તે પોતાના લોકોને તેમનાં પાપમાંથી બચાવશે.


ઈસુ વાત કરતા હતા એવામાં એક તેજોમય વાદળે તેમના પર છાયા કરી અને તેમાંથી વાણી સંભળાઈ, આ મારો પ્રિય પુત્ર છે, તેના પર હું પ્રસન્‍ન છું; તેનું સાંભળો.


ઈસુની આગળ તથા પાછળ ચાલતા લોકોએ સૂત્રો પોકાર્યાં,દાવિદપુત્રને હોસાન્‍ના! પ્રભુને નામે આવનારને ઈશ્વર આશિષ આપો! સર્વોચ્ચ સ્થાનોમાં જય જયકાર હો!


અને બધી પ્રજાઓ તેમની પાસે એકઠી થશે. ત્યારે, જેમ ભરવાડ ઘેટાંને બકરાંથી જુદાં કરે છે, તેમ તે લોકોને બે ભાગમાં વહેંચી નાખશે.


જ્યારે મને આ પૃથ્વી પરથી ઊંચો કરવામાં આવશે, ત્યારે હું બધા માણસોને મારી તરફ ખેંચીશ.”


પિલાતે તેમને કહ્યું, “તમે પોતે તેને લઈને તમારા નિયમશાસ્ત્ર પ્રમાણે તેનો ન્યાય કરો.” યહૂદીઓએ જવાબ આપ્યો, “અમને કોઈને મૃત્યુદંડ દેવાનો અધિકાર નથી.”


પિલાતે એ સાંભળ્યું ત્યારે તે ઈસુને છોડી મૂકવાનો માર્ગ શોધવા લાગ્યો. પણ યહૂદીઓએ વળતી બૂમ પાડી, “જો તમે તેને છોડી મૂકો તો એનો અર્થ એ થાય કે તમે રોમન સમ્રાટના મિત્ર નથી! જે કોઈ રાજા હોવાનો દાવો કરે છે તે સમ્રાટનો દુશ્મન છે.”


તેમણે બૂમ પાડી, “મારો! તેને મારી નાખો! તેને ક્રૂસે જડી દો!” પિલાતે તેમને પૂછયું, “તો તમારા રાજાને ક્રૂસે જડાવું?” મુખ્ય યજ્ઞકારોએ જવાબ આપ્યો, “અમારો રાજા તો માત્ર રોમન સમ્રાટ જ છે!”


અને તેને કહ્યું, “જા, શિલોઆમ (અર્થાત્ મોકલાયેલો)ના કુંડમાં જઈને તારું મોં ધોઈ આવ.” તેથી તે ગયો, મોં ધોયું અને દેખતો થઈને પાછો આવ્યો.


યશાયાએ લખેલું છે: “યિશાઈનો વંશજ આવશે, તેને બિનયહૂદીઓ ઉપર રાજ કરવાને ઊભો કરવામાં આવશે, અને તેના પર બિનયહૂદીઓ આશા રાખશે.”


કારણ, ખ્રિસ્ત આપણો ન્યાય કરે તે માટે આપણે દરેકે તેમની સમક્ષ હાજર થવું પડશે.


એ તો જાણીતી વાત છે કે તે તો યહૂદાના કુળમાં જન્મ્યા હતા; અને યજ્ઞકારો સંબંધી બોલતાં મોશેએ આ કુળનો ઉલ્લેખ કર્યો ન હતો.


પછી સાતમા દૂતે પોતાનું રણશિંગડું વગાડયું અને સ્વર્ગમાં મોટા અવાજો બોલતા સંભળાયા, “પૃથ્વી પર રાજ કરવાની સત્તા હવે આપણા પ્રભુની અને તેમના ખ્રિસ્તની છે અને તે સદાસર્વકાળ રાજ કરશે!”


Lean sinn:

Sanasan


Sanasan