Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 48:7 - પવિત્ર બાઇબલ C.L.

7 આ તો હું તારી મા રાહેલને લીધે કરું છું, હું મેસોપોટેમિયાથી આવતો હતો ત્યારે એફ્રાથ થોડે જ દૂર હતું ત્યારે કનાન દેશમાં રાહેલ રસ્તામાં જ મૃત્યુ પામી અને મેં તેને એફ્રાથ એટલે બેથલેહેમને રસ્તે દફનાવી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને હું તો પાદાનથી આવતો હતો ત્યારે એફ્રાથ પહોંચવાને થોડો રસ્તો બાકી હતો એટલામાં રાહેલ મારા દેખતા માર્ગમાં કનાન દેશમાં મરી ગઈ. અને ત્યાં એફ્રાથના એટલે બેથલેહેમના માર્ગમાં મેં તેને દાટી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 જયારે અમે પાદ્દાનથી આવતા હતા ત્યારે એફ્રાથ પહોંચવાને થોડો રસ્તો બાકી હતો એટલામાં રાહેલ મારા દેખતાં માર્ગમાં કનાન દેશમાં મૃત્યુ પામી. ત્યાં એફ્રાથના એટલે બેથલેહેમના માર્ગમાં મેં તેને દફનાવી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 જયારે હું પાદાનથી આવતો હતો ત્યારે એફ્રાથ પહોંચવાને થોડો રસ્તો બાકી હતો તે દરમ્યાન રસ્તામાં જ કનાન દેશમાં જ રાહેલનું દુ:ખદ અવસાન થયું; એટલે મેં તેને એફ્રાથના એટલે બેથલેહેમના માંર્ગમાં જ દફનાવી.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 48:7
13 Iomraidhean Croise  

ઇસ્હાકે 40 વર્ષની ઉંમરે મેસોપોટેમિયાના અરામી બથુએલની પુત્રી અને અરામી લાબાનની બહેન રિબકા સાથે લગ્ન કર્યાં.


આમ, યાકોબ મેસોપોટેમિયામાંથી નીકળીને કનાન દેશમાં આવેલા શખેમ શહેર સુધી સહીસલામત આવ્યો અને તેણે શહેર આગળ પડાવ નાખ્યો.


યાકોબે તેની કબર પર એક સ્મારકસ્તંભ ઊભો કર્યો અને તે આજે પણ રાહેલની કબરના સ્તંભ તરીકે ઊભો છે.


યાકોબ મેસોપોટેમિયાથી આવ્યો ત્યારે ઈશ્વરે તેને ફરી દર્શન આપ્યું અને તેને આશિષ આપીને કહ્યું, “તારું નામ યાકોબ છે.


એમના પછી તને થયેલાં બીજાં બાળકો તારાં ગણાશે, અને તેમને મળનાર વારસાનો પ્રદેશ તેમના ભાઈઓ એફ્રાઈમ અને મનાશ્શાને નામે ઓળખાશે.


પ્રભુ કહે છે, “હે બેથલેહેમ એફ્રાથા, તું યહૂદિયાનાં નગરોમાં નાનાંમાં નાનું છે, પણ હું તારામાંથી એક એવો રાજ્યર્ક્તા ઊભો કરીશ કે જેનો પ્રારંભ પ્રાચીનકાળથી, હા, સનાતનકાળથી છે.


રામામાં રોકકળ અને વિલા પ સંભળાય છે. રાહેલ પોતાનાં બાળકો માટે રડે છે; તે આક્રંદ કરે છે અને દિલાસો પામવા માગતી નથી. કારણ, તે બધાં મરણ પામ્યાં છે.


તે માણસનું નામ એલીમેલેખ, તેની પત્નીનું નામ નાઓમી અને તેના બે પુત્રોનાં નામ માહલોન અને કિલ્યોન હતાં. તેઓ બેથલેહેમમાં વસેલા એફ્રાથી ગોત્રનાં હતાં. તેઓ મોઆબ દેશમાં જઈને ત્યાં જ ઠરીઠામ થયાં.


એલ્કાના નામે એક માણસ હતો. તે એફ્રાઈમના પહાડી પ્રદેશના રામા નગરમાં રહેતો હતો. તે એફ્રાઈમના કુળનો હતો. તે સૂફના પુત્ર તોહુના પુત્ર એલીહૂના પુત્ર યરોહામનો પુત્ર હતો.


આજે તું મારી પાસેથી જઈશ એટલે બિન્યામીનના પ્રદેશમાં સેલ્સામાં આવેલી રાહેલની કબર નજીક તને બે માણસો મળશે. તેઓ તને કહેશે કે તમે જે ગધેડાં શોધો છો તે મળી ગયાં છે અને તેથી તમારા પિતા હવે તેમની નહિ, પણ તમારી ચિંતા કરે છે અને કહ્યા કરે છે, “મારા દીકરા માટે શું કરું?”


શમુએલે પ્રભુની સૂચના પ્રમાણે કર્યું અને તે બેથલેહેમ ગયો. નગરના આગેવાનો તેને ધ્રૂજતાં ધ્રૂજતાં મળવા આવ્યા અને પૂછયું, “શું તમારું આગમન શાંતિકારક છે?”


દાવિદ યહૂદિયાના બેથલેહેમના એફ્રાથી કુળના યિશાઈનો પુત્ર હતો. યિશાઈને આઠ પુત્રો હતા અને શાઉલના અમલ દરમ્યાન તે વયોવૃધ થઈ ચૂકયો હતો.


Lean sinn:

Sanasan


Sanasan