Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 48:17 - પવિત્ર બાઇબલ C.L.

17 યોસેફે જોયું કે તેના પિતાએ પોતાનો જમણો હાથ એફ્રાઈમના માથે મૂક્યો છે ત્યારે તેને ખોટું લાગ્યું, અને તેણે પોતાના પિતાનો હાથ પકડીને એફ્રાઈમના માથા ઉપરથી ખસેડીને મનાશ્શાના માથા પર લઈ જવા પ્રયત્ન કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અને યૂસફે જોયું કે એના પિતાએ જમણો હાથ એફ્રાઇમના માથા પર મૂકયો, ત્યારે તેને તે ખોટું લાગ્યું; અને એફ્રઇમના માથા પરથી મનાશ્શાના માથા પર મૂકવાને તેણે પોતાના પિતાનો હાથ ઉપાડયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 જયારે યૂસફે જોયું કે તેના પિતાએ તેનો જમણો હાથ એફ્રાઇમના માથા પર મૂક્યો, ત્યારે તે નાખુશ થયો. એફ્રાઇમના માથા પરથી મનાશ્શાના માથા પર મૂકવાને તેણે તેના પિતાનો હાથ ઊંચો કર્યો,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 પરંતુ જયારે યૂસફે જોયું કે, તેના બાપે પોતાનો જમણો હાથ એફ્રાઈમને માંથે મૂકયો તો એ બાબતે નાખુશ હતો; અને એફ્રાઈમના માંથા પરથી હાથ ખસેડીને મનાશ્શાના માંથા પર લઈ જવા તેણે પોતાના પિતાનો હાથ ઉપાડયો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 48:17
13 Iomraidhean Croise  

તેથી એસાવને ખ્યાલ આવી ગયો કે તેના પિતા ઇસ્હાકને કનાની સ્ત્રીઓ ગમતી નથી.


તેનું એ કાર્ય પ્રભુની દૃષ્ટિમાં ભૂંડું હતું. તેથી તેમણે તેને પણ મારી નાખ્યો.


પણ ઇઝરાયલે પોતાનો જમણો હાથ લાંબો કરીને એફ્રાઈમના માથા પર મૂક્યો અને પોતાનો ડાબો હાથ મનાશ્શાના માથા પર મૂક્યો. મનાશ્શા જયેષ્ઠ હોવા છતાં તેણે જાણી જોઈને એમ કર્યું.


યોસેફે કહ્યું, “પિતાજી, એમ નહિ, આ જયેષ્ઠ છે; જમણો હાથ તેના માથા પર મૂકો.”


ઓમ્રીએ તેના સર્વ પુરોગામીઓ કરતાં પ્રભુ વિરુદ્ધ વિશેષ પાપ કર્યું.


એ કાર્યથી નારાજ થઈને ઈશ્વર ઇઝરાયલ પર શિક્ષા લાવ્યા.


નહિ તો તે જોઈને પ્રભુ તારા પર નારાજ થશે અને તારા શત્રુ પરથી પોતાનો કોપ પાછો ખેંચી લેશે.


લોકો પોતાની મુશ્કેલીઓ વિષે પ્રભુનાં સાંભળતાં બડબડાટ કરવા લાગ્યા. એ સાંભળીને પ્રભુ ક્રોધાયમાન થયા અને તેમણે મોકલેલો અગ્નિ તેમની વચ્ચે ભભૂકી ઊઠયો અને પડાવના એક તરફના છેડા સુધીનો ભાગ બાળીને ભસ્મ કરી નાખ્યો.


બલામે પ્રભુના દૂતને કહ્યું, “મેં પાપ કર્યું છે. મારો સામનો કરવા તમે મારા માર્ગમાં આડા ઊભા છો તેની મને ખબર ન હતી. મારું જવું તમને પસંદ પડતું ન હોય તો હું ઘેર પાછો જવા તૈયાર છું.”


બેમાંથી એક પુત્રની પસંદગી સંપૂર્ણપણે ઈશ્વરના ઇરાદા પ્રમાણે જ હતી એ જણાય તે માટે તેમણે તેને કહ્યું, “મોટો પુત્ર નાના પુત્રની સેવા કરશે.”


યોસેફના મોટા પુત્ર મનાશ્શાના વંશના કેટલાંક ગોત્રોને ફાળે યર્દનની પશ્ર્વિમે આ પ્રદેશ આવ્યો હતો. ગિલ્યાદનો પિતા માખીર મનાશ્શાનો જયેષ્ઠ પુત્ર હતો. તે શૂરવીર લડવૈયો હોવાથી તેને યર્દનની પૂર્વમાં ગિલ્યાદ અને બાશાન આપવામાં આવ્યાં હતાં.


પણ પ્રભુએ તેને કહ્યું, “તેની ઊંચાઈ કે સુંદરતા તરફ ધ્યાન ન આપ. મેં તેનો નકાર કર્યો છે. કારણ, હું માણસની જેમ પસંદગી કરતો નથી. માણસો બહારના દેખાવ તરફ જુએ છે, પણ હું હૃદય તરફ જોઉં છું.”


Lean sinn:

Sanasan


Sanasan