Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 48:14 - પવિત્ર બાઇબલ C.L.

14 પણ ઇઝરાયલે પોતાનો જમણો હાથ લાંબો કરીને એફ્રાઈમના માથા પર મૂક્યો અને પોતાનો ડાબો હાથ મનાશ્શાના માથા પર મૂક્યો. મનાશ્શા જયેષ્ઠ હોવા છતાં તેણે જાણી જોઈને એમ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને ઇઝરાયલે પોતાનો જમણો હાથ લાંબો કરીને એફ્રાઇમ જે નાનો હતો તેના માથા પર મૂક્યો, ને પોતાનો ડાબો હાથ મનાશ્શાના માથા પર મૂક્યો. તેણે જાણીજોઈને પોતાના હાથ એમ મૂક્યા; કેમ કે મનાશ્શા જ્યેષ્ઠ હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 ઇઝરાયલે તેનો જમણો હાથ લાંબો કરીને એફ્રાઇમ જે નાનો હતો તેના માથા પર મૂક્યો અને તેનો ડાબો હાથ મનાશ્શાના માથા પર મૂક્યો. તેણે સમજપૂર્વક તેના હાથ એ રીતે મૂક્યા હતા. આમ તો મનાશ્શા જ્યેષ્ઠ હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 પરંતુ ઇસ્રાએલે પોતાનો જમણો હાથ લાંબો કરીને એફ્રાઈમ જે નાનો હતો તેના માંથા પર મૂક્યો, અને પોતાનો ડાબો હાથ આંટી પાડીને મનાશ્શાના માંથા પર મૂકયો, જો કે, મનાશ્શા જયેષ્ઠ હતો;

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 48:14
24 Iomraidhean Croise  

યોસેફે કહ્યું, “ઈશ્વરે મારાં સર્વ દુ:ખો અને મારા પિતાનું ઘર વિસરાવ્યાં છે.” તેથી તેણે તેના પ્રથમ પુત્રનું નામ મનાશ્શા (વિસ્મરણદાયક) પાડયું.


તેણે એમ પણ કહ્યું, “મારા સંકટના દેશમાં ઈશ્વરે મને ફળવંત કર્યો છે.” તેથી તેણે બીજા પુત્રનું નામ એફ્રાઈમ (બેવડી વૃદ્ધિ) પાડયું.


યોસેફે ઇજિપ્ત દેશમાં ઓનના યાજક પોટીફેરાની પુત્રી આસનાથ સાથે લગ્ન કર્યાં અને તેનાથી મનાશ્શા અને એફ્રાઈમ થયા.


પછી યોસેફે પોતાના બન્‍ને પુત્રોને આગળ લાવીને એફ્રાઈમને પોતાની જમણી તરફ રાખ્યો, જેથી તે ઇઝરાયલની ડાબી બાજુએ રહે અને મનાશ્શાને પોતાની ડાબી તરફ રાખ્યો જેથી તે ઇઝરાયલની જમણી બાજુ રહે.


યોસેફે જોયું કે તેના પિતાએ પોતાનો જમણો હાથ એફ્રાઈમના માથે મૂક્યો છે ત્યારે તેને ખોટું લાગ્યું, અને તેણે પોતાના પિતાનો હાથ પકડીને એફ્રાઈમના માથા ઉપરથી ખસેડીને મનાશ્શાના માથા પર લઈ જવા પ્રયત્ન કર્યો.


યોસેફે કહ્યું, “પિતાજી, એમ નહિ, આ જયેષ્ઠ છે; જમણો હાથ તેના માથા પર મૂકો.”


યાહવેએ મારા માલિક રાજાને કહ્યું, “તારા શત્રુઓને હરાવીને હું તેમને તારું પાયાસન બનાવું, ત્યાં સુધી તું મારે જમણે હાથે સન્માનમાં બિરાજ.”


પ્રભુનો જમણો ભુજ ઊંચો કરાયેલો છે, પ્રભુના જમણા ભુજે વિજય પ્રાપ્ત કર્યો છે.”


હે પ્રભુ, તમારો જમણો હાથ સામર્થ્યમાં મહા પરાક્રમી છે; તે દુશ્મનને અફાળીને તેમના ચૂરા કરે છે.


“પશ્ર્વિમ બાજુએ એફ્રાઈમના સૈન્યના વજવાળા લોકો ટુકડી પ્રમાણે પડાવ નાખે. તેમના આગેવાનોનાં નામ અને સંખ્યા નીચે પ્રમાણે છે: કુળ આગેવાન સંખ્યા એફ્રાઈમ આમ્મીહૂદનો પુત્ર એલિશામા 40,500 મનાશ્શા પદાહસૂરનો પુત્ર ગમાલીએલ 32,200 બિન્યામીન ગિદિયોનીનો પુત્ર અબિદાન 35,400 કુલ: 108,100 એફ્રાઈમનું સૈન્ય કૂચ કરતી વખતે ત્રીજા ક્રમે રહે.


તું લેવીઓને પ્રભુ સમક્ષ રજૂ કર ત્યારે ઇઝરાયલીઓ લેવીઓના માથા પર પોતાના હાથ મૂકે.


હવે ઇઝરાયલના પ્રથમજનિતોને બદલે હું લેવીઓને રાખી લઉં છું.


અને તેથી હું કહું છું: તું પિતર એટલે પથ્થર છે અને આ ખડક પર હું મારી મંડળીનું બાંધકામ કરીશ. તેની આગળ મરણની સત્તાનું કંઈ જોર ચાલશે નહિ.


કેટલાક લોકો બાળકોને ઈસુની પાસે લાવ્યા; જેથી ઈસુ તેમના માથા પર હાથ મૂકીને તેમને આશિષ આપે. પણ શિષ્યોએ લોકોને ધમકાવ્યા.


ઈસુએ બાળકોના માથા પર હાથ મૂકીને આશિષ આપી. પછી તે ત્યાંથી ગયા.


જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે દંભીઓની માફક દેખાવ ન કરો. તેમને ભજનસ્થાનમાં અને ધોરી રસ્તાઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું ગમે છે. હું તમને સાચે જ કહું છું: તેમને તો બદલો મળી ચૂકયો છે!


તેમણે પોતાના હાથ તેના પર મૂક્યા અને તરત જ તે ટટ્ટાર થઈ અને ઈશ્વરની સ્તુતિ કરવા લાગી.


સૂર્યાસ્ત પછી લોકો વિવિધ પ્રકારના રોગથી પીડાતા પોતાના મિત્રોને ઈસુ પાસે લાવ્યા; ઈસુએ પ્રત્યેકના માથા પર પોતાના હાથ મૂક્યા અને તેમને બધાને સાજા કર્યા.


તેમણે ઉપવાસ સહિત પ્રાર્થના કરી અને તેમના માથા પર હાથ મૂકીને તેમને વિદાય કર્યા.


શિષ્યોએ તેમને પ્રેષિતો સમક્ષ રજૂ કર્યા, એટલે પ્રેષિતોએ પ્રાર્થના કરીને અને તેમના પર હાથ મૂકીને તેમને સ્વીકાર્યા.


નૂનનો પુત્ર યહોશુઆ ઈશ્વરીય જ્ઞાનથી ભરપૂર હતો; કારણ, મોશેએ તેને શિરે હાથ મૂકી તેને પોતાના અનુગામી તરીકે નીમ્યો હતો. ઇઝરાયલી લોકો તેને આધીન થયા અને એમ પ્રભુએ મોશે દ્વારા તેમને આપેલી આજ્ઞાઓનું પાલન કર્યું.


મંડળીના આગેવાનોએ પોતાના હાથ તારા પર મૂક્યા ત્યારે કરાયેલી ભવિષ્યવાણી અનુસાર તને જે આત્મિક કૃપાદાન મળ્યું છે તેના પ્રત્યે બેદરકાર ન રહીશ.


પ્રભુની સેવાને માટે કોઈને દીક્ષા આપવામાં ઉતાવળ કરીશ નહિ. બીજાઓનાં પાપમાં સામેલ ન થા. પણ તું પોતાને શુદ્ધ રાખ.


Lean sinn:

Sanasan


Sanasan