Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 45:6 - પવિત્ર બાઇબલ C.L.

6 ધરતી પર દુકાળનું આ બીજું જ વર્ષ છે, હજી બીજાં પાંચ વર્ષ બાકી છે, તેમાં વાવણી કે કાપણી થવાની નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 કેમ કે બે વર્ષ થયાં દેશમાં દુકાળ છે; અને હજી બીજા પાંચ વર્ષ સુધી ખેતી તથા કાપણી થશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 કેમ કે બે વર્ષથી દેશમાં દુકાળ છે અને હજી બીજા પાંચ વર્ષ સુધી વાવણી તથા કાપણી થશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 કારણ કે છેલ્લાં બે વર્ષથી દેશમાં દુકાળ છે, અને હજુ બીજા પાંચ વર્ષ એવાં જ આવનાર છે, જેમાં કોઇ પણ પ્રકારની ખેતી કે, વાવણી કાપણી થઈ શકશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 45:6
13 Iomraidhean Croise  

આ યાકોબના કુટુંબની વાત છે. યોસેફ સત્તર વર્ષનો યુવાન હતો. તે તેના ભાઈઓ એટલે તેના પિતાની પત્નીઓ બિલ્હા અને ઝિલ્પાના પુત્રો સાથે ઘેટાંબકરાં સાચવતો હતો. તેના ભાઈઓનાં ભૂંડાં કામ તે તેના પિતા ઇઝરાયલને કહી દેતો.


તેઓ આવનાર સાત સારાં વર્ષો દરમ્યાન અનાજનો સંગ્રહ કરે. એ કામ તેઓ તમારી સત્તા હેઠળ કરે અને ખોરાકને માટે બધાં શહેરોમાં અનાજનો સંગ્રહ કરી સાચવી રાખે.


ઇજિપ્તના રાજા ફેરોએ તેની સેવામાં યોસેફની નિમણૂક કરી ત્યારે યોસેફ ત્રીસ વર્ષનો હતો. યોસેફે ફેરો પાસેથી જઈને આખા દેશની મુલાકાત લીધી.


ઇજિપ્તમાં સમૃદ્ધિનાં જે સાત વર્ષ આવ્યાં તે વીતી ગયાં.


યોસેફના કહ્યા પ્રમાણે દુકાળનાં સાત વર્ષ શરૂ થયાં અને સર્વ દેશોમાં દુકાળ પડયો, પણ સમગ્ર ઇજિપ્તમાં અન્‍ન હતું.


આખા દેશમાં દુકાળ પડયો ત્યારે યોસેફે બધા કોઠારો ઉઘાડીને ઇજિપ્તીઓને અનાજ વેચાતું આપ્યું. ઇજિપ્તમાં દુકાળ ખૂબ વિકટ હતો.


તે વર્ષ પૂરું થયું એટલે પછીને વર્ષે લોકોએ આવીને યોસેફને કહ્યું, “અમારા માલિક, તમારાથી આ વાત છુપાવી શકાય એમ નથી કે અમારા પૈસા ખલાસ થઈ ગયા છે અને અમારાં ઢોર પણ તમારી માલિકીનાં થઈ ગયાં છે. હવે તો માલિક તમારે માટે અમારી જાત અને જમીન સિવાય કંઈ જ બાકી રહ્યું નથી.


પછી યોસેફે લોકોને કહ્યું, “જુઓ, આજે મેં ફેરોને માટે તમને તથા તમારી જમીનો ખરીદી લીધાં છે. તો હવે આ બિયારણ લઈ જાઓ અને વાવણી કરો.


“છ દિવસ તમારે પરિશ્રમપૂર્વક તમારું કાર્ય કરવું પરંતુ સાતમે દિવસે તમારે કંઈ કાર્ય ન કરવું. જમીન ખેડવાના સમયે અથવા કાપણીના સમયે પણ તમારે સાતમે દિવસે કાર્ય કરવું નહિ.


તમારાં ખેતર ખેડનારા બળદો અને ગધેડાં સલૂણો અને સારી રીતે ઉપણેલો ઉત્તમ ચારો ખાશે.


અને તે નગરના વડીલોએ જ્યાં કદી ખેડાણ કે વાવેતર થયું ન હોય એવા વહેતા ઝરણાના ખીણપ્રદેશમાં તે વાછરડીની ડોક ભાંગી નાખવી.


તેમાંના કેટલાકને તે હજાર માણસો પર અને બીજા કેટલાકને તે પચાસ માણસો પર અધિકારીઓ નીમશે. તમારા પુત્રોએ તેનાં ખેતરો ખેડવાં પડશે. તેનો પાક લણવો પડશે અને તેનાં શસ્ત્રો અને તેના રથો માટેનાં સાધનો બનાવવાં પડશે.


Lean sinn:

Sanasan


Sanasan