Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 45:20 - પવિત્ર બાઇબલ C.L.

20 તમારી મિલક્તની ચિંતા કરશો નહિ, કારણ, આખા ઇજિપ્તની સર્વ શ્રેષ્ઠ વસ્તુઓ તમારી જ છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 વળી તમારી મિલકતની ચિંતા ન કરો; કેમ કે આખા મિસર દેશમાં જે ઉત્તમ તે તમારું છે.’”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 તમારી માલમિલકતની ચિંતા ન કરો, કેમ કે આખા મિસર દેશમાં જે ઉત્તમ છે તે તમારું છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 વળી તમાંરી માંલમિલકત જે છે તેને છોડીને આવવાની જરા પણ ચિંતા કરશો નહિ, કારણ કે મિસર દેશમાં જે ઉત્તમ છે તે જમીન તમાંરી છે.’”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 45:20
23 Iomraidhean Croise  

જો તમે મને આધીન થશો તો દેશની ઉત્તમ પેદાશ ખાશો.


“તે દિવસે જે માણસ ઘરના છાપરા પર હોય, તેણે ઘરમાંથી પોતાની માલમિલક્ત લેવા ઊતરવું નહિ; એ જ પ્રમાણે જે માણસ ખેતરમાં ગયો હોય, તેણે ઘેર પાછા આવવું નહિ.


તેમ છતાં મેં તેમના પ્રત્યે દયા દર્શાવીને તેમનો નાશ ન કર્યો. એટલે રણપ્રદેશમાં જ તેમનો પૂરેપૂરો સંહાર ન કર્યો.


ત્યાર પછી મેં ઈશ્વરને બાકીના બીજાઓને એમ કહેતા સાંભળ્યા, “તમે તેની પાછળ પાછળ નગરમાં સર્વત્ર ફરીને સંહાર કરો; કોઈને જીવતો જવા દેશો નહિ કે કોઈની પ્રત્યે દયા ખાશો નહિ.


હું તમારી દયા ખાઈશ નહિ કે તમને જોઈને છોડી દઈશ નહિ. હું તમારાં આચરણ અનુસાર અને તમારી મધ્યે ચાલતાં ધૃણાસ્પદ કામો માટે તમને શિક્ષા કરીશ ત્યારે તમે જાણશો કે તમને સજા કરનાર તો હું પ્રભુ છું.


હું તારી દયા ખાઈશ નહિ કે તને છોડી દઈશ નહિ. હું તારાં આચરણ અનુસાર અને તારી મધ્યે ચાલતાં ધૃણાસ્પદ કામો માટે તને શિક્ષા કરીશ, ત્યારે તું જાણશે કે હું પ્રભુ છું.”


તેમનાં તીર યુવાનોને વીંધી નાખશે. ધાવણાં બાળકો પર તેઓ દયા રાખશે નહિ અને નાનાં બાળકો પર તેઓ કરુણા દાખવશે નહિ.


તમારે તમારી પુત્રીઓનાં લગ્ન તેમની સાથે કરાવવાં નહિ, તેમ જ તમારે તેમની પુત્રીઓ સાથે લગ્ન કરવાં નહિ. ન તો તમારે તેમની સુખસમૃદ્ધિ માટે કંઈ પ્રયાસ કરવો. તો જ તમે બળવાન થશો, દેશની ઉત્તમ પેદાશ ખાશો અને તમારા વંશજો સદા તેનો વારસો ભોગવતા રહેશે.


તમારી વાત સાથે કોઈથી સહમત થઈ શકાય તેમ નથી. સર્વ સરખે ભાગે હિસ્સો મળવો જોઈએ. પુરવઠાની સાથે પાછળ રહેનારને પણ લડાઈમાં જનાર જેટલો જ હિસ્સો મળવો જોઈએ.


તેણે કહ્યું, “તમારી તલવારો કમરે બાંધો.” એટલે તેઓ સૌએ પોતાની તલવારો બાંધી લીધી. દાવિદે પોતે પણ પોતાની તલવાર બાંધી લીધી અને પોતાના ચારસો માણસો સાથે ઉપડયો; જ્યારે બસો માણસો પુરવઠા પાછળ સાથે રહ્યા.


તેમણે તેને શોયો, પણ તે તેમને મળ્યો નહિ, ત્યારે તેમણે ફરીને પ્રભુને પૂછયું, “તે માણસ આવ્યો છે કે નહિ?” પ્રભુએ જવાબ આપ્યો, “શાઉલ સરસામાન પાછળ સંતાયેલો છે?”


ઇઝરાયલે પાપ કર્યું છે! મારી સાથે કરેલો જે કરાર મેં તેમને પાળવા ફરમાવ્યો હતો તેનો તેમણે ભંગ કર્યો છે. મના કરેલ અર્પિત વસ્તુમાંથી તેમણે કંઈક લઈ લીધું છે. તેમણે તે ચોરી લીધું છે અને જુઠ્ઠું બોલ્યા છે અને તેને પોતાના સરસામાનમાં સંતાડયું છે.


એ પ્રસંગે તમારે લેશમાત્ર દયા દાખવવી નહિ; પણ જીવને બદલે જીવ, આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત, હાથને બદલે હાથ અને પગને બદલે પગ એમ સજા કરવી.


તમારે ખૂની માણસ પ્રત્યે દયા દાખવવી નહિ; એમ તમારે ઇઝરાયલમાંથી નિર્દોષના ખૂનનો દોષ દૂર કરવો, જેથી તમારું કલ્યાણ થાય.


જે પ્રજાને ઈશ્વર તમારે હવાલે કરે તેમનો સંહાર કરજો અને તેમના પ્રત્યે દયા દાખવશો નહિ. તમે તેમનાં દેવદેવીઓની પૂજા કરશો નહિ; કારણ, એ તમારે માટે ફાંદારૂપ થઈ પડશે.


“જો કોઈ માણસ બીજાના પૈસા કે કિંમતી વસ્તુઓ સાચવવા માટે રાખે અને તેના ઘરમાંથી તે ચોરાઈ જાય, અને જો ચોર પકડાય તો ચોર તે માણસને બમણું પાછું આપે.


અને તમારા પિતાને તથા તમારાં કુટુંબોને મારી પાસે લઈ આવો, હું તમને ઇજિપ્તની ઉત્તમ જમીન આપીશ અને તમે દેશની ઉત્તમ પેદાશ ખાઈને તૃપ્ત થશો.”


ઘરના ધાબા પર હોય તેમણે ઘરનો સામાન લેવા નીચે ન ઊતરવું.


અબિમેલેખે તેને કહ્યું, “જો, મારો આખો દેશ તારી આગળ છે. તારી ઇચ્છા હોય ત્યાં રહે.”


વળી, ફેરોએ યોસેફને સૂચના આપી કે, “તારા ભાઈઓને આમ જણાવ: તમે તમારાં છોકરાં અને તમારી સ્ત્રીઓ માટે ઇજિપ્તમાંથી ગાડાં લઈ જાઓ અને તમારા પિતાને લઈ આવો.


ઇઝરાયલના પુત્રોએ એ પ્રમાણે કર્યું. ફેરોની સૂચના પ્રમાણે યોસેફે તેમને ગાડાં આપ્યાં અને મુસાફરી માટે ખોરાક પણ આપ્યો.


તારી સમક્ષ આખો ઇજિપ્ત દેશ છે. તારા પિતાને અને તારા ભાઈઓને દેશમાં ઉત્તમ જગ્યામાં વસાવ. તેઓ ભલે ગોશેન પ્રદેશમાં વસે, અને તેમનામાંથી કોઈ કાબેલ માણસો તારા ધ્યાનમાં હોય તો તેમને મારાં ઢોર પણ સાચવવા માટે સોંપી દે.”


Lean sinn:

Sanasan


Sanasan