Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 45:1 - પવિત્ર બાઇબલ C.L.

1 યોસેફ તેની તહેનાતમાં ઊભા રહેલા નોકરો આગળ પોતાના મન પર વધુ સમય કાબૂ રાખી શકાયો નહિ. તેથી તેણે મોટેથી કહ્યું, “બધા બહાર જાઓ.” યોસેફે તેના ભાઈઓને પોતાની ઓળખ આપી ત્યારે ત્યાં તેની સાથે કોઈ નહોતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને યૂસફ પોતાની પાસે સર્વ ઊભા રહેનારાઓની આગળ ડૂમો શમાવી ન શકયો. અને તેણે મોટેથી કહ્યું, “મારી આગળથી પ્રત્યેક માણસને બહાર કાઢો.” અને યૂસફે તેના ભાઈઓને પોતાને ઓળખાવ્યો, ત્યારે તેની પાસે કોઈ નહોતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 પછી યૂસફ તેની આસપાસ ઊભા રહેલા સર્વ દાસોની ઉપસ્થિતિમાં તેની સંવેદના સમાવી રાખી શક્યો નહિ. તેણે મોટેથી હુકમ કર્યો, “દરેક વ્યક્તિ મારી પાસેથી દૂર જાય.” તેઓ ગયા ત્યારે યૂસફે તેના ભાઈઓ આગળ પોતાની ઓળખ આપી. તે વખતે કોઈપણ ચાકર ત્યાં હતો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 યૂસફ પોતાની લાગણીઓને વધુ વખત નિયંત્રિત કરી શકયો નહિ. તેની પાસે ઊભા રહેલા બધાની ઉપસ્થિતિમાં રડી પડ્યો અને બોલી ઊઠયો, “માંરી આગળથી બધાને દૂર કરો.” આથી જયારે યૂસફે પોતાના ભાઈઓ આગળ પોતાની જાતને પ્રગટ કરી ત્યારે ત્યાં બીજુ કોઇ ન હતું.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 45:1
12 Iomraidhean Croise  

તે ફરી તેમની પાસે પાછો આવ્યો અને તેમની સાથે વાત કરી. પછી તેમનામાંથી શિમયોનને પકડીને તેમની સામે બાંધ્યો.


મારી સાથે આ છોકરો ન હોય, તો હું શી રીતે મારા પિતા પાસે જઈ શકું? મારા પિતા પર આવી પડનાર વિપત્તિ મારાથી જોઈ જશે નહિ.”


ગાથમાં તે કહેશો નહિ કે આશ્કલોનની શેરીઓમાં એ જાહેર કરશો નહિ; નહિ તો પલિસ્તીયા દેશની સ્ત્રીઓ આનંદ કરશે અને પરપ્રજાની પુત્રીઓ ખુશ થશે.


અને તેને ખાવાને માટે તે તવામાંથી ઉતારી. પણ આમ્નોને તે ખાધી નહિ. તેણે કહ્યું, “બધાંને બહાર કાઢો” અને સૌ બહાર ગયા.


ઈશ્વર કહે છે, “હું લાંબો સમય શાંત રહ્યો છું, મેં મૌન જાળવ્યું છે અને પોતાને કાબૂમાં રાખ્યો છે; પણ હવે કષ્ટાતી પ્રસૂતાની જેમ ચડી ગયેલે શ્વાસે હાંફતાં હાંફતાં બૂમ પાડીશ.


પણ જો હું એમ વિચારું કે હું પ્રભુનો ઉલ્લેખ કરીશ નહિ અને તેમને નામે હવે સંદેશ પ્રગટ કરીશ નહિ, તો મારા હાડકામાં જાણે ભારેલો અગ્નિ હોય તેમ મારા હૃદયમાં એ સંદેશ ભભૂકીને મને વ્યગ્ર કરે છે. હું તેને કાબૂમાં રાખવા મથું છું, પણ મારાથી બોલ્યા વિના રહેવાતું નથી.


“હું દાવિદના વંશજો અને યરુશાલેમના અન્ય લોકોને દયાના આત્માથી અને પ્રાર્થનાના આત્માથી ભરી દઈશ; જેને તેમણે ઘા કરીને મારી નાખ્યો છે, તેના તરફ તેઓ જોશે અને પોતાના એકના એક સંતાનના મરણને લીધે કોઈ રડે તેમ તેને માટે તેઓ રડશે. પોતાનો પ્રથમજનિત પુત્ર ગુમાવ્યો હોય તેની જેમ તેઓ આક્રંદ કરશે.”


જો તારો ભાઈ તારી વિરુદ્ધ* પાપ કરે, તો તેની પાસે જા અને ખાનગીમાં તેને તેની ભૂલ સમજાવ. જો તે તારું માને તો તેં તારા ભાઈને પાછો જીતી લીધો છે.


સર્વ લોકોને નહિ, પણ અમને ઈશ્વરે સાક્ષીઓ થવાને અગાઉથી પસંદ કર્યા છે અને અમને તેમનાં દર્શન કરાવ્યાં છે. તે મરણમાંથી સજીવન થયા ત્યાર પછી અમે તેમની સાથે ખાધુંપીધું.


બીજી મુલાકાત વખતે યોસેફે પોતાના ભાઈઓને પોતાની ઓળખ આપી. પછી ફેરોને યોસેફના કુટુંબ વિષે જાણ થઈ.


પ્રેમ ઉદ્ધત કે સ્વાર્થી નથી. પ્રેમ ખીજાતો નથી, કે કોઈએ ખોટું કર્યું હોય તો પ્રેમ તેની નોંધ રાખતો નથી.


Lean sinn:

Sanasan


Sanasan