Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 44:30 - પવિત્ર બાઇબલ C.L.

30 એટલે, હું જો તમારા દાસ મારા પિતા પાસે જાઉં અને આ છોકરો અમારી સાથે ન હોય

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 તે માટે હવે તમારા દાસની એટલે મર પિતાની પાસે હું જાઉં, ને તે છોકરો અમારી સાથે ન હોય,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 તેથી હવે, જયારે હું મારા પિતાની પાસે પાછો જઈશ ત્યારે જે દીકરામાં તેનો જીવ છે, તે અમારી સાથે ન હોય,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 તેથી કરીને હવે તમાંરા સેવકની એટલે કે, માંરા પિતાની પાસે હું જાઉં, અને એ છોકરો અમાંરી સાથે નહિ હોય તો

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 44:30
8 Iomraidhean Croise  

યોસેફે કહ્યું, “ના, ના, મારે એવું કરવું નથી. માત્ર જેની પાસેથી પ્યાલો મળ્યો તે જ મારો ગુલામ થશે. બાકીના તમારા પિતાની પાસે સહીસલામત પાછા જઈ શકો છો.”


અને અમે તમને કહ્યું હતું કે અમારે વૃદ્ધ પિતા છે અને એક નાનો ભાઈ છે, જે એમની પાછલી ઉંમરમાં જન્મ્યો હતો. એનો ભાઈ મરી ગયો છે એટલે એની માતાના છોકરામાંથી તે એકલો જ બાકી રહ્યો છે. અને એના પિતાને ઘણો પ્રિય છે.


અમે તમને કહ્યું હતું, ‘એ છોકરો પિતાને મૂકીને આવી શકે તેમ નથી, કારણ, એ જો પિતાને મૂકીને આવે તો તેના પિતા મૃત્યુ પામે!’


તો આ છોકરાના જીવમાં તેમનો જીવ પરોવાઈ ગયો હોવાથી તે અમારી સાથે નથી એવું જાણતાની સાથે જ તે મૃત્યુ પામશે અને તમારા આ દાસો તમારા દાસ અમારા પિતાને એના શોકથી વૃદ્ધાવસ્થામાં મૃત્યુલોક શેઓલમાં ઉતારી દેશે.


મારી સાથે આ છોકરો ન હોય, તો હું શી રીતે મારા પિતા પાસે જઈ શકું? મારા પિતા પર આવી પડનાર વિપત્તિ મારાથી જોઈ જશે નહિ.”


દાવિદ અત્યંત દુ:ખી થઈ ગયો. દરવાજા પરની ઓરડીમાં જઈને તે રડયો. જતાં જતાં તે બોલતો ગયો. “ઓ મારા પુત્ર, મારા પુત્ર આબ્શાલોમ! આબ્શાલોમ, મારા પુત્ર! મારા પુત્ર તારે બદલે હું મૃત્યુ પામ્યો હોત તો કેવું સારું થાત. આબ્શાલોમ, મારા પુત્ર.”


શાઉલ અને દાવિદની વાતચીત પૂરી થઈ, એ પછી શાઉલનો પુત્ર યોનાથાન દાવિદ સાથે એકદિલ થઈ ગયો અને તે દાવિદ પર પોતાની જાત જેટલો જ પ્રેમ કરવા લાગ્યો.


જો કોઈ તમારા પર હુમલો કરીને તમને મારી નાખવાનો પ્રયાસ કરે, તો પ્રભુ તમારા જીવને ખજાનાની જેમ સાચવશે. પણ તમારા શત્રુના જીવને તો તે ગોફણમાંથી ફેંક્તા પથ્થરની જેમ ફેંકી દેશે.


Lean sinn:

Sanasan


Sanasan