ઉત્પત્તિ 44:18 - પવિત્ર બાઇબલ C.L.18 યહૂદા યોસેફ પાસે ગયો અને કહ્યું, “સાહેબ, મહેરબાની કરીને મને તમારી સાથે થોડીક અંગત વાત કરવા દો. મારા પર ગુસ્સે થશો નહિ, તમે તો ફેરો સમાન છો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને યહૂદાએ તેની પાસે આવીને કહ્યું, “ઓ મારા ધણી, કૃપા કરીને તમારા દાસને મારા ધણીના કાનમાં બે બોલ કહેવા દો, ને તમારઅ દાસ પર તમારો રોષ ન ચઢે; કેમ કે તમે ફારુનના સરખા છો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 પછી યહૂદાએ તેની પાસે આવીને કહ્યું, “ઓ મારા માલિક, કૃપા કરીને તારા આ દાસને તારા કાનમાં એક વાત કહેવા દે જો કે તું ફારુન સમાન છે તો પણ તારા આ સેવક પર ક્રોધિત ન થઈશ. Faic an caibideilપવિત્ર બાઈબલ18 પછીથી યૂસફ પાસે જઈને યહૂદાએ કહ્યું, “ઓ માંરા ધણી, કૃપા કરીને આપના આ સેવકને ખાનગીમાં આપની સાથે બે વાત કરવા દો, અને આપના સેવક પર ક્રોધ ન કરશો. માંરા માંટે તો આપ પોતે ફારુન સમાંન છો. Faic an caibideil |
તો હવે જ્યારે તમે રણશિંગડાના અવાજ પછી વાંસળી, વીણા, સિતાર, મોરલી વિગેરે સર્વ વાજિંત્રો વાગતાં સાંભળો ત્યારે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને મારી સ્થાપેલી મૂર્તિની પૂજા કરજો. જો તમે તેમ નહિ કરો તો તમને તરત જ અગ્નિની ભડભડતી ભઠ્ઠીમાં નાખી દેવામાં આવશે. શું તમે એમ માનો છો કે મારા હાથમાંથી તમને બચાવી શકે એવો કોઈ દેવ છે?”