Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 44:16 - પવિત્ર બાઇબલ C.L.

16 યહૂદાએ કહ્યું, “સાહેબ, શું કહીએ? અમે કેવી રીતે દલીલ કરીએ? કેવી રીતે અમે પોતાને નિર્દોષ જાહેર કરી શકીએ? સાહેબ, ઈશ્વરે અમારું પાપ ઉઘાડું પાડયું છે. સાહેબ, હવે માત્ર જેની પાસેથી પ્યાલો મળ્યો છે તે જ નહિ, પણ અમે બધા જ તમારા ગુલામ છીએ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને યહૂદા બોલ્યો, “મારા ધણીને અમે શું કહીએ? શું બોલીએ? અમે નિરપરાધી કેમ કરીને ઠરીએ? તમારા દાસોનાં ભંડાં કામ ઈશ્વરે શોધી કાઢયાં છે. જુઓ, અમે તથા જેની પાસેથી પ્યાલું મળ્યું તે પણ મારા ધણીના દાસ છીએ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 યહૂદા બોલ્યો, “અમે અમારા માલિકને શું કહીએ? શું મોં બતાવીએ? અમે અમારી જાતને કેવી રીતે ન્યાયી ઠરાવીએ? ઈશ્વરે અમારો અન્યાય ધ્યાનમાં લીધો છે. હવે અમે તથા જેની ગૂણમાંથી પ્યાલો મળ્યો તે તમારા ગુલામો છીએ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 યહૂદાએ કહ્યું, “હે ધણી! અમે તમને શું કહીએ? અમાંરી નિર્દોષતા સાબિત કરવા શું બોલીએ? અમે અમાંરી જાતને કેવી રીતે નિર્દોષ પૂરવાર કરીએ? દેવે તમાંરા સેવકનો ગુનો ઉઘાડો પાડયો છે; જુઓ, જેની પાસેથી ચાંદીનું પ્યાલું મળ્યું છે તે અને અમે સૌ તમાંરા ગુલામ છીએ.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 44:16
25 Iomraidhean Croise  

જુઓ, આપણે ખેતરમાં પૂળા બાંધતા હતા. એવામાં મારો પૂળો ઊભો થયો અને તમારા પૂળા ચારે તરફ ઊભા રહ્યા, અને મારા પૂળાને નમ્યા.”


યોસેફને ફરી બીજું સ્વપ્ન આવ્યું. તેણે તેના ભાઈઓને કહ્યું, “જુઓ, મને બીજું સ્વપ્ન આવ્યું, અને આ સ્વપ્નમાં સૂર્ય, ચંદ્ર તથા અગિયાર તારા મારી આગળ નમ્યા.”


યોસેફે કહ્યું, “ના, ના, મારે એવું કરવું નથી. માત્ર જેની પાસેથી પ્યાલો મળ્યો તે જ મારો ગુલામ થશે. બાકીના તમારા પિતાની પાસે સહીસલામત પાછા જઈ શકો છો.”


વાત એમ છે કે હું મારા પિતાજી આગળ આ છોકરાને માટે જામીન થયો છું. મેં તેમને કહ્યું છે કે જો હું તેને તમારી પાસે પાછો ન લાવું તો મારા આખા જીવનભર તમારી સમક્ષ તેનો દોષ મારે શિર રહે.


સાહેબ, અમારામાંથી જેની પાસેથી એ મળી આવે તે માર્યો જાય, અને બાકીના અમે તમારા ગુલામ બનીશું.”


વિધવાએ એલિયાને કહ્યું, “ઓ ઈશ્વરભક્ત, તમે મને આમ કેમ કર્યું? તમે અહીં ઈશ્વરને મારાં પાપની યાદ દેવડાવવા અને મારા પુત્રનું મરણ નિપજાવવા આવ્યા હતા?”


“પણ હે અમારા ઈશ્વર, અમે શું કહીએ? કારણ, અમે તો તમારા સેવકો એટલે સંદેશવાહકો દ્વારા અપાયેલી તમારી બધી આજ્ઞાઓનો અનાદર કર્યો છે.


હે ઇઝરાયલના ઈશ્વર પ્રભુ, તમે ન્યાયી છો, છતાં આજે છે તેમ તમે અમને બચાવ્યા છે. અમે તો અપરાધી છીએ અને તેથી તમારી સમક્ષ આવવાનો અમને કોઈ અધિકાર નથી.”


“પ્રભુ, મારી શી વિસાત કે હું તમને ઉત્તર આપું? મારા મુખ પર હાથ મૂકીને હું મૌન ધારણ કરું છું.


દુષ્ટને નિરપરાધી જાહેર કરવો અને નિર્દોષને દોષિત ઠરાવવો, એ બન્‍ને કામ પ્રભુની દષ્ટિમાં ઘૃણાસ્પદ છે.


ખૂનના આરોપી ધરપકડથી બચવા કૂવામાં ય કૂદી પડશે.


તેથી આ જ રીતે યાકોબના અપરાધનું પ્રાયશ્ર્વિત થશે અને તેમના પાપનિવારણનું આવું પરિણામ આવશે: ઇઝરાયલ બધી વેદીઓ તોડી પાડશે અને તેમના પથ્થરો જાણે ચાકના પથ્થરો હોય તેવો તેમનો બારીક ભૂક્કો કરી નાખશે. અશેરાની મૂર્તિઓ અને ધૂપવેદીઓમાંથી એક કહેતાં એકે ય ઊભી રહેવા દેવાશે નહિ.


તેથી મારો પ્રિયતમ કહે છે: “હે યરુશાલેમના રહેવાસીઓ અને યહૂદિયાના લોકો, તમે મારી અને મારી દ્રાક્ષવાડી વચ્ચે ન્યાય કરો:


હે પ્રભુ, તમે હમેશા સાચું જ કરો છો, પણ અમે હમેશા અમારી જાતને કલંક લગાડયું છે. યહૂદિયા અને યરુશાલેમમાં વસનારા તેમ જ તમારા પ્રત્યેના અવિશ્વાસુપણાને લીધે દૂરના કે નજીકના દેશોમાં વિખેરી નંખાયેલા સર્વ ઈઝરાયલીઓ વિષે એ સાચું છે.


પણ જો તમે તમારું વચન નહિ પાળો તો તમે પ્રભુની વિરૂધ પાપ કર્યું ગણાશે અને તમારું પાપ તમને જરૂર પકડી પાડશે.


જે રીતે તમે બીજાઓનો ન્યાય કરશો તે જ રીતે ઈશ્વર પણ તમારો ન્યાય કરશે, અને જે ધારાધોરણો તમે બીજાઓને માટે વાપરો છો તે જ તેઓ તમારે માટે વાપરશે.


જે કંઈ ઢંક્યેલું છે તે ખુલ્લું કરવામાં આવશે, અને બધાં રહસ્યો જાહેર કરવામાં આવશે.


એ સાંભળીને લોકોનાં હૃદય વીંધાઈ ગયાં, અને તેમણે પિતર તથા અન્ય પ્રેષિતોને પૂછયું, “ભાઈઓ, અમે શું કરીએ?”


“જો બે માણસો તેમની વચ્ચેની તકરાર માટે ન્યાયપંચ પાસે જાય તો ન્યાયાધીશોએ અદલ ન્યાયચુકાદો આપવો: તેમણે નિર્દોષ વ્યક્તિને નિર્દોષ જાહેર કરવી, પણ ગુનેગારને સજા કરવી.


પણ મના કરેલી અર્પિત વસ્તુઓ નહિ લેવાની બાબતમાં ઇઝરાયલીઓ વિશ્વાસુ નીવડયા નહિ. યહૂદાના કુળમાંથી ઝેરાના પુત્ર ઝાબ્દીના પુત્ર કાર્મીના પુત્ર આખાને મના કરેલી અર્પિત વસ્તુઓમાંથી કંઈક લઈ લીધું, અને ઇઝરાયલીઓ પર પ્રભુનો કોપ સળગી ઊઠયો.


પછી ઝાબ્દીના કુટુંબને પુરુષવાર રજૂ કર્યું તો ઝાબ્દીના પુત્ર કાર્મીનો પુત્ર આખાન પકડાયો.


અદોનીબેઝેકે કહ્યું, “હાથપગના અંગૂઠા કાપી નાખ્યા હોય તેવા સિત્તેર રાજાઓ મારા મેજ નીચે પડેલા ખોરાકના ટુકડા વીણી ખાતા હતા. જેવું મેં તેમને કર્યું હતું તેવું જ ઈશ્વરે મને કર્યું છે.” તેને યરુશાલેમ લઈ જવામાં આવ્યો, જ્યાં તે મૃત્યુ પામ્યો.


Lean sinn:

Sanasan


Sanasan