ઉત્પત્તિ 43:32 - પવિત્ર બાઇબલ C.L.32 યોસેફને જુદું પીરસવામાં આવ્યું, અને તેના ભાઈઓને બીજા મેજ પર પીરસવામાં આવ્યું, તેની સાથે જમનારા ઇજિપ્તીઓને પણ અલગ પીરસવામાં આવ્યું. કારણ, ઇજિપ્તીઓ હિબ્રૂઓ સાથે જમવા બેસતા નથી. હિબ્રૂ લોકો સાથે જમવા બેસવાનું તેઓ શરમજનક ગણે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 અને દાસોએ તેને માટે તથા તેઓને માટે તથા જે મિસરીઓ તેની સાથે જમતા હતા તેઓને માટે જુદું જુદું પીરસ્યું. કેમ કે હિબ્રૂઓ સાથે મિસરીઓ જમતા નથી, કેમ કે મિસરીઓને તે ધિકકારપાત્ર લાગે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 દાસોએ યૂસફને માટે, તેના ભાઈઓને માટે તથા જે મિસરીઓ તેની સાથે જમવાના હતા તેઓને માટે અલગ અલગ ટેબલ પર ભોજન પીરસ્યું. કેમ કે મિસરીઓ હિબ્રૂઓ સાથે જમતા ન હતા, કેમ કે મિસરીઓ તેઓ સાથે અમંગળપણું લાગે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ32 પછી સેવકોએ યૂસફ માંટે મેજ પાથર્યુ. ત્યારબાદ ભાઇઓ માંટે બીજુ મેજ પાથર્યુ અને તેની સાથે જમતા મિસરીઓ માંટે બીજુ એક મેજ પાથર્યુ કારણ, મિસરીઓ હિબ્રૂઓ સાથે જમવા બેસતા નથી; કારણ કે મિસરીઓની એવી માંન્યતા હતી કે, હિબ્રૂઓ સાથે જમવાનું તેમના માંટે અનુચિત છે. Faic an caibideil |