Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 43:30 - પવિત્ર બાઇબલ C.L.

30 5છી યોસેફ ત્યાંથી ઉતાવળે જતો રહ્યો, કારણ, તેના ભાઈને લીધે તેનું હૃદય ભરાઈ આવ્યું અને તે રડી પડવામાં હતો. તેથી તે પોતાની ઓરડીમાં જઈને ત્યાં રડયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 અને યૂસફે ઉતાવળ કરી; કેમ કે તેના ભાઈને લીધે તેનું હૈયું ભરાઈ આવ્યું; અને તેણે રડવાનું ઠેકાણું શોધ્યું; અને પોતાની ઓરડીમાં જઈને તે ત્યાં રડયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 યૂસફ ઉતાવળથી ઓરડાની બહાર ચાલ્યો ગયો, કારણ કે તેના ભાઈને લીધે તેનું હૃદય ભરાઈ આવ્યું. ત્યાં જઈને તે રડ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 યૂસફ ઝડપથી બહાર ચાલ્યો ગયો; કારણ કે પોતાના ભાઈને જોઈને તેનું હૈયું ભરાઈ આવ્યું, તે રડી પડવાની તૈયારીમાં હતો. તેથી પોતાની ઓરડીમાં જઈને તે ત્યાં રડવા લાગ્યો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 43:30
16 Iomraidhean Croise  

તે ફરી તેમની પાસે પાછો આવ્યો અને તેમની સાથે વાત કરી. પછી તેમનામાંથી શિમયોનને પકડીને તેમની સામે બાંધ્યો.


તે પોક મૂકીને રડયો, અને ઇજિપ્તીઓએ એ રુદન સાંભળ્યું અને તેના સમાચાર ફેરોના રાજમહેલમાં પહોંચી ગયા.


ત્યારે યોસેફ પોતાનો રથ તૈયાર કરાવીને પોતાના પિતા ઇઝરાયલને મળવા ગોશેન ગયો. યાકોબને મળતાં જ યોસેફ તેના પિતા યાકોબને ગળે વળગી પડયો અને તેને ભેટીને લાંબો વખત રડયો.


જે ખરી મા હતી તેના હૃદયમાં પોતાના બાળક પ્રત્યે પ્રેમ હોવાથી તેણે રાજાને કહ્યું, “હે રાજા, મારા માલિક, કૃપા કરીને બાળકને મારી નાખશો નહિ. એને આપી દો.” પણ બીજી સ્ત્રીએ કહ્યું, “અમને બેમાંથી કોઈને બાળક ન આપશો; તેને કાપી નાખો.”


એફ્રાઈમ કુળના લોકો મારે માટે લાડીલા પુત્ર સમાન છે, તે મારે માટે પ્રિય બાળક સમાન છે. જેટલીવાર મારે તેમને ધમકી આપવી પડે છે, તેટલીવાર મને એ યાદ આવે છે. તેથી તેમને માટે મારું દિલ ઝૂરે છે, અને હું જરૂર તેમના પર રહેમ દાખવીશ. હું પ્રભુ પોતે કહું છું.


હે એફ્રાઈમ, હું તને કેવી રીતે તજી દઈ શકું? હું તને કેવી રીતે તરછોડું? આદમા નગરના જેવો તમારો નાશ કરું? અથવા તારા પ્રત્યે સબોઈમના જેવો વર્તાવ કરું? મારું મન મને એમ કરવા દેશે નહિ. કારણ, તમારા પ્રત્યેનો મારો પ્રેમ પ્રબળ છે.


યહૂદીઓના કાવતરાંને કારણે કપરા સમયોમાં થઈને પસાર થતાં પ્રભુના સેવક તરીકે મેં મારું સેવાકાર્ય પૂરી નમ્રતા અને ઘણાં આંસુઓ સાથે કર્યું છે.


તેથી સાવધ રહેજો અને યાદ રાખજો કે રાતદિવસ ઘણાં આંસુઓ સારીને મેં તમ સર્વને ત્રણ વર્ષ સુધી શિક્ષણ


સૌ તેને ભેટીને ચુંબન કરી વિદાય આપતાં રડતા હતા.


એ માટે ઈસુ ખ્રિસ્તના હૃદયમાં તમારે માટે જેવો પ્રેમ છે તેવા પ્રેમથી તમારા બધાની હું કેવી ઝંખના રાખું છું તે વિષે ઈશ્વર મારા સાક્ષી છે.


શું ખ્રિસ્તમાં તમારું જીવન તમને પ્રોત્સાહન આપે છે? શું તેમનો પ્રેમ તમને દિલાસો આપે છે? શું પવિત્ર આત્મા સાથે તમારી સંગત છે?


તમે ઈશ્વરના લોક છો; તેમણે તમારા પર પ્રેમ કર્યો અને તમને પોતાના બનાવવા માટે પસંદ કર્યા છે. તેથી તમારે દયા, મમતા, નમ્રતા, સૌમ્યતા અને ધીરજ પહેરી લેવાં જોઈએ.


તારાં આંસુઓ મને યાદ આવે છે અને મને ઘણો આનંદ થાય તે માટે તને મળવાને હું ખૂબ જ આતુર છું. મને તારા વિશ્વાસની નિખાલસતા યાદ આવે છે.


જો કોઈ માણસ ધનવાન છે અને તેનો ભાઈ મુશ્કેલીમાં છે તેમ જોવા છતાં પોતાના ભાઈની વિરુદ્ધ પોતાનું હૃદય નિષ્ઠુર બનાવે, તો પછી તેના હૃદયમાં ઈશ્વર પ્રત્યે પ્રેમ છે, એમ તે કેવી રીતે કહી શકે?


Lean sinn:

Sanasan


Sanasan