Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 43:29 - પવિત્ર બાઇબલ C.L.

29 યોસેફે પોતાના સગા ભાઈ બિન્યામીનને જોઈને કહ્યું, “આ તમારો સૌથી નાનો ભાઈ, જેને વિષે તમે મને કહ્યું હતું તે જ છે ને? ભાઈ, ઈશ્વર તને આશિષ આપો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 અને તેણે નજર ઊંચી કરીને પોતાના ભાઈ બિન્યામીનને એટલે પોતાની માના દિકરાને જોઈને કહ્યું હતું તે શું આ છે?” અને તેણે કહ્યું, “મારા દિકરા, ઈશ્વર તારા પર કૃપા કરો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 યૂસફે તેના ભાઈ બિન્યામીનને એટલે તેની માતાના દીકરાને જોયો અને બોલ્યો, “શું આ તમારો સૌથી નાનો ભાઈ છે કે જેના વિષે તમે મને કહ્યું હતું? “તેણે પૂછ્યું, “મારા દીકરા, તું કેમ છે? ઈશ્વરની કૃપા તારા પર થાઓ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 યૂસફે પોતાની આંખો ઊંચી કરીને પોતાના ભાઈ બિન્યામીનને, જે એની સગી માંનો પુત્ર હતો તેને જોઈને કહ્યું, “તમે જેના વિષે કહ્યું હતું તે જ આ તમાંરો સૌથી નાનો ભાઈ છે? માંરા પુત્ર! દેવ તારા પર કૃપા કરો.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 43:29
22 Iomraidhean Croise  

રાહેલથી થયેલા પુત્રો: યોસેફ અને બિન્યામીન.


અમે બધા એક જ માણસના દીકરા છીએ. અમે જાસૂસ નથી, પણ પ્રામાણિક માણસો છીએ.”


તેમણે કહ્યું, “સાહેબ, અમે બાર ભાઈઓ છીએ. કનાન દેશના એક જ માણસના દીકરાઓ છીએ. સૌથી નાનો દીકરો અત્યારે અમારા પિતા સાથે છે, અને બીજો ભાઈ હયાત નથી.”


ત્યારે તમે આ તમારા દાસોને કહ્યું હતું, ‘તેને મારી પાસે લઈ આવો એટલે હું તેને જોઉં તો ખરો.’


માટે તમે તો નહિ, પણ ઈશ્વરે મને અહીં મોકલ્યો, અને તેમણે મને ફેરોના પિતા સમાન અને તેના આખા રાજમહેલનો અધિકારી તથા સમગ્ર ઇજિપ્તનો અધિકારી બનાવ્યો છે.


તેથી મારા દીકરાઓ, સમય વેડફો નહિ. પ્રભુએ તેમની સેવાભક્તિ કરવા અને તેમની આગળ ધૂપ ચડાવવા તેમના સેવકો તરીકે તમને જ પસંદ કર્યા છે.”


ઈશ્વર પોતાનાં અજાયબ કાર્યો દ્વારા તેમનું સંસ્મરણ કરાવે છે; પ્રભુ કૃપાળુ તથા દયાળુ છે.


સરળજન માટે અંધકારમાં યે પ્રકાશ પ્રગટે છે; કારણ, તે કૃપાળુ માયાળુ અને નેક છે.


હે ઈશ્વર, અમારા પર કૃપા કરીને અમને આશીર્વાદ આપો, તમારા માયાળુ મુખનો પ્રકાશ અમારા પર પાડો;(સેલાહ)


હે યરુશાલેમમાં વસતા સિયોનના લોકો, તમારે ફરીથી રડવું પડશે નહિ. તમે મદદને માટે ઈશ્વરને પોકાર કરશો એટલે તે તમારા પર દયા દાખવશે. તમારું સાંભળીને તે તમને તરત જ જવાબ આપશે.


હે પ્રભુ, અમારા પર દયા કરો; અમારી આશા તમારા પર છે. તમે રોજરોજ અમારું સામર્થ્ય બનો અને સંકટના સમયથી અમારો બચાવ કરો.


હવે હે યજ્ઞકારો, પ્રભુ આપણા પ્રત્યે ભલાઈ દર્શાવે તેવી વિનંતી કરી જુઓ. તે તમારી પ્રાર્થનાનો પ્રત્યુત્તર નહિ આપે, અને તેમાં વાંક તમારો છે.


પ્રભુ પોતાના મુખનો પ્રકાશ તમારા પર પાડો, અને તમારા પર કૃપા દર્શાવો;


કેટલાક લોકો લકવાવાળા માણસને પથારી સાથે જ ઉપાડી લાવ્યા. તેઓનો વિશ્વાસ લક્ષમાં લઈને ઈસુએ લકવાવાળા માણસને કહ્યું, દીકરા, હિંમત રાખ, તારાં પાપ માફ કરવામાં આવે છે.


ઈસુએ પાછા ફરીને તેને જોઈને કહ્યું, દીકરી, હિંમત રાખ! તારા વિશ્વાસને લીધે તું સાજી થઈ છે. એ જ ક્ષણે તે સ્ત્રી સાજી થઈ.


શિષ્યો એ શબ્દો સાંભળી ચોંકી ઊઠયા, પણ ઈસુએ કહેવાનું ચાલુ રાખ્યું, “મારાં બાળકો, ઈશ્વરના રાજમાં પેસવું એ કેટલું અઘરું છે!


ઈશ્વરપિતા અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તને કૃપા, દયા અને શાંતિ બક્ષો.


ભ્રાતૃપ્રેમ જારી રાખો.


યહોશુઆએ તેને કહ્યું, “મારા પુત્ર, ઇઝરાયલના ઈશ્વર પ્રભુને મહિમા આપ અને તેમની આગળ કબૂલાત કર; અને તેં શું કર્યું છે તે હવે મને કહે; મારાથી કંઈ છુપાવીશ નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan