Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 43:18 - પવિત્ર બાઇબલ C.L.

18 તેમને તેના ઘેર લાવવામાં આવ્યા ત્યારે એ માણસો ગભરાયા અને વિચારવા લાગ્યા, “પહેલીવાર આપણી ગૂણોમાં પાછાં મળેલાં નાણાંને લીધે જ આપણને અહીં લાવવામાં આવ્યા છે. તેઓ લાગ જોઈને આપણી પર ઓચિંતો હુમલો કરશે, આપણને ગુલામ બનાવી દેશે અને આપણાં ગધેડાં લઈ લેશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને તે માણસોને તે યૂસફને ઘેર લાવ્યો, માટે તેઓ બીધા, ને બોલ્યા, “જે નાણું પહેલી વાર આપણી ગૂણોમાં મૂકેલું હતું તેને લીધે તે આપણને અંદર લાવ્યો છે કે, તેને આપણી વિરુદ્ધ બહાનું મળે, ને આપણા પર તે તૂટી પડે, ને આપણને ગુલામ કરી લે, તથા આપણાં ગધેડાં પણ લઈ લે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તેઓને યૂસફના ઘરમાં લાવવામાં આવ્યા તેથી તેઓને બીક લાગી. તેઓ બોલ્યા, “આપણે પ્રથમ વાર આવ્યા ત્યારે આપણા થેલાઓ સાથે જે નાણું પાછું આપવામાં આવ્યું હતું, તેને કારણે તે આપણી વિરુદ્ધ તક શોધતો હોય એવું શક્ય છે. તે કદાચ આપણી અટકાયત કરે, આપણને ગુલામ બનાવે અને આપણા ગધેડાં પણ જપ્ત કરી લે ખરો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 પેલા માંણસોને યૂસફને ઘેર લઈ જવામાં આવ્યા એથી તેઓ ગભરાયા અને કહેવા લાગ્યા, “પહેલી વાર આપણી ગુણોમાં નાણું મૂકેલું હતું તેને લીધે તે આપણને અંદર લઈ આવ્યા છે. હવે એ લોકો આપણા પર તૂટી પડશે અને આપણને જબરજસ્તીથી ગુલામ બનાવશે. તથા આપણા ગધેડાં પણ લઈ લેશે.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 43:18
20 Iomraidhean Croise  

તેઓ એકબીજાને કહેવા લાગ્યા, “આપણે આપણા ભાઈ યોસેફ પ્રત્યે કરેલા વર્તાવ સંબંધી સાચે જ દોષિત છીએ. તે આજીજી કરતો હતો અને તેનો જીવ દુ:ખી થતો હતો ત્યારે તે જોઈને આપણે તેનું સાંભળ્યું નહિ; તેથી અત્યારે આપણે આ સંકટમાં આવી પડયા છીએ.”


જ્યાં તેમણે રાતવાસો કર્યો તે જગ્યાએ તેમનામાંના એકે તેના ગધેડાને દાણા ખવડાવવા પોતાની ગૂણ ખોલી તો ગૂણના મોંમાં પોતાનાં નાણાં જોયાં.


તેણે તેના ભાઈઓને કહ્યું, “મારું નાણું મને પાછું મળ્યું છે. તે અહીં મારી ગૂણમાં છે.” તેમનાં હૃદય હતાશ થઈ ગયાં. તેઓએ ભયથી કાંપતા કાંપતાં એકબીજા તરફ ફરીને કહ્યું, “ઈશ્વરે આપણને આ શું કર્યું?”


જ્યારે તેમણે ગૂણો ખાલી કરી ત્યારે દરેક માણસની નાણાંની થેલી તેની ગૂણમાં હતી, અને તેમણે નાણાંની થેલીઓ જોઈ, ત્યારે તેઓ તથા તેમના પિતા ગભરાયા.


કારભારીએ યોસેફને કહ્યા પ્રમાણે કર્યું, અને એ માણસોને યોસેફને ઘેર લાવ્યો.


તેથી ઘરને બારણે આવી પહોંચ્યા ત્યારે તેમણે યોસેફના ઘરના કારભારીને કહ્યું,


તમે જાણો છો કે અમારી ગૂણોના મોંમાંથી મળી આવેલું નાણું અમે કનાન દેશથી તમારી પાસે પાછું લાવ્યા હતા. તો પછી તમારા માલિકના ઘરમાંથી અમે રૂપું કે સોનું શા માટે ચોરીએ?


તેના કાનમાં ભયના ભણકારા વાગશે; આબાદીના સમયે જ લૂંટારા તેના પર ત્રાટકશે.


તેઓ પાળ તોડી નાખતા પૂર જેવા છે, અને ગાબડામાંથી ધસમસતા પાણીની જેમ મારા પર તૂટી પડે છે.


ભૂતકાળમાં ક્યારેય ન થયા હોય એવા આતંક્તિ તેઓ થશે. કારણ, ઈશ્વર પોતાના લોકના દુશ્મનોનાં હાડકાં વિખેરી નાખશે. ઈશ્વરે તેમનો ત્યાગ કર્યો છે, તેથી તેઓ પરાજયથી લજ્જિત થશે.


મેં આ સમસ્યા સમજવા ઊંડો વિચાર કર્યો, ત્યારે મને એ વાત અતિ કઠિન લાગી.


યહૂદિયાના દાવિદવંશી રાજાને સંદેશો મળ્યો કે અરામનું સૈન્ય એફ્રાઈમના સૈન્ય સાથે મળીને તેમના પર ચડી આવ્યું છે, ત્યારે તે તથા તેના લોકો પવનથી કંપતા વૃક્ષની જેમ ભયથી થરથરવા લાગ્યા.


તેથી બીજા સાથી અધિકારીઓ અને રાજ્યપાલો દાનિયેલના રાજ્યવહીવટમાં કોઈક ભૂલ શોધવાનો પ્રયાસ કરતા હતા, પણ તેઓ શોધી શક્યા નહિ. કારણ, દાનિયેલ વિશ્વાસુ હતો અને કંઈ ખોટું કે બિનપ્રામાણિક કામ કરતો નહિ.


હેરોદે જ્યારે આ સાંભળ્યું ત્યારે તેણે કહ્યું, “એ તો બાપ્તિસ્મા કરનાર યોહાન જ છે! મેં તેનું માથું કપાવી નાખ્યું હતું, પણ હવે તે પાછો સજીવન થયો છે!”


નિયમ દ્વારા પાપને મારી અંદર સઘળા પ્રકારનો લોભ ઉત્પન્‍ન કરવાની તક મળી. નિયમ વગર પાપ મરેલું છે.


અને તેને બદનામ કરવા તેના પર જૂઠો આક્ષેપ મૂક્તાં તેને કહે કે, ‘મેં આ સ્ત્રી સાથે લગ્ન કર્યું અને જ્યારે મેં તેની સાથે સમાગમ કર્યો ત્યારે તે કુંવારી છે તેવો કોઈ પુરાવો મને મળ્યો નથી;’


પણ આ રહ્યો મારી પુત્રીના કુંવારાપણાનો પુરાવો!’ પછી તે નગરના વડીલો સામે તે ચાદર પાથરે.


માનોઆહે તેની પત્નીને કહ્યું, “આપણે હવે ચોક્કસ મરી જઈશું, કારણ, આપણે ઈશ્વરનાં દર્શન કર્યાં છે.”


તેનાં માતપિતાને ખબર નહોતી કે પ્રભુ જ શિમશોનને એ માટે પ્રેરણા કરી રહ્યા હતા; કારણ, પ્રભુને પલિસ્તીઓ સામે લડવા માટે કંઈક કારણ જોઈતું હતું. એ સમયે પલિસ્તીઓ ઇઝરાયલ પર રાજ કરતા હતા.


Lean sinn:

Sanasan


Sanasan