Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 42:6 - પવિત્ર બાઇબલ C.L.

6 યોસેફ ઇજિપ્ત દેશનો અધિપતિ હતો અને તે જ દુનિયાના સર્વ લોકોને અનાજ વેચાતું આપતો હતો. તેથી યોસેફના ભાઈઓ આવ્યા અને ભૂમિ સુધી પોતાનાં માથાં નમાવીને તેને પ્રણામ કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને તે દેશનો અધિપતિ યૂસફ હતો; તે દેશના સર્વ લોકોને અનાજ વેચાતું આપનાર તે જ હતો. અને યૂસફના ભાઈઓ આવ્યા, ને તેઓએ ભૂમિ સુધી માથાં નમાવીને તેને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 અહીં મિસર દેશનો અધિપતિ યૂસફ હતો. દેશના સર્વ લોકોને અનાજ વેચાતું આપનાર તે જ હતો. યૂસફના ભાઈઓ આવ્યા અને તેઓએ જમીન સુધી માથાં નમાવીને તેને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 મિસર દેશનો શાસનકર્તા યુસફ હતો. દેશના તમાંમ લોકોને તે જ અનાજ વેચાતું આપતો હતો; તેથી યૂસફના ભાઈઓએ તેમની સામે આવીને ભોય લગી મસ્તક નમાંવીને સાષ્ટાંગ પ્રણામ કર્યા.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 42:6
19 Iomraidhean Croise  

તેણે નજર ઊઠાવીને જોયું તો પોતાની સામે તેણે ત્રણ માણસોને ઊભેલા જોયા. તેમને જોઈને તે તંબુના પ્રવેશદ્વારેથી દોડીને તેમને મળવા સામે ગયો.


સંધ્યા સમયે પેલા બે દૂતો સદોમ આવી પહોંચ્યા. લોત ત્યારે સદોમના દરવાજે બેઠો હતો. તેમને જોઈને લોત મળવા ઊભો થયો અને ભૂમિ સુધી માથું નમાવીને તેમને પ્રણામ કરતાં કહ્યું,


તે પોતે તેમની આગળ ચાલ્યો, અને પોતાના ભાઈની પાસે પહોંચતા સુધીમાં તો તેણે તેને સાત વાર ભૂમિ સુધી નમીને પ્રણામ કર્યા.


પછી તેને ફેરોથી બીજા દરજ્જાના રથમાં બેસાડીને તેની આગળ “ધૂંટણ ટેકવો” એવો આદેશ પોકારવામાં આવ્યો. આમ, ફેરોએ તેને આખા ઇજિપ્તનો અધિપતિ બનાવ્યો.


યોસેફના કહ્યા પ્રમાણે દુકાળનાં સાત વર્ષ શરૂ થયાં અને સર્વ દેશોમાં દુકાળ પડયો, પણ સમગ્ર ઇજિપ્તમાં અન્‍ન હતું.


બધા દેશોના લોકો ઇજિપ્તમાં યોસેફ પાસે અનાજ વેચાતું લેવા માટે આવતા હતા. કારણ, આખી પૃથ્વી પર ભારે દુકાળ હતો.


યહૂદા અને તેના ભાઈઓ યોસેફને ઘેર આવ્યા ત્યારે તે ત્યાં જ હતો. તેમણે ભૂમિ સુધી નમીને તેને પ્રણામ કર્યા.


તેમણે કહ્યું, “યોસેફ હજી જીવે છે. અરે, એ તો આખા ઇજિપ્તનો અધિપતિ છે.” યાકોબ તો સ્તબ્ધ થઈ ગયો, અને તેમનું કહેવું માની શકાયો નહિ.


માટે તમે તો નહિ, પણ ઈશ્વરે મને અહીં મોકલ્યો, અને તેમણે મને ફેરોના પિતા સમાન અને તેના આખા રાજમહેલનો અધિકારી તથા સમગ્ર ઇજિપ્તનો અધિકારી બનાવ્યો છે.


પછી યોસેફે તેમને તેના ખોળામાંથી લઈ લીધા અને ભૂમિ સુધી પોતાનું માથું નમાવીને તેણે પ્રણામ કર્યા.


અનાજનો સંગ્રહ કરનાર પર લોકો શાપ વરસાવે છે, પણ અનાજ વેચવા કાઢનારને લોકો આશીર્વાદ આપે છે.


તારા પર અત્યાચાર કરનારા જ તારી આગળ પ્રણામ કરશે. એકવાર તારો તુચ્છકાર કરનાર સૌ કોઈ તારે પગે પડશે. તેઓ તને ‘યાહવેની નગરી,’ ‘ઇઝરાયલના પવિત્ર ઈશ્વરની નગરી સિયોન’ તરીકે ઓળખશે.


તેમણે તેને સર્વ સંકટોમાંથી સહીસલામત પાર ઉતાર્યો. યોસેફ ઇજિપ્તના રાજા ફેરો આગળ રજૂ થયો ત્યારે ઈશ્વરે તેને પ્રસન્‍ન વર્તણૂક તથા જ્ઞાન આપ્યાં. ફેરોએ યોસેફને તેના દેશનો તથા રાજકુટુંબનો મુખ્ય અધિકારી બનાવ્યો.


સાંભળ, પેલા શેતાનના સાગરીતો, એટલે, પેલા જૂઠાઓ પોતાને યહૂદી કહેવડાવે છે, પણ તેવા નથી, તેમને હું તારે ચરણે નમાવીશ ત્યારે તેઓ જાણશે કે હું તારા પર પ્રેમ રાખું છું.


છોકરાના ગયા પછી દાવિદ પથ્થરોના ઢગલા પાછળથી નીકળી આવ્યો અને યોનાથાનને ભૂમિ પર શિર ટેકવીને તેને ત્રણવાર નમન કર્યું. દાવિદ અને યોનાથાને એકબીજાને ભેટીને ચુંબન કર્યું અને રડવા લાગ્યા. યોનાથાન કરતાં પણ દાવિદ વધારે રડયો.


Lean sinn:

Sanasan


Sanasan