ઉત્પત્તિ 42:21 - પવિત્ર બાઇબલ C.L.21 તેઓ એકબીજાને કહેવા લાગ્યા, “આપણે આપણા ભાઈ યોસેફ પ્રત્યે કરેલા વર્તાવ સંબંધી સાચે જ દોષિત છીએ. તે આજીજી કરતો હતો અને તેનો જીવ દુ:ખી થતો હતો ત્યારે તે જોઈને આપણે તેનું સાંભળ્યું નહિ; તેથી અત્યારે આપણે આ સંકટમાં આવી પડયા છીએ.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 અને તેઓએ માંહોમાંહે કહ્યું, “ખરેખર આપણે આપણા ભાઈ વિષે અપરાધી છીએ. કેમ કે જ્યારે તેણે કાલાવાલા કર્યા, ને આપણે તેના જીવનનું દુ:ખ જોયું ત્યારે આપણે તેનું સાંભળ્યું નહિ; તે માટે આ સંકટ આપણા પર આવી પડ્યું છે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 તેઓએ એકબીજાને કહ્યું, “નિશ્ચે આપણે આપણા ભાઈ સંબંધી અપરાધી છીએ, કેમ કે જયારે તેણે કાલાવાલા કર્યા ત્યારે આપણે તેની પીડા જોઈ, પણ તેનું સાંભળ્યું નહિ. તેથી આ સંકટ આપણા પર આવી પડ્યું છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ21 તેઓ એકબીજાને કહેવા લાગ્યા. “ખરેખર આપણે આપણા ભાઈની બાબતમાં ગુનેગાર છીએ. કારણ કે જયારે તેણે આપણને કાલાવાલા કર્યા હતા, ને આપણે તેને થતું કષ્ટ જોયું હતું, છતાં પણ આપણે સાંભળ્યું નહિ; એટલા માંટે જ આ સંકટ આપણા પર આવી પડ્યું છે.” Faic an caibideil |