ઉત્પત્તિ 42:20 - પવિત્ર બાઇબલ C.L.20 તમારે તમારો સૌથી નાનો ભાઈ મારી પાસે લાવવો પડશે. જેથી સાબિત થાય કે તમે સત્ય બોલ્યા છો. એમ તમને મારી નાખવામાં આવશે નહિ.” તેમણે એ વાત મંજૂર રાખી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને તમારા નાના ભાઈને મારી પાસે લેતા આવો. તે પરથી તમારી વાત સાચી ઠરશે, ને તમે નહિ મરશો.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 તમારા નાના ભાઈને મારી પાસે લાવો. જેથી તમારી વાત સાચી ઠરશે અને તમે મરણને પાત્ર થશો નહિ.” તેથી તેઓએ એમ જ કર્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ20 પછી તમાંરા સૌથી નાના ભાઈને માંરી આગળ લઈને આવો; તે પરથી તમાંરી વાત સાચી ઠરશે અને તમાંરે મરવું પણ નહિ પડે.” પછી તે લોકો એમ કરવા સંમત થયા. Faic an caibideil |
પણ તે માણસે, એટલે તે દેશના અધિપતિએ અમને કહ્યું, ‘તમે આમ કરશો તો હું જાણીશ કે તમે પ્રામાણિક માણસો છો. તમારા એક ભાઈને મારી પાસે રહેવા દો અને બાકીના તમારા દુકાળગ્રસ્ત કુટુંબને માટે અનાજ લઈને જાઓ, પછી તમારા નાના ભાઈને મારી પાસે લેતા આવજો, ત્યારે તમે જાસૂસ નથી, પણ પ્રામાણિક છો એમ હું જાણીશ, અને હું તમને તમારો ભાઈ પાછો સોંપીશ અને તમે આ દેશમાં ધંધો રોજગાર કરી શકશો.”