Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 41:25 - પવિત્ર બાઇબલ C.L.

25 યોસેફે ફેરોને કહ્યું, “બે સ્વપ્નોનો અર્થ એક જ છે. ઈશ્વર શું કરવાના છે તે તેમણે તમને જણાવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 અને યૂસફે ફારુનને કહ્યું, “ફારુનનું સ્વપ્ન એક જ છે. ઈશ્વર જે કરવાનઅ છે તે તેમણે ફારુનને જણાવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 યૂસફે ફારુનને કહ્યું, “આપનાં સ્વપ્નો એક જેવા જ છે. ઈશ્વર જે કરવાના છે તે તેમણે આપને જણાવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 ત્યારબાદ યૂસફે ફારુનને કહ્યું, “ફારુનનાં બંને સ્વપ્નનો અર્થ તો એક જ છે. હવે દેવ શું કરનાર છે એ તેણે ફારુનને દર્શાવ્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 41:25
18 Iomraidhean Croise  

તેમણે કહ્યું, “અમને બન્‍નેને સ્વપ્ન આવ્યાં હતાં, પણ તેનો અર્થ કરનાર કોઈ નથી.” ત્યારે યોસેફે કહ્યું, “અર્થ કરવો એ શું ઈશ્વરનું કાર્ય નથી? તમારું સ્વપ્ન તો મને કહો!”


યોસેફે જવાબ આપ્યો, “હું તો નહિ, પણ ઈશ્વર ફેરોને સંતોષકારક જવાબ આપશે.”


સાત પુષ્ટ ગાયો સાત વર્ષ છે અને અનાજનાં સાત ભરાવદાર કણસલાં પણ સાત વર્ષ છે; તેમનો એક જ અર્થ છે.


એ તો મેં તમને કહ્યું તેમ ઈશ્વર શું કરવાના છે તે તેમણે તમને બતાવ્યું છે.


હે રાજા, તમને બે વાર સ્વપ્ન આવ્યાં એનો અર્થ એ છે કે એ વાત ઈશ્વરે નક્કી ઠરાવી છે અને નજીકના ભવિષ્યમાં જ ઈશ્વર તેનો અમલ કરશે.


પ્રભુએ પોતાના આ વિજયની ઘોષણા કરી છે. તેમણે પ્રજાઓ સમક્ષ પોતાની ઉદ્ધારક શક્તિ પ્રગટ કરી છે.


નહિ તો આ વખતની મારી આફત હું માત્ર તારા અમલદારો અને તારી પ્રજા ઉપર જ નહિ, પણ તારા પોતા ઉપર પણ મોકલીશ; જેથી તું જાણે કે સમસ્ત પૃથ્વીમાં મારા જેવો કોઈ છે જ નહિ.


બધી પ્રજાઓ એકઠી થાય અને લોકો ભેગા મળે. તેમના કયા દેવે આ વાત અગાઉથી જાહેર કરી હતી? બની ચૂકેલી ઘટનાઓ વિષે કોણે પહેલેથી કહ્યું હતું? એ વિષે પોતે સાચા છે એવું પુરવાર કરવા માટે તેઓ સાક્ષીઓ રજૂ કરે; જેથી બીજાઓ તેમને સાંભળીને તેમનું કહેવું સાચું છે કે કેમ તેનું સમર્થન આપે.”


કોઈના પણ સ્પર્શ વિના પર્વતમાંથી છૂટા પડી ગયેલા પથ્થરે પેલી લોખંડ, તાંબુ, માટી, ચાંદી, અને સોનાની મૂર્તિનો ભાંગીને ભૂક્કો કર્યો તે આપે જોયું હતું. મહાન ઈશ્વરે ભવિષ્યમાં જે બનવાનું છે તે આપ નામદારને બતાવ્યું છે. આપને આવેલું સ્વપ્ન ચોક્કસ અને તેનો અર્થ સાચો છે.”


રાજાએ કહ્યું, “તેં મને સ્વપ્ન અને તેનો અર્થ જણાવ્યો તે પરથી હું જાણું છું કે તારા ઈશ્વર સર્વ દેવો કરતાં મહાન છે, તે રાજાઓના પ્રભુ છે. વળી, તે રહસ્યો ખોલનાર છે.”


સાચે જ, પોતાના સેવકો સંદેશવાહકો સમક્ષ પોતાની રહસ્યમય યોજના પ્રગટ કર્યા વગર પ્રભુ પરમેશ્વર કંઈ જ કરતા નથી.


તે સમયે બે પુરુષો ખેતરમાં કામ કરતા હશે. એક લેવાશે અને બીજો પડતો મુકાશે.


સાવધ રહો! મેં તમને અગાઉથી બધી હકીક્ત કહી છે.


અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાવંત ઈશ્વરપિતા તમને પવિત્ર આત્મા આપે તેવી વિનંતી કરું છું. પવિત્ર આત્મા તમને જ્ઞાની બનાવશે અને ઈશ્વરને તમારી સમક્ષ પ્રગટ કરશે; એ માટે કે તમે તેમને ઓળખી શકો.


પ્રભુએ યહોશુઆને કહ્યું, “તેમનાથી ગભરાઈ જઈશ નહિ. આવતી કાલે આ સમય સુધીમાં તો હું તેમનો સંહાર કરીને તેમને ઇઝરાયલને સ્વાધીન કરી દઈશ.


તે પછી મેં બીજું સંદર્શન જોયું, મેં સ્વર્ગમાં એક દ્વાર ખુલ્લું થયેલું જોયું! અને પહેલાં સાંભળ્યો હતો તેવા રણશિંગડાના જેવા જ અવાજે મને કહ્યું, “અહીં ઉપર આવ, અને હવે પછી જે બનાવો અવશ્ય બનવાના છે તે હું તને બતાવીશ.”


Lean sinn:

Sanasan


Sanasan