Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 40:8 - પવિત્ર બાઇબલ C.L.

8 તેમણે કહ્યું, “અમને બન્‍નેને સ્વપ્ન આવ્યાં હતાં, પણ તેનો અર્થ કરનાર કોઈ નથી.” ત્યારે યોસેફે કહ્યું, “અર્થ કરવો એ શું ઈશ્વરનું કાર્ય નથી? તમારું સ્વપ્ન તો મને કહો!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને તેઓએ તેને કહ્યું, “અમને સ્વપ્ન આવ્યું હતું, ને તેનો અર્થ બતાવી શકે એવો કોઈ નથી.” અને યૂસફે તેઓને કહ્યું, “અર્થ બતાવવો એ શું ઈશ્વરનું કામ નથી? તે શું છે તે કૃપા કરીને મને કહો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તેઓએ તેને કહ્યું, “અમને બન્નેને સ્વપ્ન આવ્યું છે અને તેનો અર્થ બતાવે એવો કોઈ મળી શકે તેમ નથી.” યૂસફે તેઓને કહ્યું, “અર્થ બતાવવો એ શું ઈશ્વરનું કામ નથી? તમારા સ્વપ્ન વિષે મને જણાવો તો ખરા!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 એટલે તેઓએ તેને કહ્યું, “અમને દરેકને સ્વપ્ન આવ્યું હતું, પણ તેનો અર્થ કરનાર કોઈ નથી.” એટલે યૂસફે તેઓને કહ્યું, “એક માંત્ર દેવ જ સ્વપ્નોનો ખુલાસો કરી શકે, છે. કૃપા કરી મને તમાંરું સ્વપ્ન કહો.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 40:8
17 Iomraidhean Croise  

તેથી દ્રાક્ષાસવ પીરસનારાઓના ઉપરીએ યોસેફને પોતાનું સ્વપ્ન જણાવ્યું: “મારા સ્વપ્નમાં મેં મારી સામે એક દ્રાક્ષવેલો જોયો.


યોસેફે ફેરોને કહ્યું, “બે સ્વપ્નોનો અર્થ એક જ છે. ઈશ્વર શું કરવાના છે તે તેમણે તમને જણાવ્યું છે.


પરંતુ જો ઈશ્વરના હજારો દૂતોમાંથી એક દૂત તેના મયસ્થ તરીકે એની વહારે આવે અને માણસને માટે યથાયોગ્ય શું છે તે તેને સમજાવે,


પ્રભુ તેમના ભક્તોને પોતાના ગૂઢ ઇરાદા જણાવે છે, અને તેમની સાથેના પોતાના કરારનું સમર્થન કરે છે.


લોકો તમને કહેશે કે, “જોશીઓ અને બડબડ કરનારા ભૂવાઓનો સંપર્ક સાધો. લોકોએ પોતાના દેવને ન પૂછવું જોઈએ? તેમણે જીવતાં માણસો માટે મરેલાંઓને પૂછવું જોઈએ?”


આપ નામદાર જે જાણવા માગો છો તે તો દેવો સિવાય કોઈ કહી શકે તેમ નથી, અને તેઓ કંઈ માણસો મધ્યે વસતા નથી.”


દાનિયેલે જવાબ આપ્યો, “હે રાજા, કોઈપણ વિદ્વાન જાદુગર, ભવિષ્યવેત્તા કે જ્યોતિર્વિદ આપના સ્વપ્નનો ગૂઢ અર્થ કહી શકે તેમ નથી.


પણ આકાશમાં એક ઈશ્વર છે જે રહસ્યો ખોલે છે. ભવિષ્યમાં જે બનવાનું છે તે તેમણે આપને જણાવ્યું છે. તમે નિદ્રાધીન હતા ત્યારે સ્વપ્નમાં તમને જે દર્શન થયેલું તે હવે હું તમને કહીશ.


એટલે, રાજાએ તેમને કહ્યું, “મારા એક સ્વપ્નને લીધે હું ચિંતાતુર છું અને મારે એનો અર્થ જાણવો છે.”


રાજાએ કહ્યું, “તેં મને સ્વપ્ન અને તેનો અર્થ જણાવ્યો તે પરથી હું જાણું છું કે તારા ઈશ્વર સર્વ દેવો કરતાં મહાન છે, તે રાજાઓના પ્રભુ છે. વળી, તે રહસ્યો ખોલનાર છે.”


તે પછી દાનિયેલ આવ્યો. (મારા દેવના નામ પરથી તે બેલ્ટશાસ્સાર તરીકે પણ ઓળખાય છે.) તેનામાં પવિત્ર ઈશ્વરનો આત્મા હોવાથી મેં તેને મારું સ્વપ્ન જણાવ્યું. મેં તેને કહ્યું,


મેં સાંભળ્યું છે કે તું રહસ્યોનો ખુલાસો કરી શકે છે. તેથી જો તું આ લેખ વાંચીને મને તેનો અર્થ જણાવીશ તો તને જાંબુઆ વસ્ત્ર અને ગળામાં સોનાનો હાર પહેરાવવામાં આવશે અને રાજ્યમાં તને ત્રીજું સ્થાન અપાશે.”


સાચે જ, પોતાના સેવકો સંદેશવાહકો સમક્ષ પોતાની રહસ્યમય યોજના પ્રગટ કર્યા વગર પ્રભુ પરમેશ્વર કંઈ જ કરતા નથી.


Lean sinn:

Sanasan


Sanasan