Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 40:20 - પવિત્ર બાઇબલ C.L.

20 ત્રીજે દિવસે ફેરોનો જન્મદિવસ હતો. તેણે પોતાના બધા અધિકારીઓને મિજબાની આપી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને ત્રીજે દિવસે, એટલે ફારુનની વર્ષગાંઠને દિવસે, એમ થયું કે તેણે તેના સર્વ સેવકોને મિજબાની આપી; અને તેણે તેના સેવકોમાં મુખ્ય પાત્રવાહકને તથા મુખ્ય ભઠિયારાને ફેંસલા માટે છૂટ કર્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 ત્રીજે દિવસે, એટલે ફારુનના જન્મ દિવસે એમ થયું કે તેણે તેના સર્વ સેવકોને મિજબાની આપી. તેણે તેના બીજા અધિકારીઓ સમક્ષ કરતાં મુખ્ય પાત્રવાહક તથા મુખ્ય રસોઈયા પર ધ્યાન આપ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 ત્રીજે દિવસે ફારુનની વર્ષગાંઠ હતી, તે દિવસે તેણે તેના બધા સેવકોને મિજબાની આપી; અને ફારુને તેના સેવકોમાં મુખ્યપાત્રવાહકનો અને ભઠિયારાનો ન્યાય કર્યો, અને બંનેને કારાગૃહમાંથી બહાર આવવા દીધા.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 40:20
14 Iomraidhean Croise  

બાળક મોટો થયો અને તેને ધાવણ છોડાવવામાં આવ્યું. ઇસ્હાકે ધાવણ છોડયું તે દિવસે અબ્રાહામે મોટું જમણ આપ્યું.


ત્રણ દિવસમાં ફેરો તમારો શિરચ્છેદ કરાવશે અને તમને વૃક્ષ પર લટકાવી દેશે અને પક્ષીઓ તમારું માંસ ચૂંટી ખાશે.”


શલોમોન જાગી ઊઠયો, અને તેને ખબર પડી કે સ્વપ્નમાં ઈશ્વરે તેની સાથે વાત કરી હતી. પછી તે યરુશાલેમ ગયો અને પ્રભુની કરારપેટી સમક્ષ ઊભા રહીને પ્રભુને દહનબલિ અને સંગતબલિ ચડાવ્યા. પછી તેણે પોતાના સર્વ અધિકારીઓને મિજબાની આપી.


યહૂદિયાના રાજા યહોયાખીનના દેશનિકાલના સાડત્રીસમા વર્ષના બારમા મહિનાના સતાવીસમા દિવસે બેબિલોનના રાજા એવીલ-મેરાદાખે તેના રાજ્યાભિષેકના વર્ષમાં યહોયાખીન પ્રત્યે સદ્ભાવ દાખવ્યો અને તેને કેદમાંથી મુક્ત કર્યો.


તેના અમલના ત્રીજે વર્ષે તેણે તેના રાજદરબારીઓ અને સેવકોને ભવ્ય મિજબાની આપી. ઇરાન તથા માદાયના સર્વ લશ્કરી અમલદારો, પ્રાંતોના રાજ્યપાલો અને અગ્રણીઓ તેમાં હાજર રહ્યા હતા.


આખરે યોબ બોલી ઊઠયો અને તેણે પોતાના જન્મદિવસને શાપ દીધો.


યોસેફે ભાખેલું ભવિષ્યકથન પૂર્ણ થયું અને પ્રભુના સંદેશ પ્રમાણે તે સાચો ઠર્યો, ત્યાં સુધી તેની ક્સોટી થઈ.


યહૂદિયાના રાજા યહોયાખીનના દેશનિકાલના સાડત્રીસમા વર્ષના બારમા મહિનાના પચીસમા દિવસે બેબિલોનના રાજા એવીલ-મેરોદાખે તેના રાજ્યાભિષેકના વર્ષમાં યહોયાખીન પ્રત્યે સદ્ભાવ દાખવ્યો અને તેને કેદમાંથી મુક્ત કર્યો.


હેરોદનો જન્મદિવસ આવ્યો. એકત્રિત થયેલા લોકો સમક્ષ હેરોદિયાસની દીકરીએ નૃત્ય કર્યું. હેરોદ ખૂબ પ્રસન્‍ન થઈ ગયો.


ઘણા લાંબા સમય પછી એ સેવકોનો માલિક ઘેર પાછો આવ્યો અને તેમની પાસે હિસાબ માગ્યો.


છેવટે હેરોદિયાસને લાગ મળી ગયો. હેરોદે પોતાના જન્મદિવસે બધા ઉચ્ચ અધિકારીઓ, લશ્કરી અફસરો અને ગાલીલના અગ્રગણ્ય નાગરિકો માટે ભોજનસમારંભ યોજ્યો હતો.


Lean sinn:

Sanasan


Sanasan