Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 40:15 - પવિત્ર બાઇબલ C.L.

15 હિબ્રૂઓના દેશમાંથી મને ઉપાડી લાવવામાં આવ્યો છે અને અહીં પણ મેં જેલમાં પુરાવું પડે એવું કંઈ કર્યું નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 કેમ કે હિબ્રૂઓના દેશમાંથી હું ખરેખર ચોરાઈ ગયેલો છું, અને અહીં પણ મેં કેદમાં નંખાવા લાયક કંઈ કર્યું નથી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 કેમ કે હિબ્રૂઓના દેશમાંથી હું ખરેખર ફેંકાઈ ગયેલો છું. અહીં પણ કેદમાં નંખાવા જેવો કોઈ અપરાધ મેં કરેલો નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 અહીંયા હિબ્રૂઓના દેશમાંથી માંરી ઇચ્છા વિરુધ્ધ લાવવામાં આવ્યો છે. મેં અહીં એવું કશુંય ખોટું કર્યુ નથી જેને કારણે મને કારાગૃહમાં નાખવો પડે.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 40:15
19 Iomraidhean Croise  

ત્યાર પછી ત્યાંથી નાસી છૂટેલા એક માણસે આવીને હિબ્રૂ અબ્રામને ખબર આપી. અબ્રામ અમોરી મામરેનાં પવિત્ર એલોન વૃક્ષ પાસે રહેતો હતો. મામરે તો એશ્કોલ અને આનેરનો ભાઈ હતો. એ ભાઈઓ અબ્રામના સંધિમિત્રો બન્યા હતા.


તેણે યોસેફની ધરપકડ કરાવી અને જ્યાં રાજાના કેદીઓ રખાતા હતા ત્યાં તેને જેલમાં પૂરી દીધો, અને યોસેફ ત્યાં જેલમાં જ રહ્યો.


જ્યારે મુખ્ય રસોઈયાએ આ અનુકૂળ અર્થ સાંભળ્યો ત્યારે તેણે પણ યોસેફને કહ્યું, “મને પણ એક સ્વપ્ન આવ્યું હતું.


અમારી સાથે ત્યાં એક હિબ્રૂ યુવાન હતો. તે તો અંગરક્ષકોના ઉપરી અમલદારનો દાસ હતો. અમે તેને અમારાં સ્વપ્નો કહ્યાં.


ત્યાં જેલમાં તેના પગ બેડીઓમાં જકડાયેલા હતા, અને તેની ગરદન પર લોહપટ્ટી પહેરાવેલી હતી;


દુર્જનો અને કપટીઓનાં મુખ મારા પર આરોપ મૂકે છે. તેમની જીભો મારી વિરુદ્ધ જૂઠું દોષારોપણ કરે છે.


“જો કોઈ માણસ બીજાને વેચી નાખવા અથવા પોતાના દાસ તરીકે રાખવા ચોરીછૂપીથી ઉપાડી જાય તો તેવા મનુષ્યહરણ કરનારને મારી નાખવો.


સિંહો મને કંઈ ઈજા પહોંચાડે નહિ તે માટે ઈશ્વરે પોતાના દૂતને મોકલીને તેમનાં મોં બંધ કર્યાં છે, કારણ, હું તેમની દષ્ટિમાં નિર્દોષ હતો. વળી, હે રાજા, મેં આપનો પણ કંઈ ગુનો કર્યો નથી.”


ઈસુએ તેમને કહ્યું, “પિતાએ સોંપેલાં ઘણાં સારાં કાર્યો મેં તમારી આગળ કર્યાં છે. એમાંના કયા કાર્યને લીધે તમે મને પથ્થરે મારવા તૈયાર થયા છો?”


‘તેમણે વગર કારણે મારો તિરસ્કાર કર્યો છે,’ એવું તેમના નિયમશાસ્ત્રમાં જે લખેલું છે તે સાચું પડે, માટે આમ થવું જ જોઈએ.


“જો કોઈ માણસ સાથી ઇઝરાયલીનું અપહરણ કરે અને તેને ગુલામ તરીકે રાખતાં કે વેચતાં પકડાઈ જાય તો તે અપહરણકાર મૃત્યુદંડ પામે. એ પ્રમાણે તમારી વચમાંથી તમારે દુષ્ટતા દૂર કરવી.


વ્યભિચારીઓ, જાતીય વિકૃતિ ધરાવનારાઓ, અપહરણ કરનારાઓ, જૂઠ બોલનારા અને જૂઠી સાક્ષી આપનારા તથા સાચા શિક્ષણની વિરુદ્ધ આચરણ કરનારા માટે છે.


મારા પિતા, તમારા ઝભ્ભાનો ટુકડો મારા હાથમાં છે તે જુઓ. મેં એ ટુકડો કાપી લીધો, પણ તમને મારી નાખ્યા નહિ. એ પરથી તમને ખાતરી થવી જોઈએ કે તમારી વિરુદ્ધ બંડ કરવાનો અથવા તમને ઈજા પહોંચાડવાનો મારો ઇરાદો નથી. તમે મને મારી નાખવા મારો પીછો કરો છો. પણ મેં તો તમારું કંઈ ભૂંડુ કર્યું નથી.


Lean sinn:

Sanasan


Sanasan