Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 4:8 - પવિત્ર બાઇબલ C.L.

8 પછી કાઈને પોતાના ભાઈ હાબેલને કહ્યું, “ચાલ, આપણે ખેતરમાં જઈએ.” તેઓ ખેતરમાં હતા ત્યારે કાઈને પોતાના ભાઈ હાબેલ પર હુમલો કરીને તેને મારી નાખ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને કાઈને પોતાના ભાઈ હાબેલને કહ્યું, “આપણે ખેતરમાં જઈએ. અને તેઓ ખેતરમાં હતા ત્યારે એમ થયું કે કાઈને પોતાના ભાઈ હાબેલ સામે ઊઠીને તેને મારી નાખ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 કાઈને પોતાના ભાઈ હાબેલ સાથે વાત કર્યો જયારે તેઓ ખેતરમાં હતા, ત્યારે ત્યાં કાઈને પોતાના ભાઈ હાબેલ વિરુદ્ધ ઊઠીને તેને મારી નાખ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 કાઈને પોતાના ભાઈ હાબેલને કહ્યું, “ચાલો, આપણે બહાર મેદાનમાં જઈએ.” તેથી કાઈન અને હાબેલ મેદાનમાં ગયા. અને પછી કાઈને પોતાના ભાઈ પર હુમલો કર્યો અને તેની હત્યા કરી.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 4:8
23 Iomraidhean Croise  

આદમે ફરી પોતાની પત્ની સાથે સમાગમ કર્યો. તેણે પુત્રને જન્મ આપ્યો. તેણે તેનું નામ શેથ (અર્થાત્ ‘આપ્યો છે’) પાડયું. કારણ, તેણે કહ્યું, “કાઈને હાબેલને મારી નાખ્યો. તેથી ઈશ્વરે હાબેલના બદલામાં મને આ પુત્ર આપ્યો છે.”


મારા પતિ મરી ગયા છે. મારા માલિક, મારે બે દીકરા હતા. એક દિવસ તેઓ ખેતરમાં લડી પડયા અને ત્યાં તેમને છોડાવનાર કોઈ ન હતું એટલે એકે બીજાને મારી નાખ્યો.


પણ દાવિદ એ વિષે જાણતો નહોતો. આબ્નેર હેબ્રોન આવ્યો એટલે યોઆબ તેની સાથે અંગત વાતચીત કરવા માગતો હોય તેમ તે આબ્નેરને દરવાજા આગળ એક બાજુએ લઈ ગયો અને પોતાના ભાઈ અસાહેલના ખૂનનું વેર લેવા ત્યાં તેને પેટમાં ખંજરના ઘા માર્યા અને એમ તેને પેટમાં ખંજર ભોંકી દઈને મારી નાખ્યો.


રાજ્ય પર યહોરામની સત્તા જામી એટલે તેણે પોતાના સર્વ ભાઈઓ અને કેટલાક ઇઝરાયલી અધિકારીઓને પણ મારી નંખાવ્યા.


તેથી સાનબાલ્લાટ અને ગેશેમે મને સંદેશો મોકલ્યો કે હું તેમને ઓનોના મેદાનના કોઈએક ગામમાં જઈને મળું. એમાં તો મને નુક્સાન પહોંચાડવાની તેમની કુયુક્તિ હતી.


તો તું નિર્દોષ ઠરીને ઉન્‍નત મસ્તકે રહી શકશે, અને તું દઢ અને નીડર બનશે.


હે ઈશ્વર, તમે દુષ્ટોનો સંહાર કરો તો કેવું સારું! ખૂની માણસોને મારાથી દૂર કરો.


તેના મુખના શબ્દો નઠારા અને ઠગારા છે. તેણે ડહાપણભર્યા વર્તાવ અને ભલાઈને તિલાંજલિ આપી છે.


તેના મુખના શબ્દો માખણ જેવા મુલાયમ હતા. પરંતુ તેના હૃદયમાં ઝઘડાનું ઝેર હતું. તેના શબ્દો તેલ જેવા લીસા હતા, છતાં તે ઉઘાડી તલવાર જેવા તીક્ષ્ણ હતા.


તેઓ વચનો આપે છે, પણ પાળતા નથી. તેઓ જુઠ્ઠું બોલે છે, ખૂન કરે છે, ચોરી કરે છે અને વ્યભિચાર આચરે છે. ગુનાઓ વધતા જાય છે અને ઉપરાઉપરી ખૂન થાય છે.


આવે વખતે પુત્રો પિતાનું માન રાખશે નહિ, પુત્રીઓ માતાની સામે થશે, યુવાન સ્ત્રીઓ સાસુઓ સામે લડશે. પોતાના કુટુંબીજનો જ માણસના શત્રુ થશે.


“જો કોઈ માણસ દ્વેષભાવને લીધે કોઈને ગબડાવી દઈને અથવા લાગ જોઈને સંતાઈ રહીને કોઈ હથિયાર ફેંકીને અથવા મુક્કા મારીને તેનું ખૂન કરે તો તે ખૂનનો દોષી છે અને તે માર્યો જાય. મરનારના સૌથી નિકટના સગાની જવાબદારી છે કે તે ખૂનીને શોધીને મારી નાખે.


પરિણામે, હાબેલના ખૂનથી માંડીને બારાખ્યાનો પુત્ર ઝખાર્યા, જેને મંદિર અને યજ્ઞવેદી વચ્ચે તમે મારી નાખ્યો તેના સુધીની બધી નિર્દોષ વ્યક્તિઓનું લોહી તમારે માથે આવશે.


હા, હું તમને કહું છું કે એ બધાના ખૂનની શિક્ષા આ જમાના લોકોને થશે.


પણ ઈસુએ કહ્યું, “યહૂદા, શું તું માનવપુત્રને ચુંબન કરીને પકડાવી દે છે?”


વિશ્વાસને લીધે જ હાબેલે કાઈન કરતાં ચડિયાતું બલિદાન ઈશ્વરને અર્પણ કર્યું, અને પોતાના વિશ્વાસ દ્વારા જ તેણે ઈશ્વરના ધોરણ પ્રમાણે વર્તનાર તરીકેની પ્રશંસા સંપાદન કરી, કારણ, ઈશ્વરે તેના અર્પણનો સ્વીકાર કર્યો. હાબેલ મૃત્યુ પામ્યો હોવા છતાં વિશ્વાસને કારણે બોલે છે.


તમે નવા કરારના વ્યવસ્થાપક ઈસુ પાસે તથા છંટાયેલ રક્ત, જે હાબેલના રક્ત કરતાં વિશેષ સારી બાબતો વિષે બોલે છે તેની પાસે આવ્યા છો.


તેઓ કાઈનને માર્ગે ચાલે છે, પૈસાને માટે બલઆમના જેવી ભૂલમાં પડે છે, કોરાહની માફક બળવો કરે છે અને વિનાશ વહોરી લે છે.


Lean sinn:

Sanasan


Sanasan