Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 4:26 - પવિત્ર બાઇબલ C.L.

26 પછી શેથને પુત્ર થયો; તેણે તેનું નામ અનોશ પાડયું. એ સમયથી લોકો યાહવેના નામે પ્રાર્થના કરવા લાગ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 શેથને પણ દીકરો થયો; અને તેનું નામ તેણે અનોશ પાડયું; ત્યારે લોક યહોવાને નામે પ્રાર્થના કરવા લાગ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 શેથની પત્નીએ પણ દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ અનોશ રાખ્યું. અનોશના જન્મ પછી લોકોમાં ઈશ્વરની ઉપાસના કરવાની શરૂઆત થઈ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 “શેથ”ને પણ એક પુત્ર હતો. એનું નામ “અનોશ” હતું. તે સમયે, લોકોએ યહોવાને પ્રાર્થના કરવાનું શરૂ કર્યુ.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 4:26
17 Iomraidhean Croise  

ત્યાંથી તે દક્ષિણ તરફ બેથેલ નગરની પૂર્વમાં આવેલ પહાડીપ્રદેશ તરફ ગયો. ત્યાં બેથેલ અને આયની વચમાં તેણે તંબુ માર્યો. ત્યાંથી પશ્ર્વિમે બેથેલ અને પૂર્વમાં આય હતાં. ત્યાં અબ્રામે એક વેદી બાંધી અને યાહવેને નામે ભજન કર્યું.


તેથી ઇસ્હાકે ત્યાં યજ્ઞવેદી બાંધી અને પ્રભુને નામે તેમનું ભજન કર્યું. ત્યાં તેણે પોતાનો તંબુ માર્યો. ઇસ્હાકના માણસોએ ત્યાં એક કૂવો પણ ખોદ્યો.


પછી બઆલના સંદેશવાહકો તેમના દેવની પ્રાર્થના કરે અને હું યાહવેને નામે પ્રાર્થના કરીશ, અને જે અગ્નિ મોકલીને જવાબ આપે એ જ સાચા ઈશ્વર.” ત્યારે લોકોએ બુલંદ અવાજે પોતાની સંમતિ દર્શાવી.


હું તમને આભારબલિ ચડાવીશ, અને યાહવેના નામને ધન્યવાદ આપીશ.


ત્યારે લોકોમાંથી એક જણ કહેશે, ‘હું પ્રભુનો છું;’ બીજો યાકોબનું નામ ધારણ કરશે; અને ત્રીજો પોતાના હાથ પર ‘પ્રભુને સમર્પિત’ એવી છાપ મરાવશે, અને ‘ઇઝરાયલ’ એવી અટક રાખશે.”


હે ઇઝરાયલને નામે ઓળખાતા યાકોબના વંશજો, યહૂદાના વંશમાં ઊતરી આવેલા લોક, તમે આ સાંભળો: તમે યાહવેને નામે સમ ખાઓ છો અને ઇઝરાયલના ઈશ્વરની આરાધના તો કરો છો, પણ સચ્ચાઈથી કે નિખાલસપણે નહિ.


પ્રાચીનકાળથી તમે જાણે અમારા પર રાજ કર્યું જ ન હોય અને અમે તમારે નામે જાણે ઓળખાતા જ ન હોય એવા અમે થયા છીએ.”


તે સમયે યહૂદિયા અને યરુશાલેમના લોકોનો ઉદ્ધાર થશે અને તેઓ સલામતી ભોગવશે અને તે રાજા ‘યાહવે-સિદકેનું’ (પ્રભુ અમારા ઉદ્ધારક) એ નામે ઓળખાશે.


પણ યાહવેને નામે સહાયને માટે વિનંતી કરનાર સૌ કોઈ બચી જશે. પ્રભુએ કહ્યું છે તેમ, “યરુશાલેમમાંથી કેટલાક બચી જશે; જેમને હું પસંદ કરું તેઓ બચી જશે.”


“ત્યારે હું પ્રજાઓને શુદ્ધ હોઠો આપીશ, તેઓ બીજા કોઈ દેવોને નહિ, પણ માત્ર મને જ પ્રાર્થના કરશે. તેઓ બધા મને આધીન થશે.


અનોશ, શેથ, આદમ અને ઈશ્વર.


તે તેને મળ્યો, અને તેને અંત્યોખ લઈ આવ્યો. એક આખા વર્ષ સુધી તેઓ બન્‍ને મંડળીના લોકોને મળતા રહ્યા અને મોટા જનસમુદાયને શિક્ષણ આપ્યું. શિષ્યો સૌ પ્રથમ અંત્યોખમાં ખ્રિસ્તી કહેવાયા.


અને ત્યારે, જે કોઈ પ્રભુને નામે વિનંતી કરશે, તેનો બચાવ થશે.’


શાસ્ત્ર કહે છે કે, “જે કોઈ પ્રભુને નામે વિનંતી કરશે તેનો ઉદ્ધાર થશે.”


તમે ઈશ્વરના લોક થવાને અલગ કરાયા છો. વળી, તમે તેમ જ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે પ્રાર્થના કરનાર સમસ્ત દુનિયાના લોકો તેમના તથા આપણા પ્રભુ એટલે ખ્રિસ્ત ઈસુમાં મેળવાયા હોવાથી ઈશ્વરના બનેલા છે.


Lean sinn:

Sanasan


Sanasan