Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 39:4 - પવિત્ર બાઇબલ C.L.

4 પોટીફાર યોસેફ પર પ્રસન્‍ન હતો; તેથી તેણે તેને પોતાનો અંગત સેવક બનાવ્યો અને પોતાનું ઘર તથા પોતાની સઘળી માલમિલક્તનો વહીવટ યોસેફના હસ્તક મૂક્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને યૂસફ તેની દષ્ટિમાં કૃપા પામ્યો, ને તેણે તેની સેવા કરી. અને તેણે તેને તેના ઘરનો કારભારી ઠરાવ્યો, ને તેનું જે હતું તે સર્વ તેણે તેના હાથમાં સોપ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેથી યૂસફ તેની દ્રષ્ટિમાં કૃપાપાત્ર થયો અને તેણે પોટીફારની સેવા કરી. પોટીફારે તેને તેના ઘરનો કારભારી ઠરાવીને તેનું જે સર્વ હતું તે તેનો વહીવટ તેના હાથમાં સોંપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 એટલે પોટીફાર યૂસફને પ્રાપ્ત કરીને પ્રસન્ન થયો. યૂસફ પર તેની કૃપાદૃષ્ટિ હતી. તેથી તેણે તેને પોતાની અંગત સેવામાં રાખ્યો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 39:4
23 Iomraidhean Croise  

પરંતુ અબ્રામે કહ્યું, “હે પ્રભુ પરમેશ્વર, તમે મને શું આપશો? કારણ, હું તો નિ:સંતાન ચાલ્યો જાઉં છું! પછી તમારો પુરસ્કાર શા કામનો? આ દમાસ્ક્સ શહેરનો એલિએઝેર મારો વારસદાર થવાનો છે.


તેણે ભૂમિ સુધી માથું નમાવીને તેમને પ્રણામ કર્યા અને કહ્યું, “મારા સ્વામી, તમે મારા પર પ્રસન્‍ન થયા હો તો તમારા આ સેવક પાસેથી જતા રહેશો નહિ.


મારો જીવ બચાવીને તમે મારા પર અપાર દયા દર્શાવી છે. પણ હું પર્વતોમાં નાસી જઈ શકું તેમ નથી. કદાચ ત્યાં પહોંચતાં પહેલાં જ મારા પર સંકટ આવી પડે અને હું મરી જઉં.


અબ્રાહામે પોતાના ઘરનો સૌથી જૂનો નોકર જેના હાથમાં ઘરનો બધો કારભાર હતો તેને બોલાવીને કહ્યું, “મારી જાંઘ વચ્ચે તારો હાથ મૂક.


મારી પાસે ગધેડાં, ઢોરઢાંક, ઘેટાંબકરાં તથા દાસદાસીઓ છે. મેં મારા મુરબ્બીને અગાઉથી એટલા માટે ખબર મોકલાવી છે કે જેથી હું તમારી રહેમનજર પ્રાપ્ત કરું.”


યાકોબે કહ્યું, “ના, મારા પર તમારી રહેમનજર થઈ હોય તો મારી આટલી ભેટ સ્વીકારો એવી મારી વિનંતી છે. કારણ, તમારું મુખ જોવું એ જાણે ઈશ્વરનું મુખ જોવા બરાબર છે. છતાં તમે પૂરા સદ્ભાવે મારો સ્વીકાર કર્યો છે.


એસાવે યાકોબને પૂછયું, “આ જે બધાં ટોળાં મને સામાં મળ્યાં તેનો શો અર્થ છે?” યાકોબે જવાબ આપ્યો, “એ તો મારા મુરબ્બીની રહેમનજર મેળવવા માટે છે.”


તેણે ઈન્કાર કરતાં કહ્યું, “હું અહીં છું તેથી મારા માલિકને ઘરની કોઈ બાબતની ફિકર રહેતી નથી. પોતાની પ્રત્યેક વસ્તુ તેમણે મારા હસ્તક મૂકી છે.


ઝિમ્રી નામનો તેનો એક અધિકારી જે તેના અડધા રથોનો ઉપરી હતો તેણે તેની સામે વિદ્રોહ કર્યો. એ દિવસે તિર્સામાં રાજમહેલના ઉપરી આઝાના ઘરમાં એલા પીને ચકચૂર થયેલો હતો.


હેગેને એસ્તેર પસંદ પડી. તેથી તેણે તેના પર રહેમનજર રાખી. તેણે તેને સૌંદર્ય પ્રસાધનો અને ઉત્તમ ખોરાક તાત્કાલિક પૂરાં પાડયાં. રાણીગૃહમાં એસ્તેરને ઊંચું સ્થાન આપવામાં આવ્યું અને રાજમહેલમાંથી સાત યુવતીઓને તેની તહેનાતમાં રાખવામાં આવી. વળી તેને તથા તેની દાસીઓને સારામાં સારા નિવાસખંડ આપવામાં આવ્યા.


કાર્યદક્ષ અધિકારીઓ પર રાજાની મહેર રહે છે, પણ કાર્યમાં નિષ્ફળ નીવડનાર અધિકારીઓને તે શિક્ષા કરે છે.


જ્યારે કોઈ માણસના સદાચરણથી પ્રભુ પ્રસન્‍ન થાય, ત્યારે તે તેના શત્રુઓને પણ મિત્રોમાં ફેરવી નાખે છે.


ચતુર ચાકર પોતાના માલિકના નકામા પુત્રનો અધિકાર ભોગવશે અને તે અન્ય વારસદારો સાથે હિસ્સો મેળવશે.


પોતાના કાર્યમાં ખંતથી કૌશલ્ય પ્રાપ્ત કરનાર માણસ તું જુએ છે? તે સામાન્ય કોટિના માણસો આગળ નહિ, પણ રાજામહારાજાઓની હજૂરમાં સેવા કરશે.


અંજીરી સાચવનાર તેનાં ફળ ખાશે, તેમ જ માલિકની સેવા કરનાર સન્માન પામશે.


આમ કરવાથી તું ઈશ્વરની અને માણસોની દષ્ટિમાં સદ્ભાવ અને સંમતિ પ્રાપ્ત કરીશ.


તમારી પોતાની તેમ જ પવિત્ર આત્માએ તમને સોંપેલા આખા ટોળાની સંભાળ રાખો. ઈશ્વરની મંડળી, જેને તેમણે પોતાના લોહી દ્વારા ખરીદી લીધી છે તેનું પાલન કરો.


તેણે જવાબ આપ્યો, “એ તો નાઓમી સાથે મોઆબ દેશથી આવેલી પરદેશી યુવતી છે.


પછી શાઉલે યિશાઈને સંદેશો મોકલ્યો, “દાવિદ મને ગમે છે. તેને અહીં મારી સેવામાં રહેવા દો.”


બાળ શમુએલ મોટો થતો ગયો અને પ્રભુ તેમ જ માણસોની દૃષ્ટિમાં કૃપા પામ્યો.


Lean sinn:

Sanasan


Sanasan