Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 38:26 - પવિત્ર બાઇબલ C.L.

26 યહૂદાએ તે વસ્તુઓને ઓળખીને કબૂલ કર્યું કે, “તામાર મારા કરતાં વધારે ન્યાયી છે. કારણ, મેં મારા પુત્ર શેલાનું લગ્ન તેની સાથે કરાવ્યું નથી.” ત્યાર પછી તેણે તામાર સાથે સમાગમ કર્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 અને યહૂદાએ તે [મારાં પોતાનાં છે એમ] કબૂલ કરીને કહ્યું, “તે મારા કરતાં ન્યાયી છે; કારણકે મેં તેને મારા દિકરા શેલાને ન આપી.” અને તેણે તેને ફરીથી ન જાણી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 યહૂદાએ એ વસ્તુઓને ઓળખી અને કહ્યું, “તે મારા કરતાં ન્યાયી છે, કારણ કે મેં તેને મારા દીકરા શેલાને પત્ની તરીકે ન આપી. તે પછી તેણે તેની સાથે સંબંધ બાંધ્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 પછી યહૂદાએ વસ્તુઓ ઓળખીને કબૂલ કર્યુ અને કહ્યું, “તે નિર્દોષ છે, દોષ માંરો છે, કારણ કે મેં એને માંરા પુત્ર શેલાહ સાથે પરણાવી નહિ તેનું આ પરિણામ છે.” તે પછી તેણે તેને ફરીથી જાણી નહિ.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 38:26
19 Iomraidhean Croise  

યાકોબે તે ઓળખીને કહ્યું, “હા, એ તેનો જ છે. જંગલી જનાવરે તેને ફાડી ખાધો લાગે છે; બેશક, યોસેફના ફાડીને ટુકડેટુકડા કરી નાખ્યા હશે.”


ત્યારે તેણે પોતાનાં વૈધવ્યનાં વસ્ત્રો ઉતારી નાખ્યાં, બુરખો ઓઢી લીધો અને તિમ્ના જવાના રસ્તે આવેલા એનાઈમના દરવાજા આગળ બેઠી; કારણ, તેણે જોયું કે શેલા મોટો થયો હોવા છતાં તેની સાથે તેનું લગ્ન કરાવવામાં આવ્યું નથી.


પછી આદમે હવ્વા સાથે સમાગમ કર્યો; અને તે ગર્ભવતી થઈ અને તેણે કાઈન (અર્થાત્ પ્રાપ્ત થયેલો)ને જન્મ આપ્યો. ત્યારે તે બોલી, “પ્રભુની કૃપાથી મને નરબાળક પ્રાપ્ત થયો છે.


તેથી તેમણે મહેલના ધાબા પર આબ્શાલોમને માટે એક તંબૂ ઊભો કર્યો અને સર્વ ઇઝરાયલીઓની સમક્ષ આબ્શાલોમે તંબૂમાં જઈને તેના પિતાની ઉપપત્નીઓ સાથે સમાગમ કર્યો.


દાવિદ તેના રાજમહેલમાં આવ્યો એટલે તેણે તેની દસ ઉપપત્નીઓ જેમને તેણે રાજમહેલની સારસંભાળ માટે રાખી હતી તેમને સંરક્ષકોના પહેરા હેઠળ રાખી. તેણે તેમની જરૂરિયાતો પૂરી પાડી પણ તેમનો સમાગમ ન કર્યો. તેમના બાકીના જીવનમાં તેમને વિધવાઓની જેમ અલગ રાખવામાં આવી.


લોકોને મારી નાખતા દૂતને દાવિદે જોયો અને પ્રભુને કહ્યું, “હું દોષિત છું. ભૂંડુ તો મેં કર્યું છે. આ બિચારા ઘેટાં સમાન લોકોએ શું કર્યું છે? તમારે તો મને અને મારા કુટુંબને શિક્ષા કરવી જોઈએ.”


પરંતુ હવે તારા પર વિપત્તિ આવી પડી છે ત્યારે તું શિથિલ બની જાય છે. તે તને સ્પર્શે છે એટલે તું ગભરાઈ જાય છે.


એક વાર બોલ્યો, પણ હવે બોલીશ નહિ; બે વાર બોલ્યો છું, પણ હવે આગળ જરાય બોલીશ નહિ.”


તારે તો તારાં કૃત્યો માટે લજ્જિત થવું જોઈએ. તારી બહેનોનાં પાપની સરખામણીમાં તારાં પાપ એટલાં અધમ છે કે તેઓ નિર્દોષ લાગે. તું તારી બહેનોને પણ બિનગુનેગાર ઠરાવે તેવી છે. તેથી તારે લજવાવું પડશે અને ફજેત થવું પડશે.”


તમારી આંખો એવી પવિત્ર છે કે તમે દુષ્ટતા જોઈ શક્તા નથી, તેમ જ ભ્રષ્ટતા પર નજર કરી શક્તા નથી. તો પછી તમે આ કપટી અને દુષ્ટ લોકોને કેમ સાંખી લો છો? તેમનાં કરતાં વધારે નેક એવા લોકોનો તેઓ સંહાર કરે છે, ત્યારે તમે કેમ ચૂપ બેસી રહો છો?


તમે તમારાં પાપથી પાછા ફર્યા છો તેવું દર્શાવતાં કાર્યો કરો.


એ સાંભળીને મોટેરાંઓથી માંડીને નાના સુધી એક પછી એક બધા ચાલ્યા ગયા. ઈસુ એકલા જ ત્યાં રહી ગયા; પેલી સ્ત્રી હજી ઊભી હતી.


રાત્રિ લગભગ પસાર થઈ ગઈ છે; દિવસ નજીક આવી પહોંચ્યો છે. હવે અંધકારનાં દુષ્ટ કામો કરવાનું બંધ કરી દઈએ. પ્રકાશનાં શસ્ત્રો સજી લઈએ.


આપણે જાણીએ છીએ કે નિયમશાસ્ત્રમાં જે કંઈ લખેલું છે, તે જેઓ નિયમશાસ્ત્ર પ્રમાણે ચાલે છે તેમને લાગુ પડે છે; જેથી સર્વ માનવીબહાનાં બંધ થાય અને સમગ્ર દુનિયા ઈશ્વરના ન્યાયશાસન નીચે આવે.


પછી તેણે દાવિદને કહ્યું, “તું મારા કરતાં વધારે સાચો છે. તેં મારું ભલું કર્યું છે પણ મેં તારું ભૂંડું કર્યું છે.


તું કેટલો ભલો છે તે તેં મને આજે કહી બતાવ્યું છે. કારણ, પ્રભુએ મને તારા હાથમાં સોંપ્યો હોવા છતાં તેં મને મારી નાખ્યો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan