Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 38:24 - પવિત્ર બાઇબલ C.L.

24 લગભગ ત્રણેક મહિના પછી યહૂદાને ખબર મળી, “તારી પુત્રવધૂએ વ્યભિચાર કર્યો છે અને તેની બદચાલને પરિણામે તે ગર્ભવતી થઈ છે.” યહૂદાએ કહ્યું, “તેને બહાર લઈ જઈને બાળી મૂકો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 અને એમ થયું કે, આસરે ત્રણ મહિના પછી યહૂદાને ખબર મળી, “તારી પુત્રવધુ તામારે વ્યભિચાર કર્યો છે; અને જો, વ્યભિચારથી તેને ગર્ભ રહ્યો છે.” અને યહૂદાએ કહ્યું, “તેને બહાર લાવીને બાળી નાખો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 પછી આશરે ત્રણેક મહિના પછી યહૂદાને ખબર મળી કે, “તેની પુત્રવધૂ તામારે વ્યભિચાર કર્યો છે અને તે ગર્ભવતી થઈ છે.” યહૂદાએ કહ્યું, “તેને અહીં લાવો અને સળગાવી દો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 આસરે ત્રણ મહિના બાદ યહૂદાને જાણ થઈ કે, “તારી પુત્રવધૂએ તામાંરે વ્યભિચાર કર્યો છે, પરિણામે તે ગર્ભવતી થઈ છે.” તેથી યહૂદાએ કહ્યું, “તેને બહાર લાવીને બાળી નાખો.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 38:24
32 Iomraidhean Croise  

પણ રાત્રે ઈશ્વરે અબિમેલેખને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, “જો, તારા ઘરમાં તેં જે સ્ત્રી રાખી છે તેને લીધે તારું મોત આવી લાગ્યું છે. કારણ, તે પરણેલી સ્ત્રી છે.”


તેથી હવે તું તે માણસને તેની પત્ની પાછી સોંપી દે, કારણ, તે ઈશ્વરનો સંદેશવાહક છે. તે તારે માટે પ્રાર્થના કરશે એટલે તું જીવતો રહેશે. પણ જો તું તેને પાછી નહિ સોંપે તો સમજી લેજે કે તારું તથા તારા સર્વ લોકનું મોત નિશ્ર્વિત છે.”


પછી અબિમેલેખે અબ્રાહામને બોલાવીને કહ્યું, “તેં અમારી સાથે આવો વર્તાવ કેમ કર્યો? મેં તારો શો ગુનો કર્યો છે કે તેં મને અને મારા લોકને ભયંકર પાપમાં નાખ્યા? તેં મારી સાથે નહિ કરવા જેવો વર્તાવ કર્યો છે.


ત્યારે તેમણે કહ્યું, “તો શું અમારે અમારી બહેન સાથે વેશ્યા જેવો વ્યવહાર થવા દેવો?”


ત્યારે યહૂદાએ કહ્યું, “એની પાસેની આપણી વસ્તુઓ ભલે તેની પાસે જ રહેતી, નહિ તો આપણી ફજેતી થશે. મેં તો તેને આ લવારું મોકલ્યું પણ તને એ મળી નહિ.”


પેલા શ્રીમંત પર દાવિદનો ક્રોધ તપી ઊઠયો. તેણે નાથાનને કહ્યું, “હું જીવંત પ્રભુને નામે સોગંદ ખાઉં છું કે એવું કરનાર માણસ મૃત્યુદંડ પામવાને પાત્ર છે.


નાથાને દાવિદને કહ્યું, “તું જ એ માણસ છે. ઇઝરાયલના ઈશ્વર પ્રભુ આમ કહે છે: ‘મેં તારો અભિષેક કરીને તને ઇઝરાયલનો રાજા બનાવ્યો અને શાઉલથી તારો બચાવ કર્યો.


મને સમજાયું કે સ્ત્રીની ફસામણી મૃત્યુથી યે વધુ ક્રૂર છે. તેનું હૃદય જાળરૂપ છે અને તેના હાથ બેડીઓ સમાન છે. જે કોઈ ઈશ્વરને પ્રસન્‍ન કરે છે તે તેનાથી બચી જશે, પણ પાપી તેનાથી પકડાઈ જશે.


પ્રભુ કહે છે, “હે ઇઝરાયલ, પ્રાચીનકાળથી તેં તારા પરની મારા નિયમની ઝૂંસરી ભાંગી નાખી અને મારા કરારનાં બંધન તોડી નાખ્યા અને મારી સેવાભક્તિ કરવાનો નકાર કર્યો છે. દરેક ઊંચી ટેકરી અને લીલા વૃક્ષ નીચે તેં વેશ્યાની જેમ વ્યભિચાર કર્યો છે.


પ્રભુ કહે છે, “કોઈ માણસ પોતાની પત્નીને લગ્નવિચ્છેદ આપે અને તે તેને મૂકીને બીજા માણસની પત્ની બને તો પછી શું પહેલો પતિ તેને ફરીથી અપનાવે? જો એવું બને તો દેશ ભ્રષ્ટ થઈ જાય. હે ઇઝરાયલ, પણ તેં તો ઘણા આશકો સાથે વેશ્યાગીરી આચરી છે! અને શું હવે મારી પાસે પાછી ફરવા માંગે છે?


પછી યોશિયા રાજાના સમયમાં પ્રભુએ મને કહ્યું, “પેલી બેવફા સ્ત્રી ઇઝરાયલે આચરેલાં ભ્રષ્ટ કામો તેં જોયાં છે ને? તેણે મારો ત્યાગ કર્યો છે અને દરેક લીલા વૃક્ષ નીચે તેણે વેશ્યાગીરી આચરી છે.


ઇઝરાયલે મારો ત્યાગ કર્યો અને વેશ્યાગીરી આચરી, તેથી મેં લગ્નવિચ્છેદ કરીને તેને કાઢી મૂકી તે પણ યહૂદિયાએ જોયું; છતાં એનાથી ઇઝરાયલની બહેન બેવફા યહૂદિયા ગભરાઈ નહિ અને તેણે પણ વેશ્યાગીરી આચરી.


પણ તેં તારા સૌંદર્યનો અને કીર્તિનો ગર્વ કર્યો. તું વેશ્યા બની ગઇ અને જતાં આવતાં દરેક સાથે વ્યભિચાર કરવા લાગી.


તેં દરેક શેરીને નાકે ઊંચા ઓટલા બનાવ્યા છે. ત્યાં થઈને પસાર થતા પ્રત્યેક રાહદારી આગળ તારો દેહ ધરીને તેં તારું સૌંદર્ય રગદોળાવા દીધું છે.


વળી, તેં તારા કામાંગી પડોશી ઇજિપ્તીઓ સાથે પણ વ્યભિચાર કર્યો છે. એમ તેં તારાં વ્યભિચારી કામો ચાલુ રાખીને મને રોષ ચડાવ્યો છે.


તેં આશ્શૂરીઓ સાથે પણ વ્યભિચાર કર્યો છે, કારણ, તું તૃપ્ત થાય તેવી નહોતી. તેમની સાથે વ્યભિચાર કર્યા છતાં તને સંતોષ થયો નથી.


તેઓ તારાં મકાનો સળગાવી મૂકશે અને સ્ત્રીઓનાં ટોળાનાં દેખતાં તને શિક્ષા કરશે. હું તારી વેશ્યાવૃત્તિ બંધ કરાવીશ અને તારા આશકોને બક્ષિસો અપાવવાનું પણ અટકાવી દઇશ.


તોપણ ઇજિપ્ત દેશમાં પોતાની યૌવનાવસ્થા દરમ્યાન આદરેલી વૈશ્યાગીરીને સંભારીને તે વિશેષ વ્યભિચાર કરતી રહી.


લોકો જેમ વેશ્યાગમન કરતા હોય છે તેમ જ તેમણે પણ એ લંપટ સ્ત્રીઓ ઓહોલા અને ઓહલીબા સાથે સમાગમ કર્યો. તેમણે એ વેશ્યાઓ સાથે વારંવાર સમાગમ કર્યો.


મેં તે બન્‍ને સાથે લગ્ન કર્યાં અને મારાથી તેમને સંતાનો થયાં. ઓહોલા મારી હતી છતાં તેણે વેશ્યાવૃત્તિ ચાલુ રાખી અને તે આશ્શૂરમાંના પોતાના પ્રેમીઓ પર મોહિત થઇ ગઇ હતી.


તેમની જનેતા નિર્લજજ વેશ્યા છે. તેણે પોતે જ કહ્યું, ‘હું તો મને ખોરાક, પાણી, ઊન અને અળસીરેસાનાં વસ્ત્રો, ઓલિવ તેલ અને દ્રાક્ષાસવ પૂરાં પાડનાર મારા આશકોની પાછળ જઈશ.’


મેં તેને કહ્યું કે, ‘તારે ઘણા દિવસ સુધી મારી સાથે રહેવાનું છે, પણ તારે વેશ્યાગીરી કરવાની નથી અને કોઈ પુરુષ સાથે દેહસંબંધમાં આવવાનું નથી, અને હું પણ તારી સાથે દેહસંબંધથી જોડાઈશ નહિ.’


“હે ઇઝરાયલના લોકો, જો કે તમે વેશ્યાની જેમ બેવફા બનો, તો તેથી યહૂદિયાના લોકોએ એ જ બાબતમાં દોષિત બનવાની જરૂર નથી. ગિલ્ગાલ કે ‘બેથ-આવેન’માં ભક્તિ કરવા જશો નહિ અને ત્યાં જઈને જીવતા પ્રભુના નામે સમ ખાશો નહિ.


“જો કોઈ પુરુષ બીજા પુરુષની પત્ની સાથે વ્યભિચાર કરે તો તે બન્‍નેને મારી નાખવાં.


જો કોઈ યજ્ઞકારની પુત્રી વેશ્યા બને તો તેથી તે પોતાના પિતાને કલંક લગાડે છે; તેને અગ્નિમાં બાળી નાખવી.


આ બાબત વિષે તું શું માને છે, તે તારી અને ઈશ્વરની વચ્ચે જ રાખ. પોતાને યોગ્ય લાગતું કાર્ય કરનાર વ્યક્તિ પોતાને દોષિત ન ઠરાવે તો તેને ધન્ય છે.


“સંતાનના ગુનાહા માટે માબાપને મૃત્યુદંડની સજા મળે નહિ અને માબાપના અપરાધ માટે સંતાનોને મૃત્યુદંડની સજા મળે નહિ. દરેક માણસ પોતે કરેલા અપરાધ માટે જ મૃત્યુદંડ પામે.


પણ તે બેવફા બનીને યહૂદિયાના બેથલેહેમમાં પોતાના પિતાને ઘેર જતી રહી અને ત્યાં ચાર માસ રહી.


Lean sinn:

Sanasan


Sanasan