Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 37:26 - પવિત્ર બાઇબલ C.L.

26 યહૂદાએ પોતાના ભાઈઓને કહ્યું, “આપણા ભાઈને મારી નાખીને તેનું ખૂન છુપાવવાથી આપણને શો ફાયદો થવાનો છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 અને યહૂદાએ પોતાના ભાઈઓને કહ્યું, “જુઓ, આપણા ભાઈને મારી નાખીએ ને તેનું રક્ત સંતાડીએ તો આપણને શો લાભ?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 યહૂદાએ તેના ભાઈઓને કહ્યું, “જો આપણે આપણા ભાઈને મારી નાખીને તેનું લોહી સંતાડી દઈએ તો તેથી આપણને શું મળે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 યહૂદાએ પોતાના ભાઈઓને કહ્યું, “આપણે આપણા ભાઈની હત્યા કરીએ અને તેનું રકત છુપાવી દઈએ તેથી શો ફાયદો?

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 37:26
16 Iomraidhean Croise  

એસાવે કહ્યું, “હું મરવા પડયો છું. જયેષ્ઠપુત્ર તરીકેનો એ મારો હક્ક મને શા કામમાં આવવાનો છે?”


હવે ચાલો, આપણે તેને મારી નાખીએ, ને કોઈ ખાડામાં ફેંકી દઈએ. પછી કહી દઈશું કે કોઈ જંગલી જનાવરે તેને ફાડી ખાધો છે. પછી જોઈશું કે તેના સ્વપ્નનું શું થાય છે.”


પ્રભુએ કહ્યું, “તેં આ શું કર્યું છે? સાંભળ! તારા ભાઈનું રક્ત બદલો લેવા માટે મને ભૂમિમાંથી પોકારી રહ્યું છે.


પ્રભુએ કાઈનને પૂછયું, “તારો ભાઈ હાબેલ કયાં છે?” તેણે કહ્યું, “હું જાણતો નથી; શું હું મારા ભાઈનો રખેવાળ છું?”


હિબ્રૂઓના દેશમાંથી મને ઉપાડી લાવવામાં આવ્યો છે અને અહીં પણ મેં જેલમાં પુરાવું પડે એવું કંઈ કર્યું નથી.”


તેઓ એકબીજાને કહેવા લાગ્યા, “આપણે આપણા ભાઈ યોસેફ પ્રત્યે કરેલા વર્તાવ સંબંધી સાચે જ દોષિત છીએ. તે આજીજી કરતો હતો અને તેનો જીવ દુ:ખી થતો હતો ત્યારે તે જોઈને આપણે તેનું સાંભળ્યું નહિ; તેથી અત્યારે આપણે આ સંકટમાં આવી પડયા છીએ.”


તમે તો મારું ભૂંડું ઇચ્છયું હતું, પણ ઈશ્વરે એમાંથી ભલું કરવા ધાર્યું હતું, જેથી ઘણા લોકોના જીવ બચે; અને આજે તેમ જ થયું છે.


દાવિદે અમાલેકીને ઉદ્દેશીને કહ્યું, “તારા મરણની જવાબદારી તારે શિર. પ્રભુને પસંદ કરેલા અભિષિક્ત રાજાને તેં મારી નાખ્યો છે એવી કબૂલાત કરીને તેં પોતાને દોષિત ઠરાવ્યો છે.”


હે ધરતી, મારું રક્ત ઢાંકીશ નહિ અને મારા આર્તનાદને ઘોરમાં સંતાડીશ નહિ!


“જો હું કબર ભેગો થાઉં તો મારા મરણથી તમને શો લાભ થાય? શું મારી ધૂળ તમને ધન્યવાદ આપશે? શું તે તમારું વિશ્વાસુપણું પ્રસિદ્ધ કરશે?”


જો કે એલ્નાથાન, દલાયા અને ગમાર્યાએ રાજાને તે વીંટો ન બાળવા આજીજી કરી હતી, પણ તેણે તેમનું સાંભળ્યું જ નહિ.


પરંતુ તે જૂથના દસ માણસો બચી ગયા. તેમણે ઇશ્માએલને કહ્યું, “અમને મારી ન નાખો! અમારી પાસે ખેતરમાં ઘઉં, જવ, ઓલિવતેલ અને મધનો વિપુલ જથ્થો સંતાડેલો છે.” તેથી તેણે તેમને જવા દીધા અને તેમના અન્ય સાથીઓની જેમ મારી નાખ્યા નહિ.


એ નગરમાં ખૂનરેજી થઈ હતી, અને રક્ત ધૂળમાં ઢંકાઈ જાય તેવી જમીન ઉપર તે રેડાયું ન હતું, પણ એ તો ખુલ્લા ખડક ઉપર રેડાયું હતું.


કોઈ માણસ સમગ્ર દુનિયા પ્રાપ્ત કરે, પણ તેનો જીવ નાશ પામે તો તેથી તેને કંઈ લાભ ખરો? ના, કશો જ નહિ. એકવાર જીવ ખોઈ બેઠા પછી તેને પાછો મેળવવા માટે માણસ કશું આપી શકે તેમ નથી.


જે બાબતો કરવાની અત્યારે તમને શરમ આવે છે તે કરવાથી, તમને તે વખતે શો લાભ મળ્યો હતો? તે બાબતોનું પરિણામ તો મરણ છે.


“તમારા નગરમાં ખૂન, સંપત્તિના દાવા કે મારામારીના જુદા જુદા પ્રકારના એવા વિરોધાભાસી કેસ ઊભા થાય કે સ્થાનિક ન્યાયાધીશો માટે તેનો નિકાલ મુશ્કેલ જણાય, તો તમારા ઈશ્વર પ્રભુએ પસંદ કરેલ સ્થળે જવું.


Lean sinn:

Sanasan


Sanasan