Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 37:25 - પવિત્ર બાઇબલ C.L.

25 પછી તેઓ જમવા બેઠા હતા ત્યારે તેમણે નજર ઊંચી કરી તો ગિલ્યાદથી આવી રહેલ ઇશ્માએલીઓનો એક સંઘ જોયો. તેઓ તેમનાં ઊંટો પર તેજાના, લોબાન અર્ક અને બોળ લાદીને તેમને ઇજિપ્ત લઈ જતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 અને તેઓ રોટલી ખાવા બેઠા. અને તેઓએ નજર ઊંચી કરીને જોયું, તો જુઓ, ઇશ્માએલીઓનો એક સંઘ ગિલ્યાદથી આવતો હતો; અને સુગંધીઓ તથા લોબાન તથા બોળથી લાદેલાં તેઓનાં ઊંટ મિસર દેશમાં તેઓ લઈ જતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 પછી તેઓ ભોજન કરવા માટે નીચે બેઠા. તેઓએ તેમની આંખો ઊંચી કરીને જોયું, તો, ઇશ્માએલીઓનો સંઘ ગિલ્યાદથી આવતો હતો. પોતાની સાથે સુગંધીઓ, ઔષધ તથા બોળથી લાદેલાં ઊંટોને લઈને તેઓ મિસર દેશમાં જતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 પછી યૂસફના ભાઈઓ ખાવા બેઠા. તેમણે નજર કરી, તો ઇશ્માંએલીઓનો એક સંઘ ગિલઆદથી આવતો હતો; અને તેઓ ઊંટ પર અનેક સુગંધીઓ તથા લોબાન તથા બોળ લાદીને મિસર લઈ જતા હતા.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 37:25
22 Iomraidhean Croise  

તે પોતાની માલિકીનું સર્વસ્વ લઈને ઉતાવળે નાસી ગયો. યુફ્રેટિસ નદી પાર કરીને તે ગિલ્યાદના પહાડીપ્રદેશ તરફ ગયો.


ત્યારે પોતાના સંબંધીઓને લઈને સાત દિવસ સુધી તેણે યાકોબનો પીછો કર્યો અને તેને ગિલ્યાદના પહાડી પ્રદેશમાં પકડી પાડયો.


તેમણે તેને ઊંચકીને એક ઊંડા ખાડામાં નાખી દીધો. ખાડો ખાલી હતો અને તેમાં પાણી નહોતું.


એ મિદ્યાની વેપારીઓ પાસે આવ્યા એટલે યોસેફના ભાઈઓએ તેને ખાડામાંથી બહાર કાઢયો. તેમણે ચાંદીના વીસ સિક્કામાં તેને ઇશ્માએલીઓને વેચી દીધો. તેઓ તેને ઇજિપ્તમાં લઈ ગયા.


પેલા મિદ્યાનીઓએ યોસેફને ઇજિપ્તમાં ફેરોના અધિકારી અને અંગરક્ષકોના ઉપરી પોટીફારને ત્યાં વેચી દીધો.


યોસેફને ઇજિપ્તમાં લઈ જવામાં આવ્યો. ત્યાં તેને ઇજિપ્તમાં લાવનાર ઇશ્માએલીઓ પાસેથી ફેરો રાજાના અધિકારી અને અંગરક્ષકોના ઉપરી પોટીફાર ઇજીપ્તીએ તેને ખરીદી લીધો.


તેમના પિતા ઇઝરાયલે તેમને કહ્યું, “જો એમ જ હોય તો આમ કરો, તમે એ માણસને માટે તમારી ગૂણોમાં દેશની ઉત્તમ પેદાશ એટલે થોડો ગુગળ, થોડું મધ, સુગંધી દ્રવ્યો, બોળ, પિસ્તાં અને બદામ લઈ જાઓ.


રાજાની આજ્ઞા પ્રમાણે શીઘ્ર સંદેશકો તાકીદે રવાના થયા. રાજધાની સૂસામાં પણ એ હુકમની જાહેરાત કરવામાં આવી. રાજા અને હામાન મદિરાપાન કરવા બેઠા, પણ સૂસા નગરમાં તો લોકોમાં ગભરાટ મચી ગયો.


આ ભ્રષ્ટાચારીઓને પ્રભુ સાથે કોઈ સંબંધ નથી, અને તેઓ કદી પ્રભુને પ્રાર્થના પણ કરતા નથી; જાણે રોટલી ખાતા હોય તેમ તેઓ મારા લોકને ખાઈ જાય છે.


તંબૂવાસી અદોમીઓ અને ઇશ્માએલીઓ, મોઆબીઓ તથા હાગ્રીઓ,


વ્યભિચારી સ્ત્રીનું વર્તન આવું હોય છે: તે ખાઈને પોતાનું મુખ લૂછી નાખે છે; પછી કહે છે, “મેં કંઈ દુષ્કર્મ કર્યું જ નથી!”


હે મારી પ્રિયા, મારી નવોઢા, હું મારી વાડીમાં આવ્યો છું. હું મારાં બોળ અને ગુગળ ભેગાં કરી રહ્યો છું. હું મારા મધપૂડામાંથી મધ આરોગું છું. હું મારો દ્રાક્ષાસવ અને મારું મધ પી રહ્યો છું. હે પ્રેમીઓ, પ્રેમમાં મસ્ત થઈ જાઓ ત્યાં સુધી ખાઓ અને પીઓ.


યહૂદિયાના રાજાના મહેલ વિષે પ્રભુ આ પ્રમાણે કહે છે: “આ મહેલ મારે માટે ગિલ્યાદના વનપ્રદેશ જેવો અને લબાનોન પર્વતના શિખર જેવો ચડિયાતો છે. પણ હું શપથપૂર્વક કહું છું કે હું તેને વેરાન કરી દઈશ અને કોઈ તેમાં વસશે નહિ.


હે ઇજિપ્તના લોકો, ગિલ્યાદ જઈને વિકળાના વૃક્ષનો લેપ લઈ આવો; તમે ઘણી ઘણી ઔષધિઓનો ઉપચાર કરશો, પણ તમારો ઘા રૂઝાવાનો નથી.


શું ગિલ્યાદમાં કોઈ વિકળાના વૃક્ષનો લેપ ઉપલબ્ધ નથી? શું ત્યાં કોઈ વૈદ નથી? તો પછી મારા લોકનો કારી ઘા હજુ કેમ રૂઝાયો નથી?


“પૂર્વીય સીમા દમાસ્ક્સ અને હૌરાનના પ્રદેશની વચ્ચે થઈને દક્ષિણ તરફ જાય છે. યર્દન નદી તેની પૂર્વે આવેલ ઇઝરાયલના અને પશ્ર્વિમે આવેલ ગિલ્યાદના પ્રદેશ વચ્ચેની સરહદ બને છે. એ સરહદ છેક તામાર સુધી વિસ્તરે છે. આ પૂર્વ સીમા છે.


હાથીદાંતના વિલાસી પલંગો પર આરામથી આળોટનારાઓ અને કુમળા વાછરડા અને ઘેટાંના માંસની મિજબાની ઉડાવનારાઓ, તમારે માટે તે દિવસ કેટલો ભયાનક બની રહેશે!


તમે કટોરા ભરીભરીને દ્રાક્ષાસવ ગટગટાઓ છો અને તમારા શરીરે સારાં સારાં અત્તરો લગાડો છો; પણ યોસેફના વિનાશની એટલે ઇઝરાયલના રાજ્યના ભાવિ પતનની તમને કંઈ ચિંતા નથી.


એમાં ગિલ્યાદ, ગશૂર અને માઅખાના પ્રદેશો, સમગ્ર હેર્મોન પર્વત અને છેક સાલખા સુધીનો બાશાનનો પ્રદેશ હતો.


Lean sinn:

Sanasan


Sanasan