Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 37:18 - પવિત્ર બાઇબલ C.L.

18 તેમણે તેને દૂરથી જોયો અને તે તેમની નજીક પહોંચ્યો તે અગાઉ તેમણે તેને મારી નાખવાનું કાવતરું ઘડયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને તેઓએ તેને આઘેથી જોયો, ત્યારે તેઓની પાસે તેના આવી પહોંચ્યા અગાઉ તેને મારી નાખવાને તેઓએ મસલત કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તેઓએ તેને દૂરથી જોયો અને તેઓની પાસે તે આવી પહોંચે તે અગાઉ તેને મારી નાખવાને પેંતરો રચ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 યૂસફના ભાઈઓએ તેને દૂરથી આવતાં જોયો અને એ તેમની પાસે આવી પહોંચે તે પહેલાં જ એને માંરી નાખવા માંટેનું ષડયંત્ર તેમણે રચ્યું.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 37:18
19 Iomraidhean Croise  

યાકોબને તેના પિતાએ જે આશિષ આપી તેને લીધે એસાવે યાકોબનો તિરસ્કાર કર્યો. તેણે પોતાના મનમાં કહ્યું, “મારા પિતાનો મૃત્યુનો દિવસ નજીક છે. એમને માટેના શોકના દિવસ પૂરા થાય તે પછી હું મારા ભાઈ યાકોબને મારી નાખીશ.”


તેમણે એકબીજાને કહ્યું, “જુઓ, પેલો સ્વપ્નદર્શી આવે છે.


પોતાના પિતાના મૃત્યુ પછી યોસેફના ભાઈઓને થયું કે કદાચ યોસેફ આપણો દ્વેષ કરે અને આપણે તેનું જે ભૂંડું કર્યું હતું તે બધાંનો તે પૂરો બદલો વાળે.


તમે તો મારું ભૂંડું ઇચ્છયું હતું, પણ ઈશ્વરે એમાંથી ભલું કરવા ધાર્યું હતું, જેથી ઘણા લોકોના જીવ બચે; અને આજે તેમ જ થયું છે.


ત્યારે પ્રભુએ ઇજિપ્તના લોકોનાં હૃદય ફેરવી નાખ્યાં, જેથી તેઓ પ્રભુના લોકોનો તિરસ્કાર કરે, અને તેમના સેવકો એટલે ઇઝરાયલીઓ સાથે કપટથી વર્તે.


પણ હું તો તેમના પર પ્રેમ રાખું છું અને પ્રાર્થના કરું છું.


મને મારા ઘણા શત્રુની ગુસપુસ સંભળાય છે. મારી ચારે બાજુએ આંતક છે. તેઓ સાથે મળીને મારી વિરુદ્ધ કાવતરું ઘડે છે, અને મારો જીવ લેવા પ્રપંચ કરે છે.


પણ પ્રભુ, હું તો તમારા પર જ ભરોસો રાખું છું; હું કબૂલ કરું છું કે, “તમે જ મારા ઈશ્વર છો!”


દુષ્ટ માણસ નેકજનની વિરુદ્ધ ષડયંત્રો રચે છે અને તેની સામે ગુસ્સાથી દાંત પીસે છે.


દુષ્ટ નેકજનની જાસૂસી કરે છે; તે તેની હત્યા કરવાનો લાગ શોધે છે.


તેઓ તો નેકજનો વિરુદ્ધ સંપ કરે છે, અને નિરપરાધીઓને મૃત્યુદંડ અપાવે છે.


પણ જ્યારે પેલા ખેડૂતોએ તેના પુત્રને જોયો ત્યારે એકબીજાને કહ્યું, ’આ તો વારસદાર છે. ચાલો, આપણે તેને મારી નાખીએ એટલે તેનો વારસો આપણને મળશે.’


વહેલી સવારમાં મુખ્ય યજ્ઞકારો અને યહૂદી આગેવાનોએ ઈસુને મોતની સજા થાય તેવી યોજના ઘડી કાઢી.


પણ પેલા ખેડૂતોએ એકબીજાને કહ્યું, ‘આ તો વારસદાર છે, ચાલો, આપણે તેને મારી નાખીએ, જેથી તેનો વારસો આપણને મળે.’


બે દિવસ પછી પાસ્ખા અને ખમીર વગરની રોટલીનું પર્વ હતું. મુખ્ય યજ્ઞકારો અને નિયમશાસ્ત્રના શિક્ષકો છળકપટથી ઈસુની ધરપકડ કરવાનો અને તેમને મારી નાખવાનો લાગ શોધતા હતા.


તે દિવસથી જ યહૂદી અધિકારીઓએ ઈસુને મારી નાખવાનો નિર્ણય કર્યો.


પછીની સવારે કેટલાક યહૂદીઓએ એકઠા મળીને એક યોજના ઘડી કાઢી. પાઉલને મારી નાખ્યા વિના અન્‍નજળ નહિ લેવાની તેમણે પ્રતિજ્ઞા લીધી.


શાઉલે તેના પુત્ર યોનાથાન અને તેના સર્વ અધિકારીઓને દાવિદને મારી નાખવાના પોતાના ઇરાદાની વાત કરી. પણ યોનાથાન દાવિદને ઘણો ચાહતો હતો.


Lean sinn:

Sanasan


Sanasan